બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / Dhoni started his second cricket academy in Gujarat

શરૂઆત / ગુજરાતમાં મહેંદ્ર સિંહ ધોનીએ પોતાની બીજી ક્રિકેટ એકેડમી શરુ કરી, આ શહેરને કર્યું પસંદ

Dinesh

Last Updated: 12:03 AM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેંદ્ર સિંહ ધોની ક્રિકેટ એકેડમીના સીઈઓ સોહેલ રઉફે કહ્યું, સૌરાષ્ટ્ર રણજી ટીમ ઘણા વર્ષોથી સારુ પ્રદર્શન કરી રહી છે અને તેમણે આ વર્ષે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. અમારી એકેડમી કોચિંગ અને યોગ્ય માર્ગદર્શન આપશે.

  • ધોનીએ ગુજરાતમાં પોતાની બીજી ક્રિકેટ એકેડમી શરુ કરી 
  • મહેંદ્ર સિંહ ધોનીએ આ પહેલા ક્રિકેટ એકેડમી અમદાવાદમાં શરુ કરી હતી
  • રાજકોટ શહેરની ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કૂલ સાથે કોલેબ્રેશન કર્યું

પૂર્વ ભારતીય કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીએ ગુજરાતમાં પોતાની બીજી ક્રિકેટ એકેડમી શરુ કરી છે. તેણે આ એકેડમી રાજકોટમાં શરુ કરી છે. આ એકેડમી માટે તેણે રાજકોટ શહેરની ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કૂલ સાથે કોલેબ્રેશન કર્યું છે. ગુરુવારે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ધોનીના સ્પોર્ટ્સ ટીચર અને બાળપણના કોચ કેશવ રંજન બેનર્જીએ કહ્યું, તેમનો ઉદેશ્ય પ્રતિભાશાળી બાળકોને ઉત્તમ કોચિંગ અને સલાહ આપવાનું છે. 

ધોની સાંકલચંદ પટેલ વિશ્વવિદ્યાલમાં એક નાનુ કોચિંગ પણ ચલાવે છે
આ એકેડમી સાથે રાજકોટ ગુજરાતનું બીજુ શહેર બની ગયું છે જ્યાં મહેંદ્ર સિંહ ધોનીની ક્રિકેટ એકેડમી છે. મહેંદ્ર સિંહ ધોનીએ આ પહેલા ક્રિકેટ એકેડમી અમદાવાદમાં 2021માં શરુ કરી હતી. ત્યારે તેણે શ્રી એન્ટરપ્રાઈઝ સાથે કોલેબ્રેશન કર્યું હતું. શ્રી એન્ટરપ્રાઈઝ પાસે ધોની ક્રિકેટ એકેડમીની ફ્રેન્ચાઈઝીના રાઈટ્સ છે. મહેંદ્ર સિંહ ધોની ક્રિકેટ એકેડમી મહેસાણાના વિસનગરમાં સાંકલચંદ પટેલ વિશ્વવિદ્યાલમાં એક નાનુ કોચિંગ પણ ચલાવે છે. આ જાણકારી એક મીડિયા અહેવાલમાં આપવામાં આવી છે.   

અહીંના બાળકો સૌરાષ્ટ્ર માટે રમે
મહેંદ્ર સિંહ ધોની ક્રિકેટ એકેડમીના સીઈઓ સોહેલ રઉફે કહ્યું, સૌરાષ્ટ્ર રણજી ટીમ ઘણા વર્ષોથી સારુ પ્રદર્શન કરી રહી છે અને તેમણે આ વર્ષે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.   અમારી એકેડમી કોચિંગ અને યોગ્ય માર્ગદર્શન આપશે. અમે ઈચ્છીએ છીએ કે અમારી એકેડમીના બાળકો સૌરાષ્ટ્ર માટે રમે. 

સોહેલ રઉફેનું નિવેદન
દિલ્હીના પૂર્વ રણજી ખેલાડી સોહેલ રઉફે આગળ કહ્યું, તેનું (ધોની) વિઝન બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર, ઉપકરણ, કોચ અને યુવા પ્રતિભાઓને અનુભવ પ્રદાન કરવાનું છે. એક ક્રિકેટર હોવાના નાતે છેલ્લા 25-30 વર્ષોમાં   મે આ સંઘર્ષનો અનુભવ કર્યો છે જેમાંથી એક ક્રેકિટરે પસાર થવું પડે છે અને અમારો પ્રયાસ છે કે અમે વર્તમાન પેઢીને શું સારુ આપી શકીએ. ઉલ્લેખનીય છે કે મહેંદ્ર સિંહ ધોનીની ક્રિકેટ એકેડમી ગુજરાત સિવાય ભારતના ઘણા શહોરમાં છે. જેમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્નાટક,   દિલ્હી અને રાજસ્થાન સામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ