બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / CM Bhupendra Patel will inaugurate one more oxygen park in Ahmedabad.

વિશ્વ પર્યાવરણ દિન / અમદાવાદીઓને મળશે વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલ કરશે ખાતમુહૂર્ત, 'મિયાવાકી' પદ્ધતિનો થશે ઉપયોગ

Kishor

Last Updated: 07:57 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 5 જૂનના રોજ 'વિશ્વ પર્યાવરણ દિન'ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રાગડ ખાતે ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

  • અમદાવાદીઓને મળશે વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રાગડ ખાતે ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત કરશે
  • વિશાળ વિસ્તારમાં ઓક્સિજન પાર્કનું નિર્માણ કરાશે

અમદાવાદીઓને વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ મળવા જઈ રહી છે. 'ગ્રીન અમદાવાદ, ક્લીન અમદાવાદ' અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને હરિયાળું બનાવવાની દિશામાં કામગીરી કરી ચાલી રહી છે. ત્યારે આગામી 5 જૂન એટલે કે 'વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રાગડ ખાતે ઓક્સિજન પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જે 24,270 ચો. મી જેટલા વિશાળ પાર્કમાં આકાર પામશે. આ તકે શહેરના મેયર કિરીટભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નારસન, ધારાસભ્યઓ તથા કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

અમદાવાદમાં બેફામ વ્હીકલ પાર્ક કરનારા સાવધાન: AMC એક્શનમાં, રિવરફ્રન્ટ રોડ  પર એકસાથે 24 ફોર વ્હીલર્સને મારી દેવાયાં 'તાળાં' | In AMC action, 'locks'  kill 24 ...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ પામનાર આ ઓક્સિજન પાર્કની વિશેષતા વિશે વાત કરવામાં આવે તો, આ પાર્કમાં 'મિયાવાકી' પદ્ધતિથી 75,000 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. 5 જૂન 'વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે આ પાર્કમાં 7500 જેટલાં વૃક્ષો લગાવવામાં આવશે.

ઓપન જિમ્નેશિયમનું પણ નિર્માણ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આકાર પામનાર આ ઓક્સિજન પાર્કમાં મુલાકાતીઓ માટે અનેક આકર્ષણો મૂકવામાં આવશે. જેમ ક... નયનરમ્ય તળાવ, આકર્ષક લોન પ્લોટ, વોકિંગ ટ્રેક, આકર્ષક ગજેબો બનાવવામાં આવશે. આ ઉપરાંત ફિટનેસ માટે ઓપન જિમ્નેશિયમનું પણ નિર્માણ કરવામાં આવશે. અને યોગા પોઇન્ટ પણ બનાવવામાં આવશે. તથા બાળકો માટે રમત-ગમતના સાધનો પણ અહીં મૂકવામાં આવશે.


મેયર કિરીટભાઈ પરમારે જણાવ્યું કે...

આ મામલે અમદાવાદ શહેરના શહેરના મેયર કિરીટભાઈ પરમાર જણાવે છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને લીલુંછમ બનાવી ગ્રીન કવરના વિસ્તારમાં વધારો થાય તે દિશામાં સતત કામ કરી રહ્યું છે. તેના ભાગરૂપે કોર્પોરેશન શહેરીજનો માટે વધુ એક ઓક્સિજન પાર્ક બનાવવા જઈ રહ્યું છે. આ સમગ્ર ઓક્સિજન પાર્કને મિયાવાકી પદ્ધતિથી વિકસિત કરવામાં આવશે. તેમ જણાવ્યું હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ