ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat 20 corona positive patient death in 24 hours in Ahmedabad
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ગઈકાલે 333 કેસ નવા નોધાયા હતા. ગુજરાતમાં કુલ કેસ 5054 છે જ્યારે કુલ 262 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ગઈકાલે 26 લોકોના મોત સાથે 262 લોકોના મોત થઈ ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હાલ આ કેસનો આંકડો 3543 પર પહોંચી ગયો છે. ગઈકાલે 250 નવા કેસ નોંધાયા છે એટલુ જ નહીં એક જ દિવસમાં 20ના મોત નોંધાતા તંત્ર દોડતું થઈ ગયુ છે.
.jpg)
ADVERTISEMENT
મનપા કમિશનર વિજય નેહરાના કહેવા અનુસાર તેમણે જાન્યુઆરીથી જ કોરોના સામે લડત માંડી દીધી હતી તો પછી કેસ વધી કેમ રહ્યા છે. વળી તે એમ પણ કહી રહ્યા છે કે આપણી પાસે SVP સહિતની મોટી મોટી હોસ્પટલમાં પુરતા ખાટલાની વ્યવસ્થા છે તો હવે બેડ ખુટી પડે તેવી સ્થિતિ કેમ થઈ રહી છે. ગઈકાલે સામે આવેલા મોતનો આંકડો અને વિસ્તાર જોઈને રાજ્યસરકાર ખુદ ચિંતામાં મુકાઈ હોવાની ચર્ચા થઈ રહી છે ત્યારે હવે અમદાવાદની સ્થિતિ અંગે નિર્ણય રાજ્યસરકારે પોતાના હસ્તક લઈ લીધા છે.
.jpg)
ADVERTISEMENT
અમદાવાદની સ્થિતિ હજુ ગંભીર બનવાના એંધાણ
અમદાવાદમાં 10 કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા જ્યાંથી એકપણ વ્યક્તિની લોકડાઉનની હરકત કોરોનાના બેકાબુ બનેલા કેસોને ઓર તુલ પકડાવીને આંકડો ચિંતાજનક રીતે વધારી શકે છે જેને પરિણામે 5 પુલ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે પણ અમદાવાદમાં કોઈ છુટછાટ ન ચલવી લેવા તાકીદ કરી છે એ જોતા આવનારા સમયમાં ગુજરાતની સ્થિતિ હજુ ગંભીર બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે અને એમાંય ખાસ કરીને અમદાવાદની. ત્યારે અમદાવાદમાં લોકડાઉનનું કડક પાલન કરાવવા માટે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય પણ ક્ફ્યુ મુકી શકે છે.
ADVERTISEMENT
કયા 10 ઝોનને કરાયા કન્ટેન્ટમેન્ટ
મધ્ય ઝોનનામાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, અસારવા અને દક્ષિણ ઝોનના બહેરામ પુરા, દામીલીમડા અને મણીનગરનો સમાવેશ થાય છે. ઉ. ઝોનનો સરસ પુર અને પૂર્વ ઝોનનો ગોમતીપુર એમ 10 વોર્ડને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કયા કયા અધિકારીને અપાઈ છે જવાબજારી
જમાલપુરમાં એમએફ દસ્તુર, ખાડિયામાં મનીષમાં ત્રિવેદી, દરિયાપુરમાં દિપક ત્રિવેદી, શાહપુરમાં પ્રિતમ રાઓ, અસારવામાં રમેશ દેસાઈ, બહેરામપુરામાં યોગેશ મૈત્રક, દાણીલીમડામાં મનીષ માસ્તર, મણીનગરમાં હર્ષદરાય સોલંકી, સરસપુરમાં ડો. લબ્ધીર દેસાઈ, ગોમતી પુર માં જીગ્નેશ પટેલને સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
પાંચ બ્રિજ બંધ કરાયા
ગાંધીબ્રિજ, દધીચી બ્રિજ, આંબેડક્ટ બ્રિજ, નહેરૂબ્રિજ, સરદાર બ્રિજ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારી ફરજ પરના લોકો પણ આ બ્રિજનો ઉપયોગ કરી શકશે નહીં. સુભાષબ્રિજ અને એલીસ બ્રિજ પરથી શરતી પરમિશન મળશે.
Story: Gayatri Jashi
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો