બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Deepak Babria was made in-charge of Delhi and Haryana

રાજકારણ / શકિતસિંહ ગોહિલ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના મોટા ગજાના આ નેતાને સોંપાઈ બે રાજ્યોની મહત્વની જવાબદારી, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 09:21 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ હાઈકમાન્ડે દિપક બાબરિયાને દિલ્હી અને હરિયાણાના પ્રભારી બનાવાયા છે, બાબરિયા આ પહેલા પણ મધ્યપ્રદેશના પ્રભારી રહી ચૂક્યા છે

  • દિપક બાબરિયાને દિલ્હી અને હરિયાણાના પ્રભારી બનાવાયા
  • બાબરિયા આ પહેલા પણ મધ્યપ્રદેશના પ્રભારી રહી ચૂક્યા છે
  • વર્ષા ગાયકવાડની મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી

 

લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસનું હાઈકમાન્ડ એક્શનમાં આવ્યું છે, ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને બનાવાયા છે જ્યારે દિપક બાબરિયાને દિલ્હી અને હરિયાણાના પ્રભારી બનાવાયા છે. મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા, જ્યાં હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી છે તેમજ દિપક બાબરિયાને પ્રભારીની જવાબદારી સોંપી છે. નોંધનીય છે કે, ગુજરાતના કોંગી નેતાઓની હાઇકમાન્ડ સાથે મહત્વની બેઠક થઈ હતી. આ બેઠકને લઈ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, દિપક બાબરિયા સહિતના નેતાઓ દિલ્હીમાં હાજર રહ્યાં હતાં. 

દિપક બાબરિયાને સોંપાઈ જવાબદારી
કોંગ્રેસ હાઈકમાન્ડે દિપક બાબરિયાને દિલ્હી અને હરિયાણાના પ્રભારી બનાવાયા છે અત્રે તમને જણાવી દઈએ કે, બાબરિયા આ પહેલા પણ મધ્યપ્રદેશના પ્રભારી રહી ચૂક્યા છે તેમજ કર્ણાટકના યુવા નેતા મન્સૂર અલી ખાન તેલંગાણાના સહ-પ્રભારી તરીકે નિયુક્ત થયા છે અને વર્ષા ગાયકવાડની મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

દિપક બાબરીયા કેમ જવાબદારી સોંપાઈ
સંગઠનનો મોટો અનુભવ 
મધ્યપદેશમાં પ્રભારી તરીકેની નિભાવી ચુક્યા છે જવાબદારી 
દીપક બાબરીયા ગાંધી પરિવારના ખાસ નજીકના નેતા ગણાય છે
બાબરીયા કોંગ્રેસ હાઈકમાન્ડના નજીકના વ્યક્તિ 
કર્ણાટકમાં મુખ્‍યમંત્રીનું કોકડુ ઉકેલવા કોંગ્રેસે ગુજરાતના દિપક બાબરીયાને જવાબદારી સોંપાઈ હતી 
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની કમલનાથ CM બન્યા ત્યારે બાબરીયા હતા પ્રભારી

હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી
ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે. મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા, જ્યાં હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી છે. નોંધનીય છે કે, ગુજરાતના કોંગી નેતાઓની હાઇકમાન્ડ સાથે મહત્વની બેઠક થઈ હતી. આ બેઠકને લઈ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ દિલ્હીમાં હાજર રહ્યાં હતાં. 

શક્તિસિંહ ગોહિલની રાજકીય કારકિર્દી
તેઓ હાલ રાજ્યસભાના સાંસદ છે તેમજ AICCના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. 1991 થી 1995 દરમિયાન સરકારના વિવિધ વિભાગ સંભાળ્યા હતા તેમજ નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા વિભાગના મંત્રી તરીકે રહી ચુક્યા છે. 2007થી 2012 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચુક્યા છે તેમજ 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામે થયો હતો. લિમડાના શાહી પરિવારના તે મોટા પુત્ર છે. શક્તિસિંહે બીએસસી, એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે. ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ