ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Corona covid 19 bmc now wants to take over wankhede stadium for quarantine facility

કોરોના વાયરસ / ધોનીએ જે સ્ટેડિયમમાં વર્લ્ડકપ જીતાડ્યો, આજે બની ગયુ ક્વૉરન્ટીન સેન્ટર

Published By: Juhi

Last Updated: 09:17 PM, 16 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં કોરોના વાયરસની સામેની જંગ જાણે પતવાની નામ જ નથી લઇ રહી, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ જોવા મળી રહ્યા છે. મુંબઇ અને પૂના કોરોનાથી સૌથી પ્રભાવિત શહેરોમાં શામેલ છે.

ADVERTISEMENT

કોરોના દર્દીઓની વધતી સંખ્યાને જોઇને વધારેમાં વધારે ક્વૉરન્ટીન બેડ બનાવવામાં આવી રહ્યા છે, આ માટે BMC એ મુંબઇ ક્રિકેટ એસોસિયેશનને પત્ર લખ્યો છે અને કહ્યુ કે, વાનખેડે સ્ટેડમિયમ સોંપવામાં આવશે જેથી ક્વૉરન્ટીનની સુવિધા બનાવી શકાય. 

BMC એ કહ્યુ કે, વાનખેડે સ્ટેડિયમનો ઉયપોગ ઇમરજન્સી સ્ટાફ અને COVID 19ના પોઝિટિવ પણ જેનામાં લક્ષણ જોવા મળ્યા ના હોય તેવા દર્દીને ક્વૉરન્ટીન કરવા માટે કરાશે. મુંબઇ ક્રિકેટ એસોસિએશને આ માટે આશ્વાસન આપ્યુ છે.

MCA એ લખેલા પત્રમાં MCGM ના સહાયક આયુક્તે કહ્યુ કે, જે રીતે હોટલ-લોજ, ક્લબ, કોલેજ, પ્રદર્શન કેન્દ્ર, મેરેજ હોલ, જિમખાના, બેન્કવેટ હોલ તત્કાલ પ્રભાવથી સોંપવામાં આવે છે. તેવી રીતે સ્ટેડિયમમાં ક્વૉરન્ટીન સેન્ટરમાં ફેરફાર કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

પત્રમાં લખવામાં આવ્યુ છે, યોગ્ય સમયે યોગ્ય કિંમતે તમારા પરિસરનો ઉપયોગ માટે રકમ અલગથી આપવામાં આવશે. જો સ્ટેડિયમનો ક્વૉરન્ટીન સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં માટે નહી આપવામાં આવે તો ભારતીય દંડ સહિતની કલમ 188 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. 

આ મુદ્દે BMC ના સચિવે કહ્યુ કે, અમને પત્ર મળી ગયો છે. અમે અધિકારીઓના નિર્દેશનના પાલનની રાહ જોઇ રહ્યા છે. અમે દરેક મદદ કરીશું. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 29100 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 6564 જેટલા લોકો કોરોનાની લડત જીતી ગયા છે તો 1068 લોકોના મોત થયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

India Mumbai covid 19 lockdown quarantine viral wankhede stadium Corona virus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ