બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Devotees are very enthusiastic about Mahashivratri in Gujarat

મહાશિવરાત્રી 2023 / સોમનાથમાં ધ્વજારોહણમાં જોડાયા રૂપાણી, ભવનાથના દર્શન માટે ભારે ભીડ; વડોદરામાં નીકળશે 'શિવજી કી સવારી'

Malay

Last Updated: 11:56 AM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાશિવરાત્રીને લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરથી લઈ રાજ્યના વિવિધ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં છે. ભક્તો મહાદેવને રિઝવવા શિવલિંગ પર દૂધ, જળ, શેરડીનો રસ અને મધથી અભિષેક કરી રહ્યા છે.

  • મહાશિવરાત્રીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ
  • વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ
  • હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે શિવ મંદિરો
  • દૂધ, જળ, શેરડીનો રસ, મધથી અભિષેક કરી રહ્યા છે ભક્તો

આજે ભગવાન ભોળાનાથને રિઝવવાનો પવિત્ર તહેવાર એટલે શિવરાત્રી છે. શિવરાત્રી એટલે શિવ અને માતા પાર્વતીની પૂજાનો સૌથી મોટો તહેવાર. મહા મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિએ મહાશિવરાત્રીનો પર્વ ઊજવવમાં આવે છે. શિવજીના આ વિશેષ પર્વ પર ભક્તો દ્વારા ખાસ પૂજા કરવામાં આવે છે. શિવરાત્રીના આ પર્વ સાથે જોડાયલી અનેક માન્યતાઓ અને દંતકથાઓ છે. આજના દિવસે અનેક લોકો ભક્તિ અને શ્રદ્ધાથી મહાદેવને રીઝવવાનો પ્રયત્ન કરે છે. મહાશિવરાત્રીનો આ દિવસ તમામ કાર્યો માટે શુભ માનવામાં આવે છે. મહાશિવરાત્રીના પાવન પર્વે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા છે. વહેલી સવારથી ભાવિ ભક્તો ભોળાનાથના દર્શન માટે મંદિરોમાં ઊમટી રહ્યા છે. મંદિરોમાં ભક્તોની લાંબી કતાર સાથે ભારે ભીડ જોવા મળી રહી છે. 

જય સોમનાથના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું
આજે વહેલી સવારથી જ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. દેવાધિદેવ મહાદેવના સોમનાથ મંદિરના સાનિધ્યમાં આજે અલૌકિક વાતાવરણ છે. મહત્વનું છે કે, આજે સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે. આ સાથે રાત્રે ચાર પ્રહરની મહાપૂજા અને મહાઆરતીનું પણ આયોજન છે. મહાશિવરાત્રીના પર્વને લઈ આજે જય સોમનાથના નાદથી સોમનાથ મંદિર ગુંજી રહ્યું છે.  વહેલી સવારથી જ સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરના ધ્વજારોહણ કરાયું છે. મહત્વનું છે કે, આજે સવારથી પાર્થેશ્વર પૂજા, બિલ્વપૂજા સહિતની પૂજામાં લાખો ભાવિકો જોડાયા છે. 

વિજય રૂપાણીએ સોમનાથદાદાના કર્યા દર્શન 
મહાશિવરાત્રીને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. મહાશિવરાત્રી પર સોમનાથ દાદાના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. જેને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા અગાઉ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આજે એટલે કે મહાશિવરાત્રી પર સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે.  પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.

કષ્ટભંજનદેવને કરાયો અનોખો શણગાર
સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને મહા શિવરાત્રી નિમિત્તે અનોખો શણગાર કરાયો છે. આજે મહાશિવરાત્રી અને શનિવારનો સમન્વય થયો છે. ત્યારે કષ્ટભંજન દેવને શિવજીનો શણગાર કરાયો છે.  દાદાને ત્રિશૂળ, ડમરું, સાપ સહિતનો ભવ્ય શણગાર કરાયો છે. મોટી સંખ્યામાં ભક્તો દાદાના દિવ્ય શણગારના દર્શન કરવા માટે સાળંગપુર પહોંચી રહ્યા છે. 

અમદાવાદના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી કતાર
અમદાવાદના તમામ શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે.  મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવાલયોમાં શિવભક્તો દર્શન માટે પહોંચ્યા છે. અંકુર ચાર રસ્તા પાસે આવેલા કામેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે.  કામેશ્વર મંદિરમાં ચાર પ્રહરની વિશેષ આરતી પણ કરવામાં આવશે. શિવભક્તો દૂધ,  જળ, શેરડીનો રસ અને ભાંગનો અભિષેક પણ કરી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદના રખિયાલમાં આવેલા ચકુડીયા મહાદેવ ખાતે ભક્તોની લાઈન લાગી છે. બમ બમ ભોલેના નાદથી મંદિર ગુંજી રહ્યું છે.  વહેલી સવારથી ભગવાન મહાદેવના દર્શન કરવા કતાર લાગી છે.  ચકુડીયા મહાદેવ મંદિર ખાતે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભક્તો મહાદેવને બિલી પત્ર અને ધતુરો પણ ચડાવી રહ્યા છે.

ભવનાથ મંદિરે ભક્તોની જામી ભીડ
જૂનાગઢમાં મહાશિવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.  ભવનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જામી છે.  ભાવિકો મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. જૂનાગઢમાં રાજ્યભરમાંથી લોકો પહોચ્યા છે. જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે મુંબઇથી આવેલા 16.5 ફૂટનો વ્યાસ ધરાવતો 250 કિલોના આર્ટિફિશિયલ શંખને મહા શિવરાત્રીના પાવન દિવસે વિધી બાદ દર્શનાર્થે ખુલ્લો મુકવામાં આવશે. 

ભક્તો બિલિપત્ર પણ શિવલિંગ પર  અર્પણ કરી રહ્યા
મહાશિવરાત્રી પર્વને લઈ વડોદરાના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી છે.  શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. નવનાથ મહાદેવ પૈકી ભીમનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જામી છે.  સવારથી જ ભક્તો ભગવાન ભોલેનાથને રીઝવવા લાઈનમાં લાગ્યા છે. શિવલિંગ પર ભક્તો દૂધ, જળ, શેરડીનો રસ, મધથી અભિષેક કરી રહ્યા છે.  ભગવાન ભોલેનાથને રિઝવવા ભક્તો બિલિપત્ર પણ શિવલિંગ પર  અર્પણ કરી રહ્યા છે.  વડોદરાના પ્રતાપનગર ખાતે આવેલા ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી આજે શિવજી કી સવારી નિકળશે. આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શિવજી કી સવારીનું સ્વાગત કરશે. જે બાદ સુરસાગર તળાવમાં સુવર્ણ જડિત શિવ પ્રતિમાની મુખ્યમંત્રી આરતી ઉતારશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ