બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Decision of Education Department in favor of primary school teacher

આયોજન / BIG BREAKING: શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, બદલી કેંપોની તારીખ જાહેર, શિક્ષણમંત્રીએ કર્યું ટ્વિટ

Dinesh

Last Updated: 07:52 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાથમિક શાળાના શિક્ષકના હિતમાં નિર્ણય, નવા નિયમો આધિન પ્રથમવાર જિલ્લા આંતરિક બદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

  • પ્રાથમિક શાળાના શિક્ષકના હિતમાં શિક્ષણ વિભાગનો નિર્ણય
  • જિલ્લા આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર
  • પ્રથમ તબક્કો તારીખ 02 જૂનથી 1 જુલાઈ 2023 સુધી યોજાશે

શિક્ષકોની બદલીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે, લાંબા સમયથી રાહ જોઇ રહેલા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 

પ્રથમ વાર નવા બદલી નિયમો આધિન આંતરિક બદલી કેમ્પ
લાંબા વિવાદ બાદ થોડા સમય અગાઉ જ બદલી મુદ્દે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ પ્રથમ વાર નવા નિયમો આધિન પ્રથમવાર જિલ્લા આંતરિક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કો તારીખ 02 જૂનથી 1 જુલાઈ 2023 સુધી યોજાશે.

લાંબી લડત બાદ નવા નિયમો જાહેર કરાયા હતા
બે વર્ષની લડત બાદ શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર કરાયા હતા. પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીનો મુદ્દો રાજ્યભરમાં ચર્ચાયો હતો. 2 વર્ષથી આ મુદ્દા અંગે નહોંતુ આવતું કોઈ નિરાકરણ. ત્યારે  લાંબા સમયથી અટકી પડેલી શિક્ષકોની બદલી પ્રક્રિયા ફરી થશે શરૂ કરાઈ. જિલ્લા વિભાજન અન્વયે થતી બદલીઓનો ઠરાવમાં સામાવેશ કરાયો છે. શિક્ષણ વિભાગના નિર્ણયથી 40 હજારથી વધુ શિક્ષકોમાં આનંદની લાગણી છે. નવું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય તે પહેલા બદલી કેમ્પ પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.

શું હતી શિક્ષકોની માગણીઓ?
એપ્રિલ 2022માં સરકારના સુધારા ઠરાવ સામે વાંધો ઉઠાવ્યો હતો. સરકારના નિર્ણય વિરુદ્ધ શિક્ષકો કોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટમાં 250થી વધુ પિટીશન કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયા પણ બદલી કેમ્પ મોકુફ રહેતા અટકી પડી હતી. શિક્ષકોની  બદલી અંગે શિક્ષક સંઘે પણ સરકાર સાથે 6 બેઠકો કરી હતી.

250થી વધુ પિટિશન થઈ હતી
અત્રે ઉલ્લેખીય છે કે, ગત એપ્રિલ 2022ના રોજ થયેલા સુધારા ઠરાવ સામે વાંધો પડતાં શિક્ષકો કોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટમાં 250થી વધુ પિટિશન હાઈકોર્ટમાં કરાઈ હતી. હાઈકોર્ટમાં મામલો પહોંચતાં બદલી કેમ્પ મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. બીજી તરફ નવા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પણ બદલી કેમ્પુ મોકુફ રહેતા અટકી પડી હતી. જો કે, થોડા દિવસ અગાઉ શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યો હતા અને ત્યારબાદ હવે કેમ્પ જાહેર કર્યો છે.
 

 

સંકળાયેલા મુદ્દાઓ

Decision Gandhinagar news education department બદલી કેંપો શિક્ષણમંત્રી Decision of Education Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ