બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડાયાબિટીસના દર્દીઓ ખાસ વાંચે, જાણો ભોજન પહેલાં અને પછી શું કરવું જોઈએ?
Last Updated: 11:34 PM, 3 March 2025
ખરાબ જીવનશૈલી અને ખોરાકનાં ખરાબ ટેવને કારણે ડાયાબિટીસ વધી રહી છે. ડાયાબિટીસમાં સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનું ઉત્પાદન બંધ કરી દે છે. જેનાથી બ્લડ શુગર લેવલ અનિયમિત રહે છે. તેથી જ ડોક્ટરો એ ભલામણ કરે છે કે દર વખતે જમ્યા પહેલા અને પછી બ્લડ શુગર ચેક કરવું જરૂરી છે.
ADVERTISEMENT
ફાસ્ટિંગ બ્લડ શુગર લેવલ
ફાસ્ટિંગ બ્લડ શુગર લેવલ એટલે કે ખાલી પેટે લેવાયેલો બ્લડ શુગર ટેસ્ટ. એક સ્વસ્થ વ્યક્તિ માટે 70-99 mg/dl સુગર લેવલ હોવું જોઈએ. જો 130 mg/dl કે તેથી વધુ હોય, તો તે ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે.
ADVERTISEMENT

જમ્યા પછી બ્લડ શુગર
ADVERTISEMENT
સામાન્ય સ્વસ્થ વ્યક્તિમાં 130-140 mg/dl બ્લડ સુગર જમ્યા પછી હોવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ માટે તે 180 mg/dl સુધી હોય શકે. જો 180 mg/dlથી વધુ હોય, તો તે આરોગ્ય માટે ખતરો છે.
સુગર લેવલ ચેક કરવાની રીત
ADVERTISEMENT
બ્લડ શુગર ચેક કરવા માટે તમે મેડિકલ સ્ટોર અથવા ઑનલાઇન બ્લડ શુગર મશીન ખરીદી શકો છો અથવા લૅબમાં પણ ચેક કરાવી શકો છો. પરંતુ દરરોજ લૅબ જવું મુશ્કેલ હોય, તેથી ઘરમાં મશીન રાખવું વધુ સારું રહેશે.
સાવચેતી
ADVERTISEMENT
જો તમારા શરીરમાં બ્લડ સુગર લેવલ વધારે છે તો તાત્કાલિક ડૉક્ટરને બતાવો અને યોગ્ય સારવાર કરો. આ ઉપરાંત યોગ આહાર અને દવા લો. નિયમિત કસરત કરવાનું રાખો. સમયાંતરે બ્લડ સુગર લેવલ ચેક કરતાં રહો.
વધુ વાંચો: તન, મન અને શરીર સ્વસ્થ રહેશે, બસ રોજ સવારે પીવાનું શરૂ કરી દો બ્લેક કોફી
ADVERTISEMENT
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.