બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / cyclone amphan pm modi arrives in kolkata

અમ્ફાન વાવાઝોડુ / PM મોદીએ બંગાળના હવાઈ નિરીક્ષણ બાદ કરી 1000 કરોડના રાહત પેકેજની જાહેરાત

Divyesh

Last Updated: 02:21 PM, 22 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીને લઇને હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાને લઇને ભયંકર તબાહી જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા 283 વર્ષમાં આવેલું ભયંકર વાવાઝોડુ છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમ્ફાન વાવાઝોડાનું હવાઇ સર્વેક્ષણ કરવાને લઇને કોલકાતા પહોંચ્યાં હતાં. પીએમ મોદીનું બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ હવાઈ નિરીક્ષણ બાદ ત્યાંથી જ પ.બંગાળની આ આફત સામે રાહત પેકેજ માટે રૂ. 1000 કરોડની જાહેરાત કરી હતી. અહીંથી તેઓ હવે ઓરિસ્સા જશે અને ત્યાં હવાઈ નિરીક્ષણ કરશે.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતાં
  • અમ્ફાન વાવાઝોડા બાદની સ્થિતિની નિરીક્ષણ કર્યુ
  • રાહત પેકેજ માટે 1000 કરોડની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યના ગર્વનર જગદીપ ધનકડ અને કેન્દ્રીય મંત્રીએ હેલિકોપ્ટરમાં  બેસી વાવાઝોડાના અસગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. જ્યાં તેમણે પ.બંગાળની જનતાને સંબોધન કર્યુ હતું અને આ કુદરતી આફતની સામે બંગાળને ફરી ઊભું કરવા માટે કેન્દ્ર સરકારે રૂ.1000 કરોડની જાહેરાત કરી હતી. 

પીએમ મોદીએ કહ્યું હતું કે બંગાળ હાલમાં લૉકડાઉન અને વાવાઝોડું એમ બંને આફતોનો સામનો કરી રહ્યો છે ત્યારે અહીંની પ્રજાએ જે રીતે સંયમ દેખાડ્યો છે તેની સરાહના કરું છું. તેમણે કહ્યું હતું કે પ.બંગાળની આ દુઃખની ઘડીમાં આખો દેશ તેમની સાથે છે. અને આશા રાખીએ છીએ કે જલ્દીથી પ.બંગાળ ફરીથી આ કુદરતી આફતમાંથી બહાર આવી જાય.

ઉલ્લેખનીય છે કે આજે સવાર સુધીમાં અમ્ફાન વાવાઝોડાના કારણે 80 લોકોના મોત નિપજ્યાં છે. રાજ્યમાં અંદાજે 1,00,000 કરોડના નુકસાનની ભીતિ છે. 

આખો દેશ બંગાળની સાથે : PM મોદી

અમ્ફાનના વાવાઝોડામાં 80 લોકોએ જીવ ગુમાવ્યા એનું મને ખુબ દુઃખ છે અને દહેશત સામે લડવાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને લડી રહી છે. અમ્ફાને વેરેલી તારાજીમાંથી પશ્ચિમ બંગાળ ફરી ઉભું થશે અને વિકાસની નવી ઉંચાઈ પર પહોંચશે એનો મને વિશ્વાસ છે. મારા પશ્ચિમ બંગાળના ભાઈ-બહેનોને હું આશ્વસ્થ કરવા માંગુ છું, કે આ દુઃખની ઘડીમાં આખો દેશ તમારી સાથે ઉભો છે. અમ્ફાનની દહેશતને પહોંચી વળવા કેન્દ્ર સરકારની એક ટીમ નુકશાન અંગે ડિટેલ સર્વે કરશે.

મૃતકોને મદદની જાહેરાત

પીએમ મોદીએ 1000 કરોડના રાહત પેકેજની સાથે સાથે અમ્ફાન વાવાઝોડામાં મૃત્યુ પામેલાં લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની મદદ કરીશું અને ગંભીર ઈજાગ્રસ્તને 50 હજારની મદદની પણ જાહેરાત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંકટ વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત દિલ્હીની બહાર કોઇ મુલાકાતે પહોંચ્યા હતાં. દેશમાં કોરોના વાયરસને લઇને 25 માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. 

ઓરિસ્સાની પણ મુલાકાત લેશે પીએમ મોદી

અમ્ફાન વાવાઝોડાને લઇને ઓડિશામાં નુકસાન થયું છે. જો કે પશ્ચિમ બંગાળની સરખામણીએ અહીં ઓછુ નુકસાન જોવા મળી રહ્યું છે. જો કે પ્રધાનમંત્રી કાર્યાલયના ટવિટ અનુસાર પીએમ મોદી ઓડિશામાં થયેલા નુકસાનનું પણ હવાઇ નિરીક્ષણ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ