બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / dhanji aud dhabudi ma Video i am right

અમદાવાદ / ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડે વીડિયો વાયરલ કરી ખુલાસો કર્યો, કહ્યું હું તો સાચો જ છું

Divyesh

Last Updated: 03:14 PM, 5 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઢબૂડી મા ઉર્ફે ધનજી ઓડે એક વીડિયો શેર કરી ખુલાસો કર્યો છે. ઢબુડી મા એ વીડિયોમાં પોતે સાચો હોવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી ઢબૂડી માં ઉર્ફે ધનજી હજુ પણ ભૂગર્ભમાં છે.

જો કે ઢબૂડી માં ઉર્ફે ધનજી ઓડે સોશિયલ મીડીયામાં વીડિયો વાયરલ કર્યો છે. જો કે ધનજી ઓડ દ્વારા વીડિયો શેર કરી તેમના પર લાગવામાં આવેલા આરોપોને લઇને સોશિયલ મીડિયામાં વીડિયો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. 

ઢબૂડી માં ઉર્ફે ધનજી ઓડે હાલ ફરાર છે અને આવતીકાલે કોર્ટમાં આગોતરા જામીન પર સુનાવણી હાથ ધરવામાં આવવાની છે. જો કે તે પૂર્વે ધનજી ઓડે વીડિયો જાહેર કર્યો છે અને ભક્તોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. ધનજી ઓડે વીડિયો જાહેર કરીને કેટલાક ખુલાસા કર્યા છે.

જેમાં બે વ્યક્તિનો પણ ઉલ્લેખ કર્યો છે. આ બન્ને વ્યક્તિએ તેના પર ખોટા આરોપ લગાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં ધનજી ઓડ પોલીસથી બચવા માટે ફરાર થઈ ગયો છે. જોકે વીડિયોમાં કહેતા નજરે પડી રહ્યો છે કે તે કોઈ ફરાર નથી થયો. આ સાથે જ જે લોકોએ તેના અંગે મીડિયાને જાણ કરી છે તેવા લોકોને ભગવાન સજા આપશે તેવા શબ્દો પણ ઉચ્ચારી રહ્યો છે.



ધનજી ઓડનું વિદેશમાં બેંક એકાઉન્ટ
ઢબુડી માના નામે ભુવો બનીને અંધશ્રદ્ધા ફેલાવવા ગ્રામજનોએ પોલીસને અરજી કરી હતી. ગ્રામજનોએ ધનજી ઓડને ગામમાંથી કાઢીને પોલીસને જાણ કરી હતી. ત્યારે હવે ધનજી ઓડના નાટકનો પર્દાફાશ થયો છે. વિદેશમાં બેંક એકાઉન્ટ ધરાવતા ધનજી ઓડની મિલકતને લઈને તપાસ હાથ ધરાઈ રહી છે. હાલમાં અમદાવાદ પોલીસ ધનજી ઓડના યુટ્યુબ એકાઉન્ટ અને સેવકોની તપાસ કરવામાં આવી રહી છે.

ગાંધીનગરના રૂપાલ ગામનો ધનજી ઓડ નામનો પુરૂષ ચૂંદડી ઓઢી ઢબુડી મા બન્યો હોવાનો ખુલાસો થયો હતો. જેના હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે. ધનજી ઓડનો દાવો છે કે તેના પર જોગણી માતાની કૃપા થઈ છે. ભક્તો તેને રૂપાલની જોગણી માતાના નામે ઓળખે છે. ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ માથા પર ચૂંદડી ઓઢી ધૂણે છે. રૂપાલ સહિત રાજ્ય ભરના અનેક ગામોમાં તથા મુંબઈમાં અનેક કાર્યક્રમો કરી ચૂકી છે ઢબુડી મા.

અગાઉ VTV સાથે વાતચીત કરતા ધનજી ઓડે બોટાદના બનાવને લઇને જણાવ્યું હતું કે, આ અંગે મને કોઇ ખ્યાલ જ નથી. આ બનાવ હવે પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ પોતાનો બનાવ છે. તે વ્યક્તિ ક્યારેય મને મળ્યો નથી અને ક્યારેય તેણે આવીને કહ્યું નથી કે, મારા દિકરાને આ પ્રકારની તકલીફ છે. આ સ્થળ એક આસ્થાનું કેન્દ્ર છે. અહીં કોઇપણ પ્રકારના દોરા-ધાગા કરવામાં આવતા નથી. જેને આસ્થા હોય, શ્રદ્ધા હોય કે વિશ્વાસ હોય તે જ વ્યક્તિ અહીં આવતી હોય છે. 

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડે વધુમાં કહ્યું હતું કે, મારી પાસે એક હજાર લોકો આવતા હોય છે તેમાંથી 700 લોકોનું કામ થાય અને કોઇ કારણોસર 300 લોકોનું કામ ન થાય તો તેને હું માર્ગ દેખાડું છું. જે લોકો મારી પાસે આસ્થાથી આવે છે તેના કામ થાય જ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ