બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / બિઝનેસ / commercial lpg cylinder price has been decreased from 1st october

ખુશખબર / સસ્તા થયા ગેસના બાટલા, તહેવારોની સિઝનમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સરકારે આપી રાહત

Khevna

Last Updated: 09:25 AM, 1 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 ઓકટોબરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનાં રેટમાં ઘટાડો થયો છે. જાણો કેટલો થયો ઘટાડો અને શું છે હાલના ભાવ

  • કમર્શિયલ LPG સિલિન્ડરનાં ભાવમાં ઘટાડો 
  • 1 ઓક્ટોબરે જાહેર કરવામાં આવી કિંમતો 
  • નેચરલ ગેસની કિંમતોમાં વધારો 

નેચરલ ગેસની કિંમતોમાં થયેલા રેકોર્ડ વધારા છતાં પણ આજે 1 ઓકટોબરના રોજ LPG સિલિન્ડરની કિંમતોમા ઘટાડો થયો છે, આ ઘટાડો ઘરેલૂ ગેસના સિલિન્ડરની કિંમતોમાં નહીં પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનાં રેટમાં થયો છે. 19 કિલોવાળા કમર્શિયલ ગેસ સિલિન્ડર આજથી રાજધાની દિલ્હીમાં 25.50 રૂપિયા સસ્તા થઈ ગયા છે. આ ઉપરાંત ઘણા શહેરોમાં ભાવમાં ઘટાડો આવ્યો છે. ગયા મહિનાની પહેલી તારીખે પણ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો હતો. આજે  LPG સિલિન્ડરના નવા રેટ જાહેર થઈ ગયા છે. 

દિલ્હીમાં કેટલો થયો ઘટાડો?
1 ઓકટોબર 2022નાં રોજ દિલ્હીમા ઇંડેનના 19 કિલોવાળા કમર્શિયલ સિલિન્ડરના ભાવ 25.50 રૂપિયા ઘટયા છે. જ્યારે કોલકાતામા 36.50 રૂપિયા, મુંબઈમાં 32.50 રૂપિયા અને ચેન્નાઈમા 35.50 રૂપિયા કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટયા છે. આ ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં આજથી 19 કિલોવાળા કમર્શિયલ એલપીજી સિલિન્ડર 1859.50 રૂપિયાનાં સ્તર પર મળશે. 

મહાનગરોમા કમર્શિયલ LPGની કિંમતો 
કોમર્શિયલ એલપીજી સિલિન્ડર આજથી કોલકાતામાં 36.50 રૂપિયા સસ્તું થઈને 1,995.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. એ જ રીતે મુંબઈમાં તેની કિંમત રૂ. 1,844 થી ઘટીને રૂ. 35.50 થી રૂ. 1811.50 પર આવી ગઈ છે. ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 35.50 રૂપિયા સસ્તું થયું છે. એલપીજી સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો મોટાભાગે હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગ થાય છે.

નેચરલ ગેસની કિંમતોમાં વધારો 
નેચરલ ગેસની કિંમતોમાં રેકોર્ડ 40 ટકા વધારો થયો છે. વધેલા દર 1 ઓકટોબરથી લાગુ થશે, જે 31 માર્ચ 2023 સુધી કાયમ રહેશે. નેચરલ ગેસના દરોમાં થયેલા ભારે વધારાને કારણે સીએનજી અને પીએનજીની કિંમતોમાં વધારાની આશંકા છે. 

પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ આવતા પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ના આદેશ અનુસાર હાલમાં કુદરતી ગેસના એક યુનિટની કિંમત $6.1 (અંદાજે રૂ. 500 પ્રતિ યુનિટ) છે, જે વધીને $8.57 થઈ ગઈ છે. (લગભગ રૂ. 700) પ્રતિ યુનિટ છે. જેમ ક્રૂડ ઓઈલનું એકમ પ્રતિ બેરલમાં માપવામાં આવે છે, તેવી જ રીતે કુદરતી ગેસનું એકમ 'બ્રિટિશ થર્મલ યુનિટ પ્રતિ મિલિયન' છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ