બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ચૂંટણી 2019 / Congress Exit Poll Of Lok sabha Elections 2019 NDA UPA BJP

ચૂંટણી / કોંગ્રેસના એક્ઝિટ પોલમાં NDAને મળી રહી છે આટલી બેઠક, જાણો UPA જીતશે કેટલી બેઠક

vtvAdmin

Last Updated: 06:31 PM, 22 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપનું 200 બેઠકમાં ફિંડળુ વળી જશે અને એનડીએ 230 બેઠકો પર અટકી જશે, જ્યારે કોંગ્રેસ 140 બેઠકો પર જીતી શકે છે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીના સર્વેમાં યૂપીએ 195થી વધુ બેઠકો જીતી રહ્યું છે.

લોકસભાની ચૂંટણીના એગ્ઝિટ પોલમાં ભાજપના સાથી પક્ષોની સરકાર બનતી જોવા મળી રહી છે. ત્યારે આ કોંગ્રેસ દ્વારા પણ પોતાનો આંતરિક સર્વે કરવામાં આવ્યો હતો. એક્ઝિટ પોલના અનુમાનોને લઇને ભાજપમાં જશ્નનો માહોલ છે તો વિપક્ષ તેને નકારી રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસના પોતાના એક્ઝિટ પોલમાં ભાજપને 200 બેઠક નીચે આવશે અને એનડીએ 230 બેઠક પર અટકી જશે, જ્યારે કોંગ્રેસને 140 બેઠક જીત મળશે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીના સર્વેમાં યૂપીએ 195થી વધુ બેઠક જીતી રહ્યું છે.

પાર્ટીના આ આંતરિક સર્વેના હિસાબે કોંગ્રેસને આશા છે કે યૂપીએ તમિલનાડુ, કેરળ અને પંજાબમાં સારૂ પ્રદર્શન કરશે. કોંગ્રેસ બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ અને હરિયાણામાં પણ સારૂ પ્રદર્શન કરશે. 

કોંગ્રેસનો આંતરિક સર્વે: ક્યા રાજ્યમાં કેટલી બેઠકો મળશે?

રાજ્ય  -  UPAની બેઠક

  • બિહારઃ 15
  • મહારાષ્ટ્રઃ 22-24
  • તમિલનાડુઃ 34
  • કેરળઃ 15
  • ગુજરાતઃ 7
  • કર્ણાટકઃ 11-13
  • બંગાળઃ 2
  • મધ્યપ્રદેશઃ 8-10
  • હરિયાણાઃ 5-6
  • રાજસ્થાનઃ 6-7
  • ઉત્તરપ્રદેશઃ 5
  • દિલ્હીઃ 2
  • પંજાબઃ 9
  • ચંદીગઢઃ 1
  • છત્તીસગઢઃ 9
  • ઓડિશાઃ 2
  • તેલંગાણાઃ 2
  • જમ્મૂ-કાશ્મીર: 2
  • હિમાચલ પ્રદેશ: 1
  • ગોવા: 1
  • ઝારખંડ: 5
  • ઉત્તરાખંડ: 2
  • પૂર્વોત્તરરાજ્યો: 9-10

રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કરી અપીલ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઇવીએમ પર ઉઠેલા સવાલ વચ્ચે પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું કે, આગામી 24 કલાક મહત્વના છે. સતર્ક અને ચોકન્ના રહેજો. ડરો નહીં. તમે સત્ય માટે લડી રહ્યા છો. ફર્જી એક્ઝિટ પોલના દુષ્પ્રચારથી નિરાશ ન થાઓ. ખુદ પર અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો, તમારી મહેનત બેકાર નહીં જાય.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ