બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Congress govt targeting Modi instead of terrorism PM Modi in Kheda

પ્રહાર / કોંગ્રેસની સરકાર આતંકવાદને બદલે મોદીને ટાર્ગેટ કરતી, ખેડામાં PM મોદીએ મુંબઈ હુમલાને યાદ કરી કોંગ્રેસને આડેહાથ લીધી

Kishor

Last Updated: 06:27 PM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ ખેડામાં જનસભાનું સંબોધન કરી આતંકવાદ મુદ્દે કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

  • PM મોદીએ ખેડામાં જનસભાનું કર્યું સંબોધન 
  • આતંકવાદને લઇ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
  • પાવાગઢમાં 500 વર્ષ બાદ સનાતન ધર્મની ધજા ફરકી : મોદી

નેત્રંગમાં PM મોદીએ ઝંઝાવાતી પ્રચાર કરી જનસભા સંબોધી હતી. ત્યારબાદ PM મોદીએ ખેડામાં જનસભાનું સંબોધન કયું હતું. આ દરમિયાન પીએમ મોદીએ આતંકવાદને કોંગ્રેસને આડેહાથ લીધી હતી. જેમાં તેમણે કહું કે કોંગ્રેસની સરકાર આતંકને ટાર્ગેટ કરવાને બદલે મોદીને ટાર્ગેટ કરતી હતી. પરતું ભાજપ સરકાર આતંકને નાબુદ કરવા કાર્યવાહી કરી રહી છે.



આતંકવાદ અટકાવવા ભાજપે ગુજરાતમાં જિણવટભરી કાર્યવાહી કરી
આ દરમિયાન PM મોદીએ મુંબઇમાં 26-11 ના રોજ થયેલા આતંકી હુમલાનું દુ:ખ વ્યક્ત કરીને કહ્યું હતું કે એ આતંકની પરાકાષ્ટા હતી. પરતું ગુજરાત પણ લાંબા સમય સુધી આતંકના નિશાના ઉપર રહ્યું છે. જેમાં સુરત, અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટનો ઉલ્લેખ કરી જણાવ્યું કે જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. આ પ્રકરણમાં કોર્ટે કશૂરવારોને આકરી સજા પણ આપી છે. આતંકવાદ અટકાવવા ભાજપે ગુજરાતમાં જિણવટભરી કાર્યવાહી હાથ ધરી છે. 

હવે શહેરો તો ઠીક સીમા પર પણ આતંકી હુમલા અટક્યાં 
વધુમાં મોદીએ કહ્યું કે અમે ગુજરાતમાં આતંકીને પકડી આકરી કાર્યવાહી કરતા હતા ત્યારે દિલ્હીમાં કોંગ્રેસ સરકાર આતંકવાદીઑને બચાવત મહેનત કરતી હતી. કોંગ્રેસની સરકાર આતંકને ટાર્ગેટ કરવાને બદલે મોદીને ટાર્ગેટ કરતા રહ્યાં જેથી આતંક વકાર્યો હતો. કોંગ્રેસ ઉપરાંત હવે મોટા ભાગના આવા પક્ષો તૃષ્ટીકરણની રાજનીતિ કરી રહ્યાં છે. જેનાથી ગુજરાતે સતર્ક રહેવાની જરૂર છે. 2014 માં તમારા એક મતે આતંકવાદને કચડવામાં ખૂબ મદદ કરી છે. હવે શહેરો તો ઠીક પણ સીમા પર પણ આતંકી હુમલા અટક્યાં છે.  છતાં કોંગ્રેસ અને વિરોધીએ સર્જીકલ સ્ટાઇક જેવા સેનાના સમર્થ પર પણ શંકા ઉપજાવે છે. ભાજપ સરકાર આતંકવાદ સામે બમણી તાકાતથી લડી રહી છે. ગુજરાતને આતંકી ઘટનાઑથી બચાવવું છે.

પાવાગઢમાં 500 વર્ષ બાદ સનાતન ધર્મની ધજા ફરકી
વડાપ્રધાને કહ્યું કે જેમ આપડુ આધાર કાર્ડ છે એમ પશુઓના આધાર કાર્ડ બનાવવાની દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી કિશાન યોજનાથી વર્ષમાં ત્રણ વખત ખેડૂતોને સીધા રૂપિયા મળી રહ્યાં છે. હવે ખેત મજૂરો માટે પેન્સન યોજના લાવવાનું અમે વિચારી રહ્યા છીએ તેમ પણ મોદીએ કહ્યું હતું. વધુમાં મોદીએ કહ્યું કે 'જનઔષધી સ્ટોર થકી જે દબા 1000-2000ની થાય તે 10-20 રૂપિયામાં મળી રહી છે. પાવાગઢમાં 500 વર્ષથી ધજા નહોતી જેથી હું વડોદરા નોકરી કરતો ત્યાં જતો તો મને અપમાનજનક લાગતું. ત્યારબાદ તમે મને મુખ્યમંત્રી બનાવ્યો અને બાદમાં દિલ્હી મોકલ્યો જેથી આજે પાવાગઢમાં 500 વર્ષ બાદ સનાતન ધર્મની ધજા ફરકી રહી છે, તેમ પણ જણાવી મોદીએ અંતમાં કહ્યું હતું કે, ગુજરાતના ભલા માટે ભાજપને મત આપજો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ