બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Congress leader Rahul Gandhis illegal visit to Delhi University

વિરોધ / રાહુલ ગાંધીએ ફરી પેદા કર્યો વિવાદ, મંજૂરી લીધા વગર ઘુસી ગયા DU હોસ્ટેલમાં, સત્તાવાળાઓએ ઉઠાવ્યો વાંધો

Kishor

Last Updated: 12:26 AM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીએ DU કેમ્પસની મુલાકાત દરમિયાન કોઈની પરવાનગી ન લઈને સુરક્ષાનો ભંગ કર્યો હોવાની રાવ ઉઠી રહી છે.

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વધુ એક વિવાદમાં સપડાયા
  • દિલ્હી યુનિવર્સિટીની ગેરકાયદે મુલાકાત કરી હોવાની રાવ
  • વિદ્યાર્થીઓને પડતી સમસ્યા અંગે કરી ચર્ચા 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વધુ એક વિવાદમાં સપડાયા છે જેમાં દિલ્હી યુનિવર્સિટીએ પૂર્વ સાંસદ અને કોંગ્રેસનેતા રાહુલ ગાંધીની યુનિવર્સિટીની મેન્સ હોસ્ટેલમાં મુલાકાત ને ગેરકાયદે ગણાવી વાંધો ઉઠાવ્યો છે દિલ્હી યુનિવર્સિટીએ સત્તાવાર રીતે નિવેદનમાં જણાવ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હોસ્ટેલમાં એકાએક ગેરકાયદે આવ્યા હોવાથી સુરક્ષા મામલે સવાલો ઉભા થયા છે.રાહુલ ગાંધીએ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પડતી સમસ્યા અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત કારકિર્દીની યોજનાઓ વિશે માહિતી આપી હતી અને તેમણે હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે બપોરનું ભોજન પણ લીધું હતું.


કંઈક થાય તો જવાબદાર કોણ ?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે દિલ્હી યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જેને લઈને યુનિવર્સિટીના રજની અબ્બીસે આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધીના આ પ્રકારે મુલાકાતને પગલે વિદ્યાર્થીઓમાં અવ્યવસ્થા સર્જાઇ હતી. સાથે જ રાહુલ ગાંધીએ કોઈપણ પ્રકારની પરવાનગી લીધી ન હોવાથી આ મુલાકાત ગેરકાયદે હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કમ સે કમ પ્રોડક્ટર કંપનીને જાણ કરવી જરૂરી હોય છે. તમારી પાસે ઝેડ પ્લસ સુરક્ષા છે. છતાં પણ કંઈક થાય તો જવાબદાર કોણ ? તેવો અણિયારો સવાલ પણ ઉઠાવ્યો હતો.

વિદ્યાર્થીને મુશ્કેલી પડી હોવાનો દાવો

રજની અબ્બીસે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધીની આ પ્રકારની મુલાકાતને લઈ અને અમને વાંધો છે આ કોઈ સાર્વજનિક સ્થળ નથી જ્યાં તમે ગમે ત્યારે પહોંચી શકો છો! તમે લંચના સમયે પહોંચી જાઓ છો જે દરમિયાન ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. વધુમાં રાહુલ ગાંધી સાથે બહારના ઘણા લોકો પણ હોવાથી સુરક્ષા મામલે પણ સવાલો ઉઠી રહ્યા છે. તેઓ સાથે કોઈ પણ પૂર્વ સુચના વિના આવ્યા હતા તેમણે કહ્યું કે આ યોગ્ય નથી તેનાથી હોસ્ટેલના વિદ્યાર્થીને મુશ્કેલી પડે છે. અવ્યવસ્થાથી અમુક વિદ્યાર્થીને ભોજન ન મળ્યું હોવાની પણ લેખિત ફરિયાદ કરાઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ