બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Controversial Statement of Saint Niranjan Swami of Swaminarayan Sampradaya

VIDEO / પ્રબોધસ્વામી રૂમની બહાર આવે એટલે દેવતાઓ પુષ્પવર્ષા કરે: ફરી વિવાદોમાં સ્વામિનારાયણ સંપ્રદાય, નિરંજન સ્વામીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Vaidehi

Last Updated: 03:41 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Swaminarayan Sant In Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નિરંજન સ્વામીના વિવાદાસ્પદ નિવેદન પર મહંત જ્યોર્તિનાથ મહારાજે કહ્યું કે, સનાતન ધર્મને હાનિ પહોંચાડીને તમે શું સાબિત કરવા માંગો છો, તમે સર્વોપરી હોય તો તમારા જ ઝઘડા પહેલા પુરા કરોને

  • ફરી સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં
  • નિરંજન સ્વામીએ દેવતાઓનું કર્યું અપમાન 
  • મહંત જ્યોર્તિનાથ મહારાજે આપી પ્રતિક્રિયા 

Swaminarayan Sant In Controversy: સાળંગપુર મંદિરમાં હનુમાનજી મહારાજની 'કિંગ ઓફ સાળંગપુર'ની પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રો બાદ ફરી સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં સપડાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વિવાદિત વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓએ ગુરુ પ્રબોધ સ્વામીની પ્રશંસા કરવામાં દેવતાઓનું અપમાન કર્યું છે. સ્વામિનારણ સંતના વિવાદાસ્પદ નિવેદનને લઈને મહંત જ્યોર્તિનાથ મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે, બફાટ કરનાર અને સાંભળનાર બંન્ને પાપી છે. તેઓએ કહ્યું કે, સનાતન ધર્મને હાનિ પહોંચાડી તમે શું સાબિત કરવા માંગો છો?

જૂનાગઢમાં 100થી વધુ સનાતન સાધુ-સંતોનું સંમેલન: કહ્યું, તમામ સંપ્રદાય એક જ  છે, દેવી-દેવતાઓનું અપમાન સાંખી નહીં લેવાય | A convention of sadhu-saints  was held in ...

આવાને સજા થવી જોઈએઃ જ્યોર્તિનાથ મહારાજ
જ્યોર્તિનાથ મહારાજે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી, બોલનાર અને સંભાળનાર બંને પાપી છે. સનાતન ધર્મને હાનિ પહોંચાડીને તમે શું સાબિત કરવા માંગો છો? તમે સર્વોપરી હોય તો તમારા જ ઝઘડા પહેલા પુરા કરોને, સર્વોપરિતા હોય તો જગત કલ્યાણના બહુ કામ છે. આવાને સજા થવી જોઈએ. આ મામલે આજે તાત્કાલિક જૂનાગઢ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આગળની કાર્યવાહી મટિંગ બાદ નક્કી કરવામાં આવશે.

નિરંજન સ્વામીએ કર્યું વિવાદિત નિવેદન
પ્રબોધ સ્વામીને દેવતાઓથી મહાન ચીતરી નિરંજન સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, પ્રબોધજીવન સ્વામી માટે દેવતાઓ તેમના રુમ બહાર રાહ જોતા હોય છે, સ્વામી રુમની બહાર નીકળે ત્યારે દેવતાઓ દર્શન કરી પુલકીત થાય છે. જ્યારે પ્રબોધ સ્વામી રુમની બહાર આવે એટલે દેવતાઓ તેમના પર પુષ્પવર્ષા કરે છે.

બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કર્યો હતો વાણી વિલાસ
આપને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હોય, આ પહેલા પણ અનેક સ્વામીઓ આવા નિવેદન આપીને વિવાદમાં આવી ચૂક્યા છે. તાજેતરમાં જ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કર્યા બાદ ભારે વિરોધ થતાં માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ એક વાયરલ વીડિયોમાં કહ્યું હતું કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. 

શું હતો સમગ્ર મામલો? 
બ્રહ્મસ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું, બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જાણે કે કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું હતું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.

બ્રહ્મસ્વરૂપ સ્વામી ઉતરી ગયા હતા ભૂગર્ભમાં
ખોડિયાર માતા અંગે વિવાદિત નિવેદન કરનારા બ્રહ્મસ્વરૂપ સ્વામી ભૂગર્ભમાં ઉતર્યા હોય તેમ ગાયબ થઈ ગયા હતા. નિવેદન બાદ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પોતાને એક રૂમમાં બંધ કર્યા હતા, તેમજ ભક્તોને અનુષ્ઠાન શરૂ કરવાનું બહાનું કરીને રૂમમાં ન આવવા આદેશ આપ્યો હતો. રૂમ આગળ જ સ્વલિખિત નોટિસ લગાવી દીધી હતી. જે બાદ વિવાદ વકરતા વડતાલ મંદિરના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી માંગી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ