બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Extra / do-not-forget-these-puja-things-on-dhanteras

NULL / ધનતેરસ પર 5 રૂપિયાનો આ સામાન ખરીદો થશે અઢળક ધનલાભ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ધનતેરસ પર માતા લક્ષ્મી અને કુબેરની સાથે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે અને સાથે જ ધનતેરસથી દિવાળીના તહેવારની શરૂઆત થાય છે જે ભાઇબીજ સુધી ચાલે છે. ઘરમાં હંમેશા સુખ અને સમુદ્ઘિ બની રહે તે માટે ધનતેરસના દિવસે ખરીદી કરવામાં આવે છે અને પૂજા પણ કરવામાં આવે છે. શાસ્ત્રોનુસાર ધનતેરસના દિવસે આર્થિક સમસ્યા દૂર કરવા માટે પૂજા કરતા સમયે આ વસ્તુઓ જરૂરથી મૂકવી જોઇએ. જેના પ્રયોગથી તમારા જીવનમાં કોઇ પણ મુશ્કેલી નહીં આવે. આજે અમે તમને 5 રૂપિયાના કેટલાક એવા ઉપાયો જણાવીશું જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઇ શકે છે. આવો જાણીએ શાસ્ત્રોમાં કઇ વસ્તુઓ પૂજામાં શામેલ કરવાનો જણાવવામાં આવ્યુ છે...

- શાસ્ત્રોમાં ધનતેરસની પૂજા સામગ્રી માટે પાનનો ઉપયોગ કરો. પાનને સંસ્કૃત ભાષામાં તાંબૂલ પણ કહેવામાં આવે છે. પાનના પત્તામાં દેવી-દેવતાઓનો વાસ હોય છે આ માટે ધનતેરસ અને દીવાળીની પૂજામાં તેનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. પાનના પત્તાથી જ પૂજનનો સંકલ્પ કરવામાં આવે છે. 

- ધનતેરસની પૂજા સોપારીના ઉપયોગ વગર શરૂ થતી નથી. શાસ્ત્રોનુસાર સુપારીને બ્રહ્મદેવ યમદેવ વરૂણદેવ અને ઇંદ્રદેવનું પ્રતિક માનવામાં આવે છે. ધનતેરસના દિવસે પૂજામાં પ્રયોગ કરવામાં આવેલી સુપારીને તિજોરી કે કબાટમાં રાખવું લાભદાયક માનવામાં આવે છે જેનાથી જીવનમાં ક્યારેય ધન-ધાન્યની કમી આવતી નથી.

- ધનતેરસના દિવસે પાંચ રૂપિયાનું અનાજ ખરીદીને લાવો અને માતા લક્ષ્મી અને ભગવાન ધનવંતરીના ચરણોમાં અર્પિત કરો. આ પછી તમારી આર્થિક સમસ્યાઓ દૂર કરવાની માંગ કરો. જે પછી અનાજને તમારા બગીચામાં વાવી દો અને થોડાને તિજોરીમાં રાખી દો.

- હિંદૂ ધર્મના થનારા તમામ શુભ કાર્યોમાં પતાશાનો ઉપયોગ કરવામાં આવે છે. પતાશા માતા લક્ષ્મીનો સૌથી પ્રિય ભોગ છે. મહાલક્ષ્મીની પૂજામાં પતાશાનો પ્રયોગ કરવામાં આવે છે. ધનતેરસના દિવસે સાચા મનથી મહાલક્ષ્મીને પતાશાનો ભોગ લગાવો અને તમારી સમસ્યાઓ વિશે માતાને વિનંતી કરો જેનાથી તમામ સમસ્યા દૂર થઇ જશે. 

- ધનતેરસના દિવસે દિવાળીનો આરંભ થાય છે અને આ દિવસે દીવડા કરવામાં આવે છે. આ દિવસે 5 રૂપિયાનુ કોડિયુ ખરીદી કરીને ઘરની બહાર દીવો કરો. આમ કરવાથી યમદેવ પ્રસન્ન થાય છે અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે.

- ધનતેરસ દિવસે મા લક્ષ્મીના પૂજન માટે ખીલ (એક પ્રકાર મમરા જેવું ધાન્ય) ખરીદવું જોઇએ. આ ખીલનો મા લક્ષ્મીનો ભોગ લગાવી તેને માછલીઓને ખવડાવી દો તેનાથી ધન સમુદ્ઘિ રહેશે.
 


તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ