બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / corona peak has passed from delhi mumbai icmr scientist said this thing

કોરોના વાયરસ / શું દિલ્હી- મુંબઈમાં ત્રીજી લહેર પીક પર આવીને જતી રહી ? ICMRના વૈજ્ઞાનિકે કહી આ મોટી વાત

Dharmishtha

Last Updated: 12:31 PM, 20 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશેષજ્ઞોએ દાવો કર્યો હતો કે દેશના કેટલાક રાજ્યોએ કોરોનાનો પીક પાર કરી લીધો છે. જો કે ડો. સમીરન પાંડાએ કહ્યું છે કે આ કહેવું ઉતાવળીયુ ગણાશે.

  •  કેટલાક રાજ્યોએ કોરોનાનો પીક પાર કરી લીધો- વિશેષજ્ઞો
  • દરેક જગ્યાએ કોરોના સંક્રમણ એક અલગ ગતિથી વધી રહ્યા છે અને ઘડી રહ્યા 
  • દિલ્હી અને મુંબઈ જેવા રાજ્યોમાં ગ્રાફ નીચે આવી રહ્યો છે

 કેટલાક રાજ્યોએ કોરોનાનો પીક પાર કરી લીધો- વિશેષજ્ઞો

દેશમાં કોરોનાના મામલાએ આજે 8 મહિનામાં પોતાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આજે 3.17 લાખથી વધારે નવા મામલા સામે આવ્યા છે. ત્યારે વિશેષજ્ઞોએ દાવો કર્યો હતો કે દેશના કેટલાક રાજ્યોએ કોરોનાનો પીક પાર કરી લીધો છે. ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના Additional Director General ડો. સમીરન પાંડાએ કહ્યું છે કે આ કહેવું ઉતાવળીયુ ગણાશે.

દરેક જગ્યાએ કોરોના સંક્રમણ એક અલગ ગતિથી વધી રહ્યા છે અને ઘડી રહ્યા 

એક મીડિયા રિપોર્ટ મુજબ પાંડાએ કહ્યું કે કેટલાક રાજ્યો અને જિલ્લામાં કોરોના સંક્રમણ એક અલગ ગતિથી વધી રહ્યા છે અને ઘડી રહ્યા છે. એટલે એ કહેવું અયોગ્ય ગણાશે કે દેશમાં ત્રીજી લહેરની પીક આવી ગઈ છે. તેમણે કહ્યું કે ભારતમાં વિભિન્ન રાજ્ય મહામારી વિજ્ઞાન અનુસાર કોરોના સંક્રમણના વિભિન્ન ચરણોમાં છે. સ્થાનીય ડેટા અલગ અલગ વલમ જોવા મળ્યું છે. આપણે એ સમજવું જોઈએ કે ભારતમાં ત્રીજી લહેરનો પીક સમગ્ર રુપથી નથી આવ્યો.

આઈસીએમઆરમાં મહામારી વિજ્ઞાન અને સંક્રમક રોગ વિભાગના પ્રમુખ ડો. પાંડા કહે છે કે ભારતને વન-શૂ- ડોટ- નોટ- ફિટ ઓલ દ્રષ્ટિકોણનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે દરેક રાજ્યના આંકડા અલગ અલગ વલણ દર્શાવી રહ્યા છે. તેમણે કહ્યું કે એ કહેવું અયોગ્ય રહેશે કે કોરોનાનો પીક આવી ચૂક્યો છે.

દિલ્હી અને મુંબઈ જેવા રાજ્યોમાં ગ્રાફ નીચે આવી રહ્યો છે

ઉલ્લેખનીય છે કે 14 જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં 89,000થી વધારે કોરોનાના મામલા નોંધવામાં આવ્યા. ભારતમાં ઓમિક્રોન સંસ્કરણ બાદ અત્યાર સુધીમાં સૌથી વધારે છે. જો કે 18 જાન્યુઆરીએ 39,000 મામલા સામે આવ્યા હતા. આ સંક્રમણના મામલા સતત ઓછા થઈ રહ્યા છે. આ રીતે દિલ્હીએ 14 જાન્યુઆરીએ 53, 000થી વધારે કોરોનાના કેસ આવ્યા છે. પરંતુ 18 જાન્યુઆરીએ 23, 000 સંક્રમણ નોંધ્યા બાદ તેમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.

ડો. પાંડાનું કહેવું છે કે તેમના વિશ્લેષણથી ખબર પડે છે કે પ્રવૃત્તિ એક અસ્થાયી ઉતાર- ચઢાવ આવી શકે છે અને ઓછા થતા થતા 3 અઠવાડિયા સુધી નિરંતર પ્રવૃત્તિ સટીક તારણ કાઢવામાં મદદ કરશે. તેમનું કહેવું છે કે  અમે હજું પણ નથી સમજી શક્તા કે મુંબઈમાં જોવા મળતા સંક્રમણોની સંખ્યામાં ઘટાડો અસ્થાયી ઉતાર ચઢાવ અથવા સ્થાયી પ્રવૃત્તિ છે અને અમે એ તારણ કાઢી શકીએ છીએ કે લહેરની પીક છે કે નહીં.  અમે એ તારણ નથી કાઢી શકતા કે લહેર પાર થઈ ગઈ છે કે નહીં. આવતા અઠવાડિયે આપણે બાબતોને ફરી બદલાતા જોઈ શકીશું. આપણે સતત 3 અઠવાડિયા સુધી રાહ જોવી પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus ICMR scientist કેસ કોરોના વાયરસ મુંબઈ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ