બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Do not touch the feet of these 9 people even by mistake, you will not get blessings, you will become a fugitive of sin

ધર્મ / કુંવારી કન્યા, સસરા, પૂજા કરતો વ્યક્તિ...: ભૂલથી પણ આ 9 લોકોના ચરણસ્પર્શ ન કરવા જોઈએ, આશીર્વાદ તો નહીં જ મળે, બની જશો પાપના ભાગી

Megha

Last Updated: 11:21 AM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મમાં વડીલોના ચરણ સ્પર્શને સારો સંસ્કાર માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કયા સંજોગોમાં અને કયા 9 લોકોના પગને સ્પર્શ ન કરવા જોઈએ?

  • સનાતન ધર્મમાં વડીલોના ચરણ સ્પર્શ કરવાને સારા સંસ્કાર માનવામાં આવે છે
  • મોટી ઉંમરની વ્યક્તિ આપણે મળે ત્યારે તેને પગે લાગવું એ એક ભારતીય પરંપરા છે
  • અમુક પરિસ્થતિઓમાં અને અમુક લોકોના ચરણ સ્પર્શ ન કરવા જોઈએ

સનાતન ધર્મમાં ચરણ સ્પર્શ કરવું એટલે કે પગે લાગવાને આદર આપ્યું માનવામાં આવે છે. આપણાથી કોઈ મોટી ઉંમરની વ્યક્તિ આપણે મળે ત્યારે તેને પગે લાગવું એ એક ભારતીય પરંપરા છે. સાથે જ ધર્મગ્રંથોમાંમાં પણ પગે લગ્ન અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. આ સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે અમુક પરિસ્થતિઓમાં અને અમુક લોકોના ચરણ સ્પર્શ ન કરવા જોઇએ. ચાલો આજે તેના વિશે જાણીએ.. 

Viral Notice: here touching people's feet is banned

જમાઈ એ સાસરાના ચરણ સ્પર્શ ન કરવા જોઇએ 
પૌરાણિક માન્યતા અનુસાર, જમાઈએ કોઈ પણ સંજોગોમાં પોતાના સસરાના પગને સ્પર્શ ન કરવો જોઈએ. કહેવાય છે કે મહાદેવે રાજા દક્ષનો શિરચ્છેદ કર્યો ત્યારથી આ પરંપરા ચાલી આવે છે.

ભાણેજે મામાને પગે ન લાગવું જોઇએ 
એવું કહેવાય છે કે ભાણેજે ક્યારેય પોતાના મામાના પગને સ્પર્શ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ કંસનું વધ કર્યું ત્યારથી આ નિયમ પ્રચલિત છે. આજે પણ લોકો આ વાતને નકારતા નથી.

કુંવારી છોકરી 
ધાર્મિક માન્યતાઓ અનુસાર પુરુષે ક્યારેય કુંવારી છોકરીઓના પગને સ્પર્શ ન કરવો જોઈએ. વાસ્તવમાં, સનાતન પરંપરામાં કુંવારી કન્યાઓને દેવી-દેવતાઓનું મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે. આવું કરનારાઓએ પાપના ભાગીદાર બનવું પડશે.

સન્યાસી ક્યારેય કોઈના ચરણ સ્પર્શ કરતા નથી
સનાતન ધાર્મિક પરંપરામાં સન્યાસીને હંમેશા સન્માનની નજરે જોવામાં આવે છે. સન્યાસની દીક્ષા લીધા પછી સન્યાસી ક્યારેય કોઈના ચરણ સ્પર્શ કરતા નથી. તમે મહાન યોગીઓ અને સંતો સાથે આ જોયું જ હશે. આવી સ્થિતિમાં જેઓ સંન્યાસી છે અથવા સંન્યાસ લેવાની ઈચ્છા રાખે છે તેઓએ આ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ.

સૂતેલા વ્યક્તિના પગને સ્પર્શ ન કરવા જોઇએ
ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ આડું પડ્યું હોય કે સૂતું હોય તો તેના પગને સ્પર્શ ન કરવો જોઈએ. જો કે, મૃત વ્યક્તિના પગને જ સ્પર્શ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જે આવું કરે છે તેને પાપનો ભાગ બનવું પડે છે. આવી સ્થિતિમાં આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ.

Free photo traditional thai foot massage

મંદિરમાં કોઈના ચરણ સ્પર્શ કરશો નહીં
ધાર્મિક શાસ્ત્રોના નિષ્ણાતો કહે છે કે વ્યક્તિ ગમે તેટલી મોટી ઉંમરનો હોય, જો તે મંદિરમાં હોય તો તેના પગને સ્પર્શ ન કરવો જોઈએ. આમ કરવાથી મંદિરમાં સ્થિત દેવતાઓની મૂર્તિઓનું અપમાન થાય છે. તદુપરાંત, મંદિર પરિસરમાં આવું કરનારાઓને પાપના દોષી બનવાથી કોઈ બચાવી શકશે નહીં. તેથી આ વાતને હંમેશા ધ્યાનમાં રાખો. જો કે, મંદિર પરિસરની બહાર આવું કરવાની મનાઈ નથી.

અશુદ્ધ વ્યક્તિ
સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર, જો કોઈ વ્યક્તિ અશુદ્ધ અવસ્થામાં હોય તો તેના પગને સ્પર્શ ન કરવો જોઈએ. એવું કહેવાય છે કે આવું કરનારને પાપનું પાત્ર બનવું પડે છે.

પૂજા-પાઠ કરતાં સમયે 
એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પૂજા કરી રહ્યો હોય, માળાનો જાપ કરતો હોય અથવા ભજન ગાતો હોય તો તેના પગને સ્પર્શ ન કરવો જોઈએ. આમ કરવાથી કોઈ પણ વ્યક્તિ પાપનો ભાગ બનવાથી બચી શકશે નહીં. જો કે, જ્યારે વ્યક્તિ પૂજા કરી લે ત્યારબાદ તેના ચરણ સ્પર્શ કરી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ