બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / coronavirus covid19 update more than thousand doctors and health workers are covid positive omicron

BIG NEWS / ... તો એમની સારવાર કોણ કરશે? હવે ડોક્ટર્સ બની રહ્યા છે કોરોનાનો નવો ટાર્ગેટ! 1000 થી વધારે હેલ્થ વર્કર્સ કોવિડ પોઝિટિવ

Dharmishtha

Last Updated: 08:53 AM, 7 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં અત્યાર સુધી લગભગ 1 હજાર ડોકટર અને સ્વાસ્થ્યકર્મી કોરોનાની ઝપેટમાં છે.

  •  1 હજાર ડોકટર અને સ્વાસ્થ્યકર્મી કોરોનાની ઝપેટમાં
  •  24 કલાકમાં કોરોનાના 1,16, 390 કેસ
  • સુપ્રીમ કોર્ટમાં પણ વર્ચ્યૂઅલ સુનવણી

 1 હજાર ડોકટર અને સ્વાસ્થ્યકર્મી કોરોનાની ઝપેટમાં

ભારતમાં કોરોનાના કેસોએ રેકોર્ડ તોડી નાંખ્યો છે. ગત 24 કલાકમાં કોરોનાના 1,16, 390 કેસ સામે આવ્યા છે.  આ બુધવારની સરખામણીએ 56.5 ટકાથી વધારે છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 351, 09, 286 કેસ  સામે આવી ચૂક્યા છે. ભારતમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 36, 265 મળ્યા છે.  જ્યારે બંગાળમાં 15, 421 દિલ્હીમાં 15, 097, તમિલનાડુમાં 6983 કેસ, કેરળમાં 4, 649 કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ મળેલા કેસ 66.97 ટકા કેસ આ 5 રાજ્યો માંથી છે.   ત્યારે સૌથી વધારે ચિંતાજનક  એ છે કે આ વખતે કોરોનાની અડફેટમાં સ્વાસ્થ્ય કર્મીઓના આંકડા પણ વધી રહ્યા છે. દેશભરમાં અત્યાર સુધી લગભગ 1 હજાર ડોકટર અને સ્વાસ્થ્યકર્મી કોરોનાની ઝપેટમાં છે. 

મહારાષ્ટ્ર

મુંબઈમાં ગત 3 દિવસમાં 230 ડોક્ટર સંક્રમિત થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર અસોસિયેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સના અધ્યક્ષ ગણેશ સોલંકીએ જણાવ્યું છે કે આ ડોક્ટર્સની તપાસ કરાવવામાં આવી જેમાં તેઓ સંક્રમિત મળ્યા છે.

બિહાર

બિહારમાં 300થી વધારે ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મીઓ કોરોના પોઝિટિવ છે. સૌથી વધારે મામલા પટનાના NMCH અને  ગયામાં ANMCHમાં આવ્યા છે. આ વખતા કેસને પગલે તમામ શિક્ષણ સંસ્થાન, સ્કૂલ, કોલેજ, કોચિંગ સંસ્થાન વગેરે બિહારમાં બંધ કરી દેવામાં આવ્યા છે.

 

છત્તીસગઢ

વાત જો છત્તીસઢની કરવમાં આવે તો એમ્સ રાયપુરના 33 ડોક્ટર કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે બિલાસપુરમાં 40 ડોક્ટર, 35 નર્સ અને 30 સ્ટાફ કોરોનાગ્રસ્ત થયો છે. તો રાજનગામના પેન્ડ્રી મેડિકલ કોલેજમાં અત્યાર સુધી 14 ડોક્ટર કોવિડ પોઝિટિવ છે.

અન્ય રાજ્યોમાં પણ ડોક્ટરો સંક્રમિત

ઝારખંડની રિમ્સમાં 179  ડોક્ટર અને મેડિકલ સ્ટાફ પોઝિટિવ આવ્યા છે.  ત્યારે દિલ્હીની સરકારી હોસ્પિટલમાં 100થી વધારે હેલ્થવર્કર્સ કોરોના ગ્રસ્ત આવ્યા છે . તો ચંદીગઢમાં ગત 2 દિવસમાં 146 ડોક્ટર અને મેડિકલ સ્ટાફ સંક્રમિત મળ્યો છે. જ્યારે  પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં 400થી વધારે ડોક્ટર અને મેડિકલ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશની વાત કરી એ ચો લગભગ 75 ડોક્ટર તથા સ્વાસ્થ્ય કર્મી પોઝિટિવ આવ્યા છે. રાજસ્થાનમાં  અત્યાર સુધી 48 ડોક્ટર અને નર્સ કોરોનાગ્રસ્ત થયા છે.

સુપ્રીમ કોર્ટમાં પણ વર્ચ્યૂઅલ સુનવણી

ઉલ્લેખનીય છે કે સતત વખતા કોરોનાના કેસની વચ્ચે સુપ્રીમ કોર્ટમાં હવે ફક્ત વર્ચ્યૂઅલ સુનવણી થશે. જસ્ટિશ કોર્ટ કક્ષની જગ્યાએ પોતાના ઘરે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનવણીમાં સામેલ થશે. ફક્ત જરુર લાગશે તો તે નવા મામલા, જમાનત મામલા, સ્ટે સાથે જોડાયેલા મામલા, નજરકેદ અથવા ધરપકડ કે પછી હેબિયસ કોપર્સના મામલામાં સુનવણી કરશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus covid positive omicron કેસ કોરોના વાયરસ ડોક્ટર્સ Big News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ