બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat dycm nitin patel said delhi tablighi jamaat corona death

Coronavirus / DYCM નીતિન પટેલના નિવેદનથી દિલ્હી તબલીગી જમાતના કાર્યક્રમનું ગુજરાત કનેક્શન આવ્યું સામે

Gayatri

Last Updated: 06:01 PM, 31 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્લીમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં એકઠા થયેલા લોકોનો મામલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. ગુજરાતના એક શહેરમાંથી કેટલાક લોકો દિલ્લીના કાર્યક્રમમાં ગયા હતા. આ મામલામાં દિલ્હીમાં એક ધાર્મિક પ્રસંગમાં 7 લોકોના કોરોના વાયરસથી મોત થઈ ચુક્યા છે જ્યારે 24 જેટલા કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ગુજરાતના ડીજીપીએ પણ  આ માલે ડેપ્કયુટી સીએમની  પુષ્ટિ કરી છે. ડીજીપીએ કહ્યું ભાવનગરથી કેટલાક લોકો ગયા હોવાની બાતમી મળી હતી.

  • તબલીગી જમાતના કાર્યક્રમનું ગુજરાત કનેકશન પણ સામે આવ્યું
  • આરોગ્ય વિભાગ અને પોલીસ તપાસ કરી રહી હોવાનો દાવો
  • અફરાતફરી ન ફેલાય તે માટે સરકાર સાવચેતી રાખી રહી છે

તબલીગી જમાતના કાર્યક્રમનું ગુજરાત કનેકશન પણ સામે આવ્યું હોવાનું નાયાબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ જેને પગલે ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય વિભાગ અને પોલીસ તપાસ કરી રહી હોવાનો દાવો કર્યો હતો. અફરાતફરી ન ફેલાય તે માટે સરકાર સાવચેતી રાખી રહી છે. આરોગ્ય વિભાગને તપાસમાં ગુજરાતના નાગરિકો સહયોગ આપે તેવું પણ નાયાબ મુખ્યમંત્રીએ કહ્યુ હતુ. 

આ મામલે ગુજરાત પોલીસ વડાએ કરી પુષ્ટી

ગુજરાતના ડીજીપીએ પણ  આ માલે ડેપ્કયુટી સીએમની  પુષ્ટિ કરી છે. ડીજીપીએ કહ્યું ભાવનગરથી કેટલાક લોકો ગયા હોવાની બાતમી મળી હતી. 

ભાવનગરમાં ગઈકાલે એકનું મોત અને 4 કેસ પોઝિટિવ

ભાવનગરમાં એકસાથે પાંચ કેસ પોઝિટિવ આવ્યા હતા જેને પગલે એવી શંકા સેવાઈ રહી છે કે, આ લોકોનું તબલીગી સમાજ સાથે કનેક્શન છે. જો આ વાત સાબિત થશે તો એક સાથે ઘણા લોકો કોરોના પોઝિટિવ આવી શકે છે.

શું છે તબલીગી જમાત?

તબલીગી જમાત ઇસ્લામિક મિશનરી આંદોલન છે. જેની સ્થાપના 1926માં કરાઇ હતી અને તેના દુનિયાભરમાં સભ્યો છે. આ કાર્યક્રમમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, નેપાળ, મ્યાનમાર, કિર્ગિસ્તાન અને સાઉદી અરબથી તબલીગી સભ્યો આવ્યા હતા. કાર્યક્રમમાં અફઘાનિસ્તાન, અલ્જીરિયા, જિબૂતી, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ફીજી, ફ્રાન્સ અને કુવૈતથી સદસ્યો આવ્યા હતા. 

દિલ્હીમાં થયા છે 7 લોકોના મોત

કોરોના વાયરસની મહામારી વચ્ચે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં બનેલા મરકઝમાં થયેલા ધાર્મિક કાર્યક્રમથી સાત લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. જ્યારે 300થી વધારે લોકોનો કોરોના વાયરસના લક્ષણો બાદ ટેસ્ટ કરાઇ રહ્યો છે.

મંગળવારે સવારે તબલીગી જમાતના દિલ્હી મુખ્યાલય એટલે કે નિઝામુદ્દીનને સીલ કરી દેવામાં આવ્યું અને ત્યાં રહી રહેલા 800 લોકોને બસોમાં લઇ જઇને શહેરની અલગ-અલગ જગ્યાએ ક્વારન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું, અત્યાર સુધીમાં ત્યાં રોકાયેલા 24 લોકોના કોરોના વાયરસ પોઝિટિવ હોવાની પુષ્ટી થઇ ચૂકી છે. આ ગંભીર ગૂનો છે. 

આરોગ્ય સર્વે મામલે પણ કર્યો ખુલાસો

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્યના તમામ ઘરો સુધી સ્ક્રિનિંગ કરાયું, તાવ, શરદી, ખાંસીના લક્ષણો અંગે તપાસ કરવામાં આવી, આરોગ્ય વિભાગ સતત કામ કરી રહ્યું છે. પ્રાઈવેટ દવાખાના ખુલ્લા રાખી શકાય છે. કોઈ હોસ્પિટલાઈઝ હોય તો તેની સારવાર ચાલુ જ રહેશે. જીવનજરૂરિયાત વસ્તુઓ માટેની દુકાનો માટે ખાસ પાસ ઈશ્યુ કરાયા છે. દરરોજ ચર્ચા કરીને કોરના સામે લડવા માટે નવા નિર્ણયો લઈએ છીએ.

માન્યો આ લોકોનો આભાર

મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અને આશા વર્કર બહેનો સતત કામ કરી રહ્યો છે. સફાઈ કામદારો સતત સ્વચ્છતા માટે કામ કરી રહ્યા છે જેમનો આભાર માનવો ઘટે. પોલીસ, પત્રકાર અને અન્ય સ્ટાફનો પણ આભાર માન્યો આવતીકાલથી સસ્તા અનાજની દુકાનથી રેશનીંગનો જથ્થો અપાશે, વિના મૂલ્યે રેશનીંગનો જથ્થો આપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ