બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / cultural ministry issues guidelines for holding cultural event sops artistes

તમારા કામનું / આ વર્ષે તહેવારોમાં કલાકારો સાથે નો- સેલ્ફી, નો -કોંગ્રેચ્યુલેશન, જાણો સરકારની સંપૂર્ણ ગાઈડલાઈન

Dharmishtha

Last Updated: 09:11 AM, 21 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવનારા 2 મહિનામાં દેશમાં અનેક તહેવારો આવી રહ્યા છે. નવરાત્રિ બાદ દિવાળી અને છઠ પુજા છે. નવરાત્રિ દરમિયાન દેશમાં અનેક સ્થળોએ રામ લીલાનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા દેશભરમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. પરંતુ કોરોની વચ્ચે તમામ તહેવારોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે સાવધાની એ જ એક માત્ર વિકલ્પ છે.

  • સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે
  • ગાઈડલાઈનનો કડક અમલ કરવાની સાથે કાર્યક્રમોનું આયોજન થશે
  • દર્શકો કલાકારોને મળી નહીં શકે, ન સેલ્ફી લઈ શકશે ન શુભેચ્છા પાઠવી શકશે

કિકતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશોવાસીઓને સંબોધિત કરતા કહ્યું કે કોરોનાની વચ્ચે તહેવારો દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન અને માસ્કનો ઉપયોગ કરે તે જરુરી છે. આ ઉપરાંત સંસ્કૃતિ મંત્રાલય તરફથી તહેવારો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ ગાઈડલાઈનનો કડક અમલ કરવાની સાથે કાર્યક્રમોનું આયોજન થશે. કલાકારો અને દર્શકો ઉત્સાહ જાળવી રાખે.

  • કેન્ટોનમેન્ટ જોનને કાર્યક્રમોની પરવાનગી આપવામાં આવી નથી. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પોતાની રીતે આ પ્રસ્તાવ પર વિચાર કરી શકે.
  • સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમારોહમાં 6 ફુટનું સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજીયાત છે. કાર્યક્રમના સ્થળે પહેલા અને પછી સેનેટાઈઝ કરવામાં આવે. એન્ટી અને એક્ઝિટ ગેટ પર સ્પર્શ લેશ સેનેટાઈઝર રાખવામાં આવે.
  • કાર્યક્રમનું આયોજન કરનારા, ભાગ લેનારા કલાકારો અને દર્શકોથી માંડી તમામના મોબાઈલમાં સુરક્ષાસેતુ એપ ફરજિયાત છે. સફાઈ કર્મચારીઓને માસ્ક અને દસ્તાનાના નિકાલ માટે કચરા પેટી આપવામાં આવે.
  • શ્વાસન શિષ્ટાચારનું કડકાઈથી પાલન કરાવવામાં આવે. છીંક ખાતા સમયે મોંઢુ અને નાંક ઢાંકવાની સાથે વપરાયેલા ટિશ્યુને યોગ્ય નિકાલ કરાય. તેમજ તમામે સ્વાસ્થ્ય ટેસ્ટીંગ કરાવવાની જવાબદારી છે અને પોતાની બિમારી અંગે જાણ કરવા રાજ્ય અને જિલ્લા હેલ્પલાઈનનો સંપર્ક કરવો.

 

  • બિમાર વ્યક્તિને અલગ રુમમાં રાખવામાં આવે. તેની તપાસ કરનારા ડૉક્ટરને તમામ સુરક્ષાકિટ પ્રોવાઈડ કરાવાય તેમજ  બિમારી અંગે જાણ કરવા રાજ્ય અને જિલ્લા હેલ્પલાઈનનો સંપર્ક કરવો.
  • કાર્યક્રમમાં લાઈટિંગ, સાઉન્ટ મેનેજમેન્ટ કરનારા, મેકઅપ  આર્ટિસ્ટ, કોસ્યુમ પ્રોવાઈડ કરનારથી માંડી ભાગ લેનારા તમામ કલાકારોનો કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. તેમને ટેસ્ટ આયોજકોએ સંબંધિત અધિકારીઓની સામે રજુ કરવાનો રહેશે. આ ટેસ્ટ કાર્યક્રમના 7 દિવસ પહેલા જ કરાવેલો હોવો જોઈએ.
  • ગ્રીન રુમમાં કલાકારો બને તેટલી ઓછી વાતચીત કરે. તેમજ તમામ ગ્રીન રુમને સેનેટાઈઝ કરાવવામાં આવે.  સ્ટેજ પર નાટક, ડાન્સ અને અન્ય સાંસ્કૃતિક રજૂઆત સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની સલાહ છે. ઉપયોગમાં લેવાતી તમામ પ્રોપર્ટીઝ સેનેટાઈઝ કરાવાય. 
  • એન્ટ્રન્સ ગેટ પર દર્શકોનું થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત છે. લક્ષણો જણાશે તો પ્રવેશ નહીં મળે.
  • તમામ કલાકારો અને સ્ટાફને ઘરેથી પાણી અને જમવાનું લઈને આવવાનું કહેવામાં આવે. જમતા સમયે અંતર રાખવામાં આવે. જો આયોજક ભોજન ઉપલબધ કરાવે તો તે પેકેજ ફુડ જ આપે. ડિસ્પોઝેબલ વાસણો વાપરવામાં આવે.
  • ટિકીટ બુકિંગ ડિજિટલ થવું જોઈએ. બોક્સ ઓફિસ પર ટિકીટોની ખરીદી માટે આખો દિવસ ઓફિસ ચાલું રાખવી. જેથી લોકોની ભીડ ન થાય.

 

  • હોલમાં દર્શકોની બેઠકની કુલ ક્ષમતા 50 થી વધુ ન હોવી જોઈએ. કાર્યક્રમમાં વધુમાં વધુ 200 વ્યક્તિની પરવાની મળશે. જેમાં સામાજિક અંતર જળવાવવું જોઈએ. બે સીટોની વચ્ચેની એક સીટ પર  ચમકતી ટેપ લગાવી ન બેસવાનું સુચન આપવું.
  • એક જ પરિસરમાં આવેલા 2 હોલમાં કાર્યક્રમ હોય તો બન્નેના કાર્યક્રમની શરુઆતનો, મધ્યનો અને સમાપ્તીનો સમય અલગ અલગ રાખવો.જેથી ભીડ ન થાય. કાર્યક્રમ પત્યા પહેલા કે પછી દર્શકોને કલાકારો સાથે સેલ્ફી લેવા કે અભિનંદન આપવા મળવા દેવામાં ન આવે.
  • એસી અને વેન્ટિલેશન માટે કેન્દ્રીય લોક નિર્માણ વિભાગના દિશાનિર્દેશનું પાલન કરવામાં આવે. જેમાં તમામ ઉપકરણોનું તાપમાન 24થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોવું જોઈએ. પુરતા ક્રોસ વેન્ટિલેશન હોવા જોઈએ. બને તો ખુલ્લી હવા લેવી જોઈએ.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ