બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / covid 19 corona cases decreasing in delhi mumbai iit madras claims r value is also decreasing will the epidemic end soon
Last Updated: 09:29 AM, 17 January 2022
ADVERTISEMENT
દિલ્હી અને મુંબઈમાં હવે કોરોના સંક્રમણના મામલામાં ઘટાડો
જ્યાં દેશમાં કોરોનાના મામલા વધી રહ્યા છે ત્યારે દિલ્હી અને મુંબઈમાં હવે કોરોના સંક્રમણના મામલામાં ઘટાડો આવી રહ્યો છે. દિલ્હીમાં રવિવારે 18, 286 કોરોના મામલા નોંધવામાં આવ્યા છે. જ્યારે શનિવારે અહીં 20 હજાર 718 નવા મામલા સામે આવ્યા હતા. ત્યારે રવિવારે પોઝિટિવિટી રેટ 27.87 ટકા રહ્યો જ્યારે શનિવારે આ 30. 64 ટકા હતો.
ADVERTISEMENT
મુંબઈમાં ગત દિન 7 હજાર 895 નવા મામલા સામે આવ્યા અને 11 દર્દીઓના મોત થયા
ત્યારે મુંબઈમાં રવિવારે કોરોનાના મામલામાં ઘટાડો નોંધાયો છે. આ ગત દિન 7 હજાર 895 નવા મામલા સામે આવ્યા અને 11 દર્દીઓના મોત થયા. જ્યારે શનિવારે અહીં 10 હજાર 661 નવા મામવા આવ્યા હતા. ત્યારે મુંબઈમાં 57, 534 ટેસ્ટની સાથે દૈનિક પોઝિટિવિટી દર ઘટીને 13 ટકા થઈ ગયો છે. અધિકારીઓનું કહેવું છે કે શહેરમાં કોરોના પીક પર છે અને હવે મામલામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT

IIT મદ્રાસનો દાવો, R વૈલ્યૂ ઘટી રહી છે
ADVERTISEMENT
દિલ્હી મુંબઈમાં કોરોનાના મામલામાં ઘટાડાની સાથે આઈઆઈટી મદ્રાસે દાવો કર્યો છે કે R વેલ્યૂ પણ ઓછી થઈ રહી છે. આઈઆઈટી મદ્રાસના પ્રારંભિક વિશ્લેષણમાં આ વાત સામે આવી છે કે ભારતમાં R વેલ્યૂ 7 જાન્યુઆરીથી 13 જાન્યુઆરીના ગત 2.2 નોંધવામાં આવી જે ગત 2 અઠવાડિયાથી ઘણી ઓછી છે. ઉલ્લેખનીય છે કે R વેલ્યૂ આ ઈંગિત છે કે કોરોના કેટલો ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન દિલ્હીમાં R વેલ્યૂ 2.5 અને મુંબઈમાં R વેલ્યૂ 1.3 હતી. ઉલ્લેખનીય છે કે જો આર વેલ્યૂ એકથી નીચે જતી રહે છે તો મહામારી ખતમ માનવામાં આવે છે.

ADVERTISEMENT
મહામારીની સ્થિતિમાં સુધાર થઈ રહ્યો છે
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો દાવો પણ રહ્યો છે કે હવે દિલ્હીમાં કોરોનાનો પોઝિટિવિટી દર સ્થિર થઈ રહ્યો છે. ત્યારે મામલામાં ઘટાડાનું કારણ ઓછી સંખ્યામાં થઈ રહેલા ટેસ્ટ માનવામાં આવી રહ્યા છે અને વેલ્યૂના હિસાબથી કહેવામાં આવી શકે છે કે મહામારીની સ્થિતિમાં સુધાર થઈ રહ્યો છે.
ADVERTISEMENT
જેમાં કોઈ લક્ષણ વગરના દર્દીના ટેસ્ટ નથી કરવામાં આવી રહ્યા
દિલ્હી અને મુંબઈમાં ઓછા થઈ રહેલા મામલાને લઈને જ્યાં સરકારનો દાવો છે કે કડક પ્રતિબંધોના કારણે કેસમાં ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે જે તે મીડિયા રિપોર્ટનો દાવો છે કે આની પાછળનું કારણ ટેસ્ટોમાં ઘટાડો છે. પહેલાની જેમાં કોઈ લક્ષણ વગરના દર્દીના ટેસ્ટ નથી કરવામાં આવી રહ્યા. તેવામાં સરકારી આંકડા અને કોરોનાના વાસ્તવિક દર્દીની સંખ્યામાં મોટું અંતર આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.