બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Congress snatched this seat after 27 years in Maharashtra by -election

મોટા ઉલટફેર / જ્યાં કોઈએ વિચાર્યું નહોતું ત્યાં કોંગ્રેસે ભાજપને હરાવ્યું, 27 વર્ષ બાદ બેઠક આંચકી; બંગાળમાં પણ ખૂલ્યું ખાતું

Malay

Last Updated: 04:07 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રની કસ્બાપેઠ, ચિંચવાડ, બંગાળની સાગરદિઘી, ઝારખંડની રાયગઢ, તમિલનાડુની ઈરોડ, અરુણાચલ પ્રદેશની લુમલા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ પાંચ રાજ્યોની છ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો પડ્યો છે, જ્યારે કોંગ્રેસને મોટો ફાયદો થયો છે.

 

  • મહારાષ્ટ્ર પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી આ સીટ
  • દોઢ વર્ષ બાદ પશ્ચિમ બંગાળમાં પણ ખાતું ખુલ્યું
  • છ બેઠકોમાંથી ત્રણ બેઠકો જીતવામાં સફળ રહી કોંગ્રેસ 

પૂર્વોત્તરના ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભામાં કોંગ્રેસના હાથે ભલે નિરાશા લાગી હોય, પરંતુ 5 રાજ્યોની પેટાચૂંટણીના પરિણામોએ કોંગ્રેસનો ઉત્સાહ વધાર્યો છે. મહારાષ્ટ્રની 27 વર્ષથી ભાજપના કબજામાં રહેલી બેઠક કોંગ્રેસે છીનવી લીધી છે, જ્યારે તમિલનાડુમાં પણ જીત મેળવવામાં સફળ રહી છે. કોંગ્રેસ દોઢ વર્ષ બાદ પશ્ચિમ બંગાળમાં ખાતું ખોલવામાં સફળ રહી છે. પાંચ રાજ્યોની છ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં ત્રણ બેઠકો જીતવામાં સફળ રહી.  

કોંગ્રેસને મોટો ફાયદો
મહારાષ્ટ્રની કસ્બા પેઠ, ચિંચવાડ, બંગાળની સાગરદિઘી, ઝારખંડની રાયગઢ, તમિલનાડુની ઈરોડ, અરુણાચલ પ્રદેશની લુમલા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ છે. આ પાંચ રાજ્યોની છ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો પડ્યો છે, જ્યારે કોંગ્રેસને મોટો ફાયદો થયો છે. 

કોંગ્રેસે વધુ 33 ઉમેદવારની યાદી કરી જાહેર, મેવાણીને વડગામ, ગેનીબેનને વાવથી  ટિકિટ, જુઓ આખુંય લિસ્ટ | Congress announced the sixth list of candidates

27 વર્ષ બાદ ભાજપે ગુમાવી સીટ
મહારાષ્ટ્રની કસ્બા પેઠ સીટ  કોંગ્રેસે ભાજપને હરાવીને જીતી લીધી છે. ભાજપે 27 વર્ષ બાદ આ બેઠક ગુમાવી છે. આ બેઠક પર ભાજપે હેમંત રસાને અને કોંગ્રેસે રવિન્દ્ર ધંગેકરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ધંગેકરનો વિજય થયો છે. 1995પછી ભાજપે આ બેઠક ગુમાવી છે. આ બેઠક પરની જીતથી કોંગ્રેસની સાથે-સાથે મહાવિકાસ આઘાડીના ઉત્સાહમાં વધારો થયો છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે, આ મહાવિકાસ આઘાડીની જીત છે, જે રીતે પાર્ટી તોડવામાં આવી અને આ બધુ મહારાષ્ટ્રની જનતાએ જોયું છે. કોંગ્રેસે આ સીટ ભાજપ પાસેથી છીનવી લીધી છે. 

આ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત
મહારાષ્ટ્રની ચિંચવાડ વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવી છે. ચિંચવાડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ જગતાપના પત્ની અશ્વિની જગતાપનો વિજય થયો છે. તેમણે NCPના નાના કાટેને હરાવ્યા છે. ભાજપે ભલે એક બેઠક બચાવી હોય, પરંતુ કસ્બા પેઠ બેઠક ગુમાવવી તેના માટે મોટો ઝટકો માનવામાં આવે છે.

તમિલનાડુમાં કોંગ્રેસની જીત
તમિલનાડુની ઈરોડ પૂર્વ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ઇવીકેએસ એલંગોવન AIADMKના કે.એસ થેન્નારાસ્રુને હરાવીને ધારાસભ્ય બન્યા છે. આ સીટ પર એલંગોવનના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય ઈ થિરુમહન ઈવરાના અવસાનના કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે કોંગ્રેસની નિશ્ચિત છે કારણ કે દરેકને આશા હતી. અમારી પાર્ટીના લોકોને જીતનો ઘણો વિશ્વાસ છે અને અમે મોટા માર્જિનથી જીતી રહ્યા છીએ. ડીએમકે-કોંગ્રેસનું ગઠબંધન હતું, જેનો ફાયદો કોંગ્રેસને થયો છે. 

પશ્ચિમ બંગાળમાં પણ ખુલ્યું ખાતુ
પશ્ચિમ બંગાળની સાગરદિઘી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી ટીએમસી નેતા સુબ્રત સાહાના નિધનને કારણે યોજાઈ હતી. અહીંથી ટીએમસીએ દેબાશીષ બેનર્જી, ભાજપને દિલીપ સાહા અને કોંગ્રેસે બાયરન બિસ્વાસને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસે ટીએમસી પાસેથી આ સીટ છીનવી લીધી છે. કોંગ્રેસના બાયરન બિસ્વાસ ટીએમસીના દેબાશીષ બેનર્જીને હરાવીને ધારાસભ્ય બન્યા છે. બંગાળમાં કોંગ્રેસ બે વર્ષ પછી ખાતું ખોલવામાં સફળ રહી છે. પાર્ટીને 2021ની વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક મળી ન હતી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ