હાલ સમગ્ર દેશ કોરોના વાયરસનો સામનો કરી રહ્યું છે. એવા સમયે કોરોના વાયરસના કારણે સબ્સક્રાઇબર્સને કોઇ પણ પ્રકારની પરેશાની ના થાય એના માટે ડિશ ટીવીએ પે લેટર શરૂ કર્યું છે.
સબ્સક્રિપ્શન સમાપ્ત થયા બાદ પણ તમે ટીવી જોઇ શકો છો અને બાદમાં પૈસા આપી શકો છો
થોડાક દિવસો પહેલા Tata Sky એ પણ પોતાના યૂઝર્સ માટે ઇમરજન્સી ક્રેડિટની સુવિધાને શરૂ કરી હતી
ડિશ ટીવીની આ સર્વિસથી તમને ફાયદો થશે કે સબ્સક્રિપ્શન સમાપ્ત થયા બાદ પણ તમે ટીવી જોઇ શકો છો અને બાદમાં પૈસા આપી શકો છો.
આ ઑફરને ખાસ કરીને એ સબ્સક્રાઇબર્સને ધ્યાનમાં રાખતા શરૂ કરવામાં આવી છે જે કોઇ કારણોથી રીચાર્જ કરી શક્યું નથી. આ વાતની જાણકારી કંપનીએ તાજેતરમાં પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટથી આપી છે.
આવી રીતે એક્ટિવ કરો સર્વિસ
જો તમે ડિશ ટીવીની આ સર્વિસનો ફાયદો ઊઠાવવા ઇચ્છો છો તો એના માટે તમારે વધારે કંઇ કરવાનું નથી, તમારે તમારા રજિસ્ટર મોબાઇલ નંબરથી 1800-274-9050 પર મિસ્ડ કૉલ કરવાનો છે.
ડિશ ટીવી ઉપરાંત થોડાક દિવસો પહેલા Tata Sky એ પણ પોતાના યૂઝર્સ માટે આ કોરોના વાયરસ લૉકડાઉનમાં ઇમરજન્સી ક્રેડિટની સુવિધાને શરૂ કરી હતી. ટાટા સ્કાઇની આ સુવિધાનો લાભ પણ એ સબ્સક્રાઇબર્સને મળશે જે પોતાનું રીચાર્જ કરાવી શક્યા નથી.
ટાટા સ્કાઇની આ સર્વિસનો લાભ ઊઠાવવા માટે 080-61999922 પર મિસ્ડ કૉલ કરવાનો છે. આવું કર્યા બાદ તમારા ટાટા સ્કાઇ અકાઉન્ટમાં બેલેન્સ આવી જશે અને તમે ટીવી જોઇ શકો છો.
તો બીજી બાજુ Airtel Digital Tv પણ પોતાના યૂઝર્સને COVID-19 Lockdown દરમિયાન ચાર પ્લેટફોર્મ સર્વિસ ફ્રી ઉપલબ્ધ કરાવી રહી છે. એરટેલ ડિજીટલ ટીવીની પાસે 30 થી વધારે વેલ્યૂ-એડેડ ચેનલ ઉપલબ્ધ છે.