બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Dhirendra Shastri made a big announcement regarding marriage in Vadodara

નિવેદન / ધીરેન્દ્ર શાસ્ત્રીએ વડોદરામાં લગ્નને લઈને કર્યું મોટું એલાન, કહ્યું હું કોઈ સાધુ કે ફકીર નથી...

Malay

Last Updated: 01:42 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ લગ્નને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, 'મારા ગુરુ અને માતાની આજ્ઞા છે લગ્ન કરવાની. જે પાપ લાગે એને હું ભોગવી લઈશ, પરંતુ માતા-પિતાના એ ભાવને હું ડગવા નહીં દઉં.'

  • વડોદરામાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર
  • હું જરુર લગ્ન કરીશ, તમે શુટ તૈયાર રાખજોઃ બાબા
  • હું કોઈ સાધુ કે ફકીર નથીઃ ધીરેન્દ્ર શાસ્ત્રી

સુરત, અમદાવાદ, રાજકોટ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીના બે દિવસીય દિવ્ય દરબારનું વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબારના પહેલા દિવસે શહેરના નવલખી મેદાનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ જીપમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેઓ જીપમાં બેસીને નવલખી મેદાન ખાતે પહોંચ્યા હતા. 

આઠ વર્ષ સુધી મેં ભીખ માંગી, આજે ધામમાં 70 હજાર લોકો મફતમાં જમે છે: કહાની  બતાવતા રડી પડ્યા હતા ધીરેન્દ્ર શાસ્ત્રી | bageshwar dham dhirendra krishna  shastri started ...

લગ્નને લઈને આપ્યું મોટું નિવેદન
આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઓડિશામાં થયેલા ટ્રેન અકસ્માતને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. જે બાદ તેઓએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન લગ્ન કરવાને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 'હું જરૂર લગ્ન કરીશ,  હું કોઈ સાધુ કે ફકીર નથી.'

હું માત્ર હનુમાનજીનો ભક્ત છું: ધીરેન્દ્ર શાસ્ત્રી
જ્યારે પત્રકારે ધીરેન્દ્ર શાસ્ત્રીને લગ્નને લઈને સવાલ પૂછ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે,  'આ તો તમે બધાએ ઘણો જૂનો સવાલ પૂછી લીધો. લગ્ન ઘણા જલ્દી થશે અને તમે બધા તમારા શૂટ તૈયાર રાખજો. હું કોઈ મહાપુરુષ કે કોઈ ફકીર નથી. હું ફક્ત તમારી જેમ સામાન્ય માણસ જ છું, હું માત્ર હનુમાનજીનો ભક્ત છું.'

No description available.

'માતા-પિતાના ભાવને હું ડગવા નહીં દઉં'
ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે, 'મારા ગુરુ અને માતાની આજ્ઞા છે લગ્ન કરવાની, માતા-પિતાએ કહ્યું છે કે તમારે લગ્ન કરવાના છે. જે પાપ લાગે એને હું ભોગવી લઈશ, પરંતુ માતા-પિતાના એ ભાવને હું ડગવા નહીં દઉં. તેમની આજ્ઞા હું જરૂર માનીશ.'  

હિપ્નોટાઈઝને લઈને આપ્યું નિવેદન
હિપ્નોટાઈઝને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ સસ્તી લોકપ્રિયતા મેળવવાના ઉપાય હોય છે, જેથી કરીને આમના નામ તમારા સુધી પહોંચી જાય. જો હું એવું કરતો હોત તો અત્યાર સુધીમાં કરોડો-અરોબો રૂપિયા ભેગા કરી લેત. શું તમે થઈ ગયા હિપ્નોટાઈઝ? આ બધી સસ્તી લોકપ્રિયતા મેળવવાના  ઉપાય છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ