ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / સુરતના સમાચાર / Controversy over Purnesh Modi defamation case against Rahul Gandhi

આદેશ / રાહુલ ગાંધી સામે બદનક્ષીના કેસની ટ્રાયલ ઝડપથી ચલાવવા સુરતની ટ્રાયલ કોર્ટને HCનો હુકમ, "મોદી" અટકનો છે મામલો

Published By: Dinesh Chaudhary

Last Updated: 11:37 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કરેલા બદનક્ષી કેસના વિવાદમાં પૂર્ણેશ મોદીએ હાઇકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી છે

ADVERTISEMENT

  • પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કરેલા બદનક્ષીના કેસનો વિવાદ
  • પૂર્ણેશ મોદીએ હાઇકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી
  • કેસની ટ્રાયલ ઝડપથી ચલાવવા સુરતની ટ્રાયલ કોર્ટને HCનો હુકમ


પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કરેલા બદનક્ષીના કેસનો વિવાદ ફરી વાર સામે આવ્યો છે. બદનક્ષીના કેસની ટ્રાયલ ઝડપથી ચલાવવા સુરતની ટ્રાયલ કોર્ટને HCનો હુકમ કર્યો છે. પૂર્ણેશ મોદીએ હાઇકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી છે. રાહુલ ગાંધીએ આપેલા નિવેદનની સીડી બનાવી હતી. 

રાહુલ ગાંધીની ફાઈલ તસવીર

રાહુલ ગાંધીએ આપેલા નિવેદનની બનાવી હતી સીડી
રાહુલ ગાંધી સામે કરેલા બદનક્ષીના કેસમાં સીડીને પુરાવો નોંધવામાં આવે તે પ્રકારની પૂર્ણેશ મોદીએ માંગણી કરી હતી. સુરત જિલ્લા અદાલતે પૂર્ણેશ મોદીની અરજીને ફગાવી હતી. અરજી ફગાવતા પૂર્ણેશ મોદીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. રાહુલ ગાંધીએ ચૂંટણી વખતે આપેલા નિવેદનને લઈ દાવો કર્યા હતો. તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી વખતે "મોદી" અટકને લઈ નિવેદન આપ્યું હતું. નિવેદન બાદ રાહુલ ગાંધી સામે બદનક્ષીનો દાવો કર્યો છે. HCમાં પડતર કેસના કારણે કેસની ટ્રાયલમાં વિલંબ થતો હોવાની પૂર્ણેશ મોદીએ રજૂઆત કરી હતી. હાલ પૂરતા પુરાવાઓ સામે આવી ચૂક્યા હોવાની પણ રજૂઆત કરાઈ છે. રાહુલ ગાંધી તરફથી આ હકીકત સાચી નહીં હોવાની રજૂઆત કરાઈ છે. અરજદાર તરફથી થયેલું નિવેદન હકીકત દોષ વાળું હોવાનો રાહુલ ગાંધીના વકીલનો દાવો છે.

પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીની ફાઈલ તસવીર

શું છે મામલો
વર્ષ 2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓએ મોદી સમાજનું અપમાન કર્યું, પૂર્વ મંત્રી પર્ણેશ મોદીએ એવો આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં સંબોધન દરમિયાન દરેક ચોરની અટક 'મોદી' કેમ હોય છે એવા કરેલા નિવેદન બાદ તેમના પર માનહાનિનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને સુરત પોલીસ સ્ટેશનમાં કેસ થતા તેઓ  સુરત સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર રહ્યાં હતાં.
 

સંકળાયેલા મુદ્દાઓ

Modi Controversy Purnesh Modi Surat News rahul gandhi news મોદી અટક વિવાદ Modi Controversy

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ