બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Cow will not be declared as national animal: Govt tells Parliament

લોકસભા / ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરાશે? સરકારે કરી દીધો ખુલાસો, વાઘ-મોરને લઈને પણ આપી માહિતી

Hiralal

Last Updated: 06:25 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવી જોઈએ તેવી ઘણા સમયથી માગ પર આખરે સરકારે સ્થિતિ સ્પસ્ટ કરી દેતા સંસદમાં જવાબ આપ્યો છે.

  • ગાયને જાહેર નહીં કરાય રાષ્ટ્રીય પશુ
  • રાષ્ટ્રીય પશુ તરીકે વાઘની માન્યતા યથાવત
  • કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ સંસદને કરી જાણ 

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, હાલ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાનો કોઈ ઈરાદો નથી. કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન જી કિશન રેડ્ડીએ સોમવારે સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે અને સરકાર ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે માન્યતા આપવાનો ઇરાદો ધરાવતી નથી. રેડ્ડી ભાજપના સાંસદ ભગીરથ ચૌધરી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. ચૌધરીએ પૂછ્યું હતું કે શું સરકાર ભારતીય સંસ્કૃતિના અભિન્ન અંગ 'ગૌમાતા'ને રાષ્ટ્રીય પ્રાણી તરીકે માન્યતા આપશે?

રાષ્ટ્રીય પશુ તરીકે વાઘ, પક્ષી તરીકે મોર યથાવત 
કિશન રેડ્ડીએ જવાબ આપ્યો, "ભારત સરકારે વાઘ અને મોરને રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી તરીકે માન્યતા આપી છે. આ બંને પ્રાણીઓને વાઇલ્ડ લાઇફ (પ્રોટેક્શન) એક્ટ, 1972ની અનુસૂચિ-30માં સામેલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભારત સરકાર એમઓઇએફ એન્ડ સીસીના સત્તાવાર રેકોર્ડમાં દખલ કરી રહી નથી. મંત્રાલયે વાઘ અને મોરને રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી તરીકે ફરીથી સૂચિત કર્યા હતા. જેને ધ્યાનમાં રાખીને હાલના કાયદામાં કોઇ ફેરફાર કરવામાં આવી રહ્યા નથી.

ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાનો હતો અલ્હાબાદ-જયપુર હાઈકોર્ટનો આદેશ 
અલ્હાબાદ અને જયપુર હાઈકોર્ટે ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે? તેના જવાબમાં રેડ્ડીએ કહ્યું હતું કે, આ બાબતો રાજ્યના કાયદાકીય અધિકારીઓના હાથમાં છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રયાસોને ધ્યાનમાં રાખીને પશુપાલન અને ડેરી વિભાગ પશુઓની સ્વદેશી જાતિઓના વિકાસ અને સંરક્ષણ માટે રાષ્ટ્રીય ગોકુલ મિશન અમલમાં મૂકી રહ્યું છે. આ મિશનનો ઉદ્દેશ દેશમાં પશુઓ સહિતની દેશી જાતિઓની સંખ્યા વધારવાનો છે. તેમજ ગાય અને તેના સંતાનો સહિતના પ્રાણીઓના રક્ષણ માટે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની પણ સ્થાપના કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ