બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Coastguard rescued 5 missing, 2 injured fishermen at sea

સલામ / પોરબંદરથી 50કિમી દૂર મધદરિયે દિલધડક રેસ્ક્યૂ, કોસ્ટ ગાર્ડના જવાનો દેવદૂત બની અવતર્યા, 7ને બચાવ્યા

Dinesh

Last Updated: 07:59 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરના દરિયાકાંઠેથી 50 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં માછીમારોની જય ભોલે નામની બોટના 5 ગુમ થયેલા અને 2 ઘાયલ ક્રૂને બચાવી લેવાયા

  • પોરબંદર દરિયામાં કોસ્ટગાર્ડે માછીમારોને બચાવ્યા
  • કોસ્ટગાર્ડે સમુદ્રમાં 5 ગુમ, 2 ઘાયલ માછીમારોને બચાવ્યા
  • બે કલાકની જહેમત ઉઠાવી ગુમ થયેલા તમામ બચાવી લેવાયા


ભારતીય કોસ્ટગાર્ડનું ઉમદા કાર્ય સામે આવ્યું છે, પોરબંદરના દરિયાકાંઠેથી 50 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં માછીમારોની જય ભોલે નામની બોટના 5 ગુમ થયેલા અને 2 ઘાયલ ક્રૂને બચાવી લેવાયા છે

પોરબંદર દરિયામાં કોસ્ટગાર્ડે માછીમારોને બચાવ્યા
પોરબંદરના દરિયાકાંઠેથી 50 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં માછીમારોની જય ભોલે નામની બોટના 5 ગુમ થયેલા અને 2 ઘાયલ ક્રૂને બચાવી લેવાયા છે. કોસ્ટગાર્ડના મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટર પોરબંદરને સમુદ્રમાં જય ભોલે નામની  ફિશિંગ બોટમાં આગ લાગી હોવા માહિતી પાપ્ત થઈ હતી. બોટ પોરબંદરના દરિયાકાંઠાથી 50 કિલોમીટરથી દૂર હતી. જેની વિગતા પાપ્ત થતાં  જ કોસ્ટગાર્ડના પોરબંદરથી જિલ્લા કાર્યાલય માહિતીનું આદાન-પ્રદાન કરી તેના ઇન્ટરસેપ્ટર ક્લાસ જહાજો C-161 અને C-156ને ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા. 

બે કલાકની જહેમત ઉઠાવી ગુમ થયેલા તમામને બચાવી લેવાયા
પોરબંદર કોસ્ટગાર્ડના એર સ્ટેશનથી એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) પણ ત્યાંથી રવાના કરવામાં આવ્યું હતું. કોસ્ટ ગાર્ડના જહાજો પૂર ઝડપે ઘટનાસ્થળ તરફ ગયો હતો જેમ બને તેમ  જલ્દી  ઘટનાસ્થળ પર કોસ્ટગાર્ડ પહોંચ્યું હતું. પરંતું ત્યાં સુધીમાં આગે વિકરાણ સ્વરૂપ લીધુ હતુ અને બોટના ક્રૂ આગને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યાં હતાં.  ક્રુ મેમ્બરોએ બોટને છોડી દીધી હતી અને જહાજ પરના 7 ક્રૂમાંથી, 2 ક્રુ ને નજીકમાં ઓપરેટિંગ કરતી ડંજી બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને અન્ય 5 દરિયામાં ગુમ થઇ ગયા હતા. જ્યાં પહોંચેલા કોસ્ટગાર્ડ દ્વારા ખરાબ દરિયાઈ હવા વચ્ચે બે કલાકની જહેમત ઉઠાવી ગુમ થયેલા તમામ 5 ક્રૂને શોધીને બચાવી લેવાયા હતા. 

8 મહિનામાં  60થી વધુ લોકોના જીવ બચાવ્યા
તમામ ક્રૂ મેમ્બરોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. પાંચેય ક્રૂને બપોરે 1:00 વાગ્યે પોરબંદર લાવવામાં આવ્યા હતા. ડીંગી બોટ દ્વારા બચાવાયેલા બે ક્રૂમાંથી એક ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળ્યું હતું. ઘાયલ ક્રૂને કોસ્ટ ગાર્ડના જહાજ C-161 પર લઈ જવામાં આવ્યો હતો. કોસ્ટગાર્ડની ટીમ દ્વારા તેને દરિયામાં પ્રાથમિક તબીબી સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પોરબંદર ખસેડવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, કોસ્ટ ગાર્ડ દ્વારા છેલ્લા 8 મહિનામાં ગુજરાતના દરિયામાં 60 થી વધુ લોકોના જીવ બચાવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ