બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Controversy arose over the statue of Hanumanji in the Salangpur temple

ડખો વકર્યો / સાળંગપુર વિવાદને લઇ સાધુ સંતો મેદાને, ઈન્દ્રભારતી બાપુએ કહ્યું 'આ નિંદનીય ઘટના, હવે અંદરોઅંદરના વિવાદથી...'

Malay

Last Updated: 11:31 AM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Botad News: સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ વકર્યો છે, આ મામલે હવે સાધુ સંતો મેદાનમાં ઉતર્યા છે અને આકરા શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે.

  • સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ
  • મહંત હરી આનંદ બાપુએ ચિત્રને શખ્ત શબ્દોમાં વખોડ્યા 
  • ઇન્દ્રભારતી બાપુએ પણ આ કૃત્યને નિંદનીય ગણાવ્યું 

Botad News: બોટાદના સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે હવે આ વિવાદને લઈને હવે સાધુ-સંતો મેદાનમાં ઉતર્યા છે. જૂનાગઢના મહંત હરી આનંદ બાપુએ આ પ્રકારના ચિત્રને શખ્ત શબ્દોમાં વખોડ્યા છે. હરી આનંદ બાપુએ આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે, આ પ્રકારના ચિત્ર અંગે સંત સમાજ આક્રોશમાં છે. સનાતન ધર્મને ઠેસ પહોંચે તેવું કૃત્ય ન કરવું જોઇએ. તો જૂનાગઢ રૂદ્રેશ્વર આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ આ કૃત્યને નિંદનીય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આવા ઢોંગી સાધુ જે ધર્મના માંચડા ખોલીને બેઠા છે, તેના કારણે અંદરોઅંદરના વિવાદથી વિધર્મીઓને પણ આનંદ થાય છે. તેથી આવા કૃત્ય કરનારને માફી નહીં મળે.

સાળંગપુરમાં હનુમાનજીના નિંદાપાત્ર મૂક્યા છે ચિત્રોઃ હરી આનંદ સ્વામી
સાળંગપુર મંદિર પરિસરમાં સ્વામીનારાયણ ભગવાનની સમક્ષ હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે, જે હવે મોટું સ્વરૂપ ધારણ કરે તેમ લાગી રહ્યું છે. સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો અંગે મહંત હરી આનંદ બાપુએ કહ્યું કે, સાળંગપુરમાં હનુમાનજીની મોટી મૂર્તિ બેસાડી છે, ત્યાં સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે. હનુમાનજી આપણા આરાધ્ય દેવ છે. તેમના નિંદાપાત્ર ચિત્રો મૂક્યા છે. હનુમાનજી મહારાજ સ્વામીને પગે લાગે છે, સ્વામીના દાસ થઈને રહે એવું દર્શાવ્યું છે, જે નિંદાને પાત્ર છે. 

પહેલા ભૂલો કરે અને પછી કહે હું માફી માંગુ છુંઃ ઈન્દ્રભારતી બાપુ
ઈન્દ્રભારતી બાપુએ કહ્યું કે, સાળંગપુરમાં હનુમાનજી મહારાજની જે મૂર્તિ બેસાડી તેનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. પરંતુ તેની નીચે હનુમાનજી મહારાજના જે ચિત્રો દર્શાવાયા છે, આ કઈ વ્યાજબી કહેવાય, આ ધર્મ કહેવાય, આ સંપ્રદાયની દાટ વાળવા માટે સાધુ થયા છે કે જે આજે સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડે છે. આના કારણે અમને ઘણું દુઃખ થાય છે. દર વખતે આવી ભૂલો કરીને પછી કહે કે હું માફી માંગુ છું, માફી માંગુ છું, અરે ભાઈ આવું કરીને તમારે માફી જ માંગવાની. 

મોરારીબાપુએ કહ્યું- હું બોલ્યો ત્યારે કોઈએ મને સાથ ન આપ્યો 
સાળંગપુર મંદિરનો વિવાદ હવે આસમાને પહોંચ્યો છે. આવી સ્થિતિ વચ્ચે રામ કથાકાર મોરારીબાપુએ સાળંગપુર મંદિર વિવાદ મામલે નિવેદન આપ્યું છે. મોરારીબાપુએ કહ્યું કે, હનુમાનજીને સેવા કરતા બતાવવા એ અયોગ્ય છે. વધુમાં તેમણે કહ્યું કે, હું બોલ્યો હતો ત્યારે કોઈએ મને સાથ આપ્યો ન હતો. મોરારીબાપુએ સમાજને આ બાબતે જાગૃત થવાની પણ ટકોર કરી છે.

'હનુમાનજીની સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી'
બીજી તરફ આ વિવાદને લઈને બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ પણ પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટનાને નિંદનીય છે. તેમ કહી આ પ્રકારની જે મૂર્તિઓ છે હટાવી લેવા બાપુએ કરી માંગ છે. તેઓએ કહ્યું કે ધાર્મિક લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ આવા વિવાદમાં ન પડવું જોઈએ. વિવાદિત ભીંતચિત્રો હટાવી યોગ્ય તકતીઓ લગાવવા તેઓએ જણાવ્યું છે.

શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ