બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / dhani ram mittal indias super thief who posed as judge freed 2000 criminal als dies

'નટવરલાલ'નું હાર્ટએટેકથી મોત / ભારતના 'સુપર ચોર'ના હેરાનીભર્યાં કારનામા, 1000 કાર ચોરી, જજ બનીને પોતાને-હજારો ગુનેગારો છોડાવ્યાં

Hiralal

Last Updated: 03:36 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'સુપર નટવરલાલ' અને 'ઈન્ડિયન ચાર્લ્સ શોભરાજ'ના નામથી જાણીતા ધનીરામ મિત્તલનું 85 વર્ષની વયે હાર્ટએટેકથી અવસાન થયું છે.

'સુપર નટવરલાલ' અને 'ઈન્ડિયન ચાર્લ્સ શોભરાજ'ના નામથી જાણીતા ધનીરામ મિત્તલનું 85 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત થયું હતું. શનિવારે તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવાયાં હતા. ધનીરામ મિત્તલ ભારતના સૌથી વિદ્વાન અને બુદ્ધિશાળી ગુનેગાર તરીકે જાણીતો હતો. તેના કારનામા એવા છે કે સહુ કોઈ હેરાન થઈ જાય, ત્યાં સુધી કે છેક કોર્ટમાં પણ નકલી જજ બની બેઠો હતો અને પોતાને તથા તેના જેવા બીજા ગુનેગારોને છોડાવ્યાં હતા. કાયદામાં સ્નાતકની ડિગ્રી હોવા છતાં અને હસ્તલેખન નિષ્ણાત અને ગ્રાફોલોજિસ્ટ હોવા છતાં, તેણે ચોરી દ્વારા જીવન નિર્વાહ કરવાનું પસંદ કર્યું. તેણે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ અને પંજાબ જેવા અલગ અલગ રાજ્યોમાંથી 1000થી વધુ કાર ચોરી કરી છે. તે એટલો દુષ્ટ હતો કે તેણે ધોળા દિવસે ખાસ કરીને દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં આ ચોરીઓ કરી હતી.

જજ બનીને 2270 ગુનેગારો છોડી મૂક્યાં 
કોઈ પણ લખાણની બરાબર નકલ કરવામાં તે નિપુણ હતો. ધનીરામ પર બનાવટીના 150 કેસ નોંધાયા હતા. તેની પાસે કાયદાની ડિગ્રી હતી અને તે પોતાના કેસોનો બચાવ જાતે જ કરતો હતો. તેમણે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને રેલ્વેમાં નોકરી પણ મેળવી હતી અને 1968 થી 74ની વચ્ચે સ્ટેશન માસ્ટર તરીકે કામ કર્યું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે તે પોતે નકલી પત્રની મદદથી જજ બન્યો અને 2270 આરોપીઓને જામીન આપ્યા.

ખોટા પત્ર દ્વારા જજને રજા પર મોકલી દીધાં 
70ના દાયકાની વાત છે, ધની રામે એક અખબારમાં ઝજ્જરના એડિશનલ જજ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપવાના સમાચાર વાંચ્યા હતા. આ પછી તેણે કોર્ટ પરિસરમાં જઈને માહિતી લીધી અને એક પત્ર ટાઈપ કરીને ત્યાં જ સીલબંધ કવરમાં રાખ્યો. તેણે આ પત્ર પર હાઈકોર્ટના રજિસ્ટ્રારની નકલી સ્ટેમ્પ લગાવી, તેના પર સહી કરી અને ખાતાકીય તપાસ કરનાર જજના નામે મૂકી દીધી. આ પત્રમાં જે તે જજને બે મહિનાની રજા મોકલવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ બનાવટી પત્ર વાંચ્યા બાદ જજ રજા પર ચાલ્યાં ગયાં હતા. 

જજ બનીને પોતાનો કેસ સાંભળ્યો અને બીજાને પણ છોડયાં 
બીજે દિવસે એ જ અદાલતમાં હરિયાણા હાઈકોર્ટના નામે વધુ એક સીલબંધ પરબીડિયું આવી પહોંચ્યું હતું, જેમાં નવા ન્યાયાધીશની નિમણૂક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જે તે ન્યાયાધીશની રજાના બે મહિના દરમિયાન તેમના કામની દેખરેખ રાખશે. આ પછી ધનીરામ પોતે જજ તરીકે કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટના તમામ સ્ટાફે તેમને અસલી જજ તરીકે સ્વીકાર્યાં હતા અને આ રીતે તે 40 દિવસ સુધી ખોટા કેસો સાંભળતો રહ્યો હતો અને હજારો કેસોનું સમાધાન કર્યું હતું. ધની રામે આ સમયગાળા દરમિયાન 2740 આરોપીઓને જામીન પણ આપ્યા હતા.

કોર્ટને ખબર પડે એ પહેલા પોબારા ગણી ગયો 
ધની રામ મિત્તલે પોતે નકલી ન્યાયાધીશ બનીને પોતાની સામેનો કેસ સાંભળ્યો અને પોતાને નિર્દોષ જાહેર કરાવી દીધો હતો પરંતુ કોર્ટને ખબર પડે કે તે પહેલા તો તે નાસી છૂટ્યો હતો આ પછી તેણે જે પણ ગુનેગારો છોડ્યાં હતા તેને શોધી કાઢીને ફરી કેદ કરવામાં આવ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ