ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Coronavirus lockdown america president donald trump mask factory corona spread

VIDEO / ટ્રમ્પ માસ્કની ફૅક્ટરીમાં પહોંચીને ગણાવવા લાગ્યા તેના ફાયદા, પરંતુ કરી બેઠાં આ મોટી ભૂલ

Published By: Juhi

Last Updated: 05:08 PM, 6 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત દિવસોમાં એક માસ્ક બનાવનારી ફેક્ટ્રીની મુલાકાત કરી. કોરોના વાયરસના સંકટ અને લગભગ લૉકડાઉનની સ્થિતિને કારણે અમેરિકન રાષ્ટ્રપતિએ લાંબા સમય પછી કોઇ બહારની જગ્યાની મુલાકાત કરી. જોકે આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે એવું કર્યુ કે જેના લીધે તેમણે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ADVERTISEMENT

ડોનાલ્ડ ટ્રમ્પ માસ્ક બનાવતી ફેક્ટ્રીમાં તો ગયા, માસ્કની જરૂરિયાત જણાવી પરંતુ આ દરમિયાન તેમણે પોતાએ માસ્ક પહેર્યુ ન હતુ. અમેરિકાના અરિજોનામાં અમેરિકન રાષ્ટ્રપતિએ માસ્ક ફેક્ટ્રીની મુલાકાત કરી. લગભગ 2 મહિના પછી ડોનાલ્ડ ટ્રમ્પે કોઇ જગ્યાની મુલાકાત કરી હોય, જેણે અમેરિકાની તરફથી આગળ વધતા પગલાની જેમ જોવામાં આવી રહ્યુ છે. 

 

આ ફેક્ટ્રીમાં N95 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે, જે સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે જરૂરી છે. આ ફેક્ટ્રીને પાંચ અઠવાડિયાથી ઓછા સમયમાં તૈયાર કરવામાં આવી છે. અમેરિકામાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને કરાણે સ્વાસ્થ્યના ઘણા ઉપકરણોની અછત થઇ રહી છે, જેમાં કેટલીક ફેક્ટ્રીઓ બનાવવામાં આવી જેથી પ્રોડક્શન ઝડપથી થાય. 

ડોનાલ્ડ ટ્રમ્પે ભલે પરંતુ અહીંયા માસ્ક ના પહેર્યુ હતોય ,પરંતુ તેમણે એક ચશ્મા પહેર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ ફેક્ટ્રીમાં જે જગ્યાએ ફરી રહ્યા હતા, ત્યાં નોટિસ લગાવવામાં આવી હતી કે માસ્ક પહેરવું જરૂરી છે. 

માત્ર ડોનાલ્ડ ટ્રમ્પે જ નહી રરંતુ હનીવેલ કંપનીના CEO ડેરિયસ, વ્હાઇટ હાઉસના ચીફ ઑફ સ્ટાફ માર્ક સહિત અન્ય કેટલાક અધિકારીઓએ માસ્ક પહેર્યુ ન હતુ,  જે પછી તેમણે માસ્ક ના પહેર્યુ હોવાની ટીકા થઇ હતી. વિપક્ષી પાર્ટીઓની તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે કે, જ્યારે કોઇ દેશના રાષ્ટ્રપતિ જ માસ્ક નથી લગાવી ફરી રહ્યા, તો દેશવાસીઓ કઇ રીતે નિયમોનું પાલન કરશે. 

પહેલા માસ્ક પહેરવા માટે કરી ચૂક્યા છે ઇન્કાર 

ટ્રમ્પ અગાઉ પણ માસ્ક પહેરવા બાબતે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. 5 એપ્રિલે ડિસિઝ કન્ટ્રોલ સેન્ટરે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી હતી. પછીથી ટ્રમ્પે કહ્યું હતું કે માસ્કને લઈને સીડીસીએ માત્ર સુચન આપ્યું છે. તે દરેક વ્યક્તિ માટે સ્વૈચ્છિક હશે. તમે તમારી ઈચ્છા હોય તો માસ્ક પહેરી શકો અને ન હોય તો ન પહેરી શકો. હું રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાન, તાનાશાહો, રાજાઓ અને રાણીઓને મળું છું. એવામાં માસ્ક પહેરવાની જરૂર મને લાગતી નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

America Donald Trump Mask Factory Social Media viral world Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ