બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / Dhirendra Shastri of Bageshwar Dham in Gujarat support of Saints regarding Divine Court

નિવેદન / બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે શું કહી રહ્યા છે ગુજરાતના સાધુ-સંતો?, ઋષિભારતી બાપુ, હરીજીવન સ્વામીએ આપી પ્રતિક્રિયા

Dinesh

Last Updated: 07:01 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાબા બાગેશ્વરના નામથી જાણીતા ધિરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટ આવવાના સમાચાર સાથે તેમની સામે વિરોધ અને પડકાર ફેકાંય રહ્યો છે તો બીજી તરફ તેમનું સમર્થન પણ કરવામાં આવી રહ્યું છે

  • ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો યોજાશે દિવ્ય દરબાર 
  • સનાતની ધર્મને લઈ આવકારું છુંઃ ઋષિ ભારતી બાપુ
  • બાબામાં છે દિવ્ય શક્તિ: હરીજીવન સ્વામી


ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના લોકદરબાર યોજાવાનો છે જેને લઈ અવનવા નિવેદનો સામે આવી રહ્યાં છે તેમજ વર્તમાનમાં આ મુદ્દો ખૂબ જ રસપ્રદ તેમજ ટ્રેન્ડિગ બન્યો છે, ધીરેન્દ્ર શાસ્ત્રીના લોકદરબારને લઈ ક્યાંક વિરોધના સૂર ઉઠ્યા છે તો વળી ક્યાંક સમર્થનના પોસ્ટર લાગ્યા છે ત્યારે આ બધાની વચ્ચે વિવિધ સંતો મહંતોના નિવેદનો સામે આવી રહ્યાં છે. બાબાના વિરોધ પર સંતોનો મતવ્યો સામે આવ્યા છે

'આમંત્રણ આવશે તો જરૂર જઈશું'
ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના યાજાનાર દિવ્ય દરબારને લઈ ઋષિ ભારતી બાપુનું નિવેદન સામે આવ્યું છે. ઋષિ ભારતી બાપુએ કહ્યું કે સત્ય હોય તો પ્રમાણ જરૂર મળશે હું વ્યક્તિગત ધીરેન્દ્ર શાસ્ત્રીને નથી ઓળખતો તેમજ સનાતન ધર્મને લઈ હું તેમને આવકારું છે. વધુમાં કહ્યું કે, અન્ય ધર્મના નામે પણ ધતિંગ થતા હોય છે તેમનો વિરોધ કેમ નથી થતો? અમને આમંત્રણ આવશે તો જરૂર જઈશું તેમ પણ ઋષિ ભારતી બાપુએ જણાવ્યું હતું.

હરીજીવન સ્વામીનું નિવેદન
બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારને લઈને હાલ ગુજરાતમાં વિવાદ સર્જાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મુળ તિરથ ધામ ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન શાસ્ત્રી હરીજીવન સ્વામીએ બાગેશ્વર બાબાનું સમર્થન કરતાં  વીટીવીને  કહ્યું કે. તેમનાંમાં કોઇક દિવ્ય શક્તિ છે. હિન્દુ સમાજે તેમને સમર્થન આપવું જોઇએ ન કે વિવાદ કરવો જોઇએ. બાબા બાગેશ્વરને ગઢડા મંદિર અને સ્વામીનારાયણ સંપ્રદાયના વતી ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે પધારવાનુ નિમંત્રણ પાઠવ્યું છે અને બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીમા કઈક શકિત છે અને બાબા બાગેશ્વર ધીરેન શાસ્ત્રી સનાતન ધર્મનો પ્રચાર કરે છે 

બાબા બાગેશ્વરને રાજકોટમાંથી મળ્યો પડકાર 
ગઈકાલે રાજકોટના સહકારી અગ્રણીએ બાબા બાગેશ્વરને ચેલેન્જ આપી હતી. ફેસબુક પર પોસ્ટ મૂકીને પુરુષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર્યા હતા. પુરુષોત્તમ પીપળીયાએ ફેસબુક પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, 'બાગેશ્વર બાબા જણાવે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોના ઈશારે આવે છે, જો તેઓ જણાવશે તો હું 5 લાખનું ઈનામ આપીશ' સહકારી અગ્રણી પુરુષોત્તમ પીપળીયાની ફેસબુક પોસ્ટે રાજકોટમાં ભારે ચર્ચા જગાવી છે. 

રાજકોટ બાદ અમદાવાદમાં પડકાર 
રાજકોટ બાદ અમદાવાદમાંથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે. અમદાવાદના ડૉક્ટર વસંત પટેલે ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. ડૉ.વસંત પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી ચેલેન્જ આપી છે. ડૉ.વસંત પટેલે જણાવ્યું છે કે, તેમનામાં કોઈ શક્તિ કામ કરતી હોય તો કેન્સર અને કિડની હોસ્પિટલમાં દર્દીઓના દુઃખ દૂર કરે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ