બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / VTV વિશેષ / Congress leader Jagdish Thakor Exclusive Why is there a crisis in the Congress? What causes the leaders to lose their breath

મહામંથન / કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર Exclusive: કોંગ્રેસમાં કેમ થઈ રહી વિભીષણવાળી? નેતાઓના દમ ઘૂટવાનું કારણ શું?

Dinesh

Last Updated: 10:23 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ઉમેદવારી પરત ખેંચતી વખતે જે રોહન ગુપ્તાએ એવુ કહ્યું કે કોંગ્રેસ પક્ષે મને ઘણું આપ્યું એ જ હવે એવુ કહે છે કે મારુ અપમાન થઈ રહ્યું છે જે સહન નથી થઈ રહ્યું

કોંગ્રેસ માટે રાષ્ટ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે ફટકા વાગવાનો સિલસિલો ચાલુ છે. કોંગ્રેસના અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે જેને લઈને રાજકીય કાગારોળ ચાલુ છે અને આક્ષેપ-પ્રતિ આક્ષેપનો દોર યથાવત છે. તો ગુજરાતમાં પ્રદેશ કક્ષાએ પણ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો. હજુ તો અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસી ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને ઉમેદવારી પાછી ખેંચી ત્યાં જ હવે એ જ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું. રાજીનામાનું કારણ પણ વરિષ્ઠ નેતાની હેરાનગતિ અને અપમાનને ગણાવ્યું. હજુ તો ઉમેદવારી પરત ખેંચતી વખતે જે રોહન ગુપ્તાએ એવુ કહ્યું કે કોંગ્રેસ પક્ષે મને ઘણું આપ્યું એ જ હવે એવુ કહે છે કે મારુ અપમાન થઈ રહ્યું છે જે સહન નથી થઈ રહ્યું. સામે પક્ષે કોંગ્રેસે પણ જવાબ આપ્યો કે રોહન ગુપ્તા પક્ષવિરોધી પ્રવૃતિ લાંબા સમયથી કરતા હતા અને તેમના હિતો સાચવતા હતા અને તેમનું રાજીનામું સ્ક્રીપ્ટ પ્રમાણે જ અપાયું છે. આરોપ-પ્રત્યારોપનો દોર હજુ ચાલુ રહેવાનો છે પણ કોંગ્રેસમાં વિભીષણની કોઈ ખોટ નથી તે ફરી એકવાર સાબિત થયું છે. ગુજરાત કોંગ્રેસના જ પૂર્વ અધ્યક્ષ અને ચોખ્ખા શબ્દોમાં વાત કહેવા માટે જાણીતા જગદીશ ઠાકોર કોંગ્રેસમાં વિભીષણવાળી અંગે શું કહે છે

કોંગ્રેસમાં રાજકીય માહોલ ગરમ
કોંગ્રેસમાં રાજકીય હલચલ વધી છે. કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચી છે. હવે રોહન ગુપ્તાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં વિભીષણવાળી કેમ થઈ રહી છે તે મહત્વનો સવાલ. ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાં ઉભી છે?

રોહન ગુપ્તાએ રાજીનામાના પત્રમાં શું લખ્યું?
કોંગ્રેસમાં મારુ અપમાન થઈ રહ્યું છે. મોટા નેતાઓ દ્વારા હેરાનગતિ થઈ રહી છે.મારુ ચરિત્રહનન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ છોડવાનો નિર્ણય મારા માટે મુશ્કેલ હતો.  કોંગ્રેસના નેતાના વર્તનથી હું આઘાતમાં હતો

વધુ વાંચો: IPL રસિયાઓની સગવડ વધી, અમદાવાદમાં મેટ્રોનો ટાઈમ લંબાવાયો, સ્પેશિયલ ટિકિટ બહાર પડાઈ

રોહન ગુપ્તાનું રાજીનામું, કોંગ્રેસે શું કહ્યું?
રાજીનામાની સ્ક્રીપ્ટ અગાઉથી લખાયેલી હતી. રોહન ગુપ્તા ભાજપમાં જોડાય તો નવાઈ નહીં. રોહન ગુપ્તાએ પક્ષ સાથે વિશ્વાસઘાત કર્યો છે. રોહન ગુપ્તાને પક્ષે ઘણું આપ્યું છે. રોહન ગુપ્તા પક્ષની ગુપ્ત વાતો લીક કરતા હતા. રોહન ગુપ્તાની પક્ષવિરોધી પ્રવૃતિઓથી કોંગ્રેસ વાકેફ હતી. પક્ષવિરોધી પ્રવૃતિ છતા અમે તેને ટિકિટ આપી

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ