નિર્ણય / કોરોના સંકટની વચ્ચે 1.13 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને ઝટકો, મોંઘવારી ભથ્થાં પર મોટો નિર્ણય

coronavirus crisis modi government da central govt workers pensioners finance

કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે મોંઘવારી ભથ્થુ વધારવા પર પ્રતિબંધ મુકી દીધો છે. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2020 સુધી ડીએ નહીં વધારવાનો પ્રસ્તાવ છે . સરકારનો આ નિર્ણય 54 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકોને અસર કરશે. ગત મહિને કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ 4 ટકા વધારવાની જાહેરાત કરી હતી. ડીએને 17 ટકાથી વધારી 21 ટકા કરી દેવામાં આવ્યો હતો. 1 જાન્યુઆરી 2020થી 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021થી વધનારા મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોરોના સંકટની વચ્ચે 1.13 કરોડ સરકારી કર્મચારીઓને ઝટકો લાગ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ