બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / મુંબઈ / covid third wave in india is likely to be more life threatening for children says experts

ચિંતાજનક / વિશેષજ્ઞો ચિંતા વ્યક્ત કરી કે કોરોનાની ત્રીજી લહેર બાળકોને અડફેટે લેશે, આ કામ કરવું ખૂબ જરુરી નહીંતર...

Dharmishtha

Last Updated: 09:07 AM, 6 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રીજી લહેર આવશે તો તે બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

  • ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે  
  • બાળકોનું રસીકરણ બહું મહત્વપૂર્ણ 
  • બીએમસી બનાવી રહી છે બાળકો માટે કોવિડ વોર્ડ

 ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે  

કોરોનાની પહેલી લહેરમાં વુદ્ધો જ્યારે બીજીમાં યુવાનો વધારે સંક્રમિત થયા. ત્યારે હવે વિશેષજ્ઞોએ આશંકા વ્યક્ત કરી છે કે જો ત્રીજી લહેર આવશે તો તે બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આવું દુનિયાના બીજા દેશોમાં પણ થયું છે. ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ અને સંક્રમક રોગોના વિશેષજ્ઞોનું કહેવું છે કે સરકારે જલ્દીથી જલ્દી બાળકોના રસીકરણનો કાર્યક્રમ શરુ કરવો જોઈએ નહીં તો કોરોનાની ત્રીજી લહેરમાં 18થી ઓછી ઉંમરના લોકોને ખરાબ રીતે સંક્રમિત થશે.

બાળકોનું રસીકરણ બહું મહત્વપૂર્ણ 

સંક્રમક રોગ વિશેષજ્ઞ ડો. નિતિન શિંદે કહે છે કે બાળકોનું રસીકરણ બહું મહત્વપૂર્ણ છે. નહીંતર કોરોનાની ત્રીજી લહેર રસી નહીં લગાવી શકનારા આ બાળકોને ઝપેટમાં લઈ શકે છે.  

વિશેષજ્ઞોનું કહેવુ છે કે ભલે કોરોના હાલમાં બાળકોમાં ગંભીર અને જટિલતા નથી પૈદા કરી રહ્યો પરંતુ બીજી લહેરમાં સંક્રમિત બાળકોની સંખ્યામાં ઘણી તેજી આવી છે. પહેલી લહેરની અપેક્ષાએ બીજી લહેર મુંબઈ પૂણે જેવા શહેરમોમાં બાળકોને વધારે સંક્રમિત કર્યા છે. બાળકો ગંભીર સ્થિતિમાં નથી આવતા પણ સંક્રમણ ફેલાવે છે. બાળકોનું રસીકરણ જરુરી છે.

  • બાળકોના  રસીકરણ વગર હર્ડ ઈમ્યૂનિટી શક્ય નહીં
  • રસી હવે 18થી ઉપરના તમામ લોકોનું રસીકરણ થઈ રહ્યુ છે. 
  • પણ 0-18 વર્ષના રસીથી વંચિત છે. 
  • આ ગ્રુપ દેશની વસ્તીના કુલ 30 ટકા છે
  • બાળકોના રસીકરણ વગર હર્ડ ઈમ્યુનિટી મેળવવી શક્ય નથી
  • બાળકોમાં સંક્રમણ વાહક હોવાથી તે ત્રીજી લહેરને હવા આપી શકે 
  • સ્કુલ ખુલવા સામાન્યીકરણની દિશામાં મોટુ પગલુ છે જે બાળકોના રસીકરણ બાદ શક્ય છે.

બીએમસી બનાવી રહી છે બાળકો માટે કોવિડ વોર્ડ

ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમણની શક્યતા જોતા બીએમસી અને મહારાષ્ટ્ર સરકારે મલીને બાળ ચિકિત્સા કોવિડ દેખરેખ વોર્ડ સ્થાપિત કરી રહી છે.  આ આશંકાને પગલે સીએમ ઉદ્ધવ ઠાકરેએ ગત અઠવાડિયે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને નગરપાલિકા આયુક્તોને કોવિડની ત્રીજી લહેરના હુમલા માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યા છે. 

બીજી લહેરના 7 મે સુધી પીક પર આવવાનો અંદાજો 

કોરોનાના મામલે મૈથમેટિક મોડલ એક્ટપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગર કહે છે કે કોરોનાની બીજી લહેર 7 મે સુધી પીક પર આવવાનો અંદાજો છે. આ બાદ તેમાં ઘટાડો થઈ શકે છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે પીક આવશે. નવા દૈનિક મામલામાં  1.2 લાખ થઈ જશે. તેમણે સ્પષ્ટ કહ્યુ કે મામલા શૂન્ય નહીં થાય પણ ઘટાડો આવશે. 

કેનેડા આવું કરનારો પહેલો દેશ બન્યો છે

કેનેડાએ બુધવારે 12 વર્ષના બાળકોના રસીકરણ માટે ફાઈઝર- બાયોએન્ટેકની કોરોના રસીને મંજૂરી આપી દીધી છે. કેનેડા આવું કરનારો પહેલો દેશ બન્યો છે. મોટા ભાગના દેશોમાં વયસ્કોને કોરોનાની રસી લગાવવામાં આવી રહી છે તો કેટલાક દેશોમાં રસીકરણની સૌથી નાની ઉંમર 16 વર્ષ સુધીની છે. આનાથી નાની ઉંમરના બાળકોને કોરોનાની રસી નથી લગાવાઈ રહી. તેમજ અમેરિકા પણ હવે 12થી 15 વર્ષના બાળકોને રસી લગાવવાની તૈયારી કરી રહ્યુ છે. એમેરિકન એજન્સી ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ફાયઝર કંપનીની કોરોનાની રસીને આવનારા અઠવાડિયાથી 12 વર્ષથી વધારે ઉંમરના બાળકોને રસી આપવાની પરવાનહી આપી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ