બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / Daya bhabhi reentry confirmed in 'Taarak Mehta Ka Oolta Chashma': Asit Modi made this big announcement

મનોરંજન / 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાની વાપસી કન્ફર્મ: સિરિયલના 15 વર્ષ પૂર્ણ થવા પર આસિત મોદીએ કર્યું આ મોટું એલાન

Megha

Last Updated: 01:17 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 15 વર્ષ પૂર્ણ કર્યા અને ટીવી પર સૌથી લાંબો ચાલતો શો બની ગયો છે. આ અવસર પર અસિત મોદીએ દયાબેનને શોમાં પાછા લાવવાનું ચાહકોને વચન આપ્યું છે.

  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 15 વર્ષ પૂર્ણ કર્યા છે
  • આ અવસર પર અસિત મોદીએ દિશા વાકાણી વિશે જાહેરાત કરી 
  • એમને ચાહકોને દયાબેનને શોમાં પાછા લાવવાનું વચન આપ્યું છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. આ શો તેની કોમેડી માટે જાણીતો છે. શોના તમામ કલાકારો પણ તેમના અભિનયના કારણે ઘર-ઘરમાં ઓળખાય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 15 વર્ષ પૂર્ણ કર્યા છે અને તે ટીવી પર સૌથી લાંબો ચાલતો શો બની ગયો છે. 15 વર્ષ પૂરા થવા પર શોના નિર્માતા અસિત મોદીએ દિશા વાકાણી વિશે જાહેરાત કરી છે અને તેમના ચાહકોને દયાબેનને શોમાં પાછા લાવવાનું વચન આપ્યું છે. 

દિશા વાકાણી ટૂંક સમયમાં પરત ફરશે 
વાત એમ છે કે 15 વર્ષ પૂરા થવા પર અસિત મોદીએ કહ્યું કે 15 વર્ષની આ સફરમાં દરેકને હાર્દિક અભિનંદન. આવા ઘણા કલાકારો છે, આપણે તેમને ભૂલી શકતા નથી, તે કલાકાર છે દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી. તેણે આટલા વર્ષો સુધી ચાહકોનું મનોરંજન કર્યું અને અમને હસાવ્યા. ચાહકો તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે અને હું તમને બધાને વચન આપું છું કે દિશા વાકાણી ટૂંક સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછી આવશે. 

જેઠાલાલે પણ અભિનંદન પાઠવ્યા હતા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે આ શોમાં તેમની 15 વર્ષની સફર વિશે વાત કરી છે. જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ કહ્યું કે અમારા નિર્માતા અસિત કુમાર મોદીનું સ્વપ્ન હતું કે તારક ભાઈ મહેતાની કૉલમ 'દુનિયા ના ઉલ્ટા ચશ્મા'થી પ્રેરિત શો બનાવવાનું. પહેલો એપિસોડ 28 જુલાઈ 2008ના રોજ આવ્યો હતો અને 15 વર્ષ પછી પણ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આ શોને ચાલુ રાખવા માટે દરેક વ્યક્તિની મહેનત છે જે અમને બધાને 100 ટકા આપવા માટે પ્રેરિત કરે છે. 

અસિત મોદીએ ક્રૂનો આભાર માન્યો હતો
શોના 15 વર્ષ પૂર્ણ થવા પર અસિત મોદીએ તમામ કલાકારો અને ક્રૂ સભ્યોને પણ યાદ કર્યા છે, જેઓ પણ આ પ્રવાસ દરમિયાન મૃત્યુ પામ્યા છે અને તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેણે તમામ ક્રૂ સભ્યો અને કલાકારોને પણ અભિનંદન આપ્યા જેઓ શોનો ભાગ હતા અને બાદમાં એ લોકોને પણ અભિનંદન આપ્યા જેઓ મૂલ્યવાન યોગદાન આપીને શોમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો. 

જણાવી દઈએ કે આ શો છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલો છે. શોમાં મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી સહિત ત્રણ લોકો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જે બાદ આ શો ઘણા સમયથી ચર્ચામાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ