બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Chinese ship rescues Porbandar Coast Guard member after heart attack

બચાવ કાર્ય / VIDEO: ચાઈનીઝ જહાજની મદદે પોરબંદર કોસ્ટગાર્ડ, કૃ-મેમ્બરને હાર્ટ એટેક આવતા અડધી રાત્રે કર્યું રેસ્ક્યૂ

Kishor

Last Updated: 10:59 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદર અને દમણ કોસ્ટગાર્ડે ઓપરેશન હાથ ધરી મધદરિયે ચાઇનાના જહાજમાં ક્રૂ મેમ્બરને હાર્ટ એટેક આવતા તેને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

  • કોસ્ટગાર્ડનું મધદરિયે દિલધડક રેસ્કયું ઓપરેશન
  • ચાઇનાના જહાજમાં એક ક્રૂ મેમ્બરને આવ્યો હાર્ટ એટેક
  • અડધી રાત્રે દરિયામાં 200 કિલોમીટર દૂર કોસ્ટગાર્ડનું ઓપરેશન

ભારતીય સીમાથી 200 કિલોમીટર દૂર મધદરિયે એક ચાઈનીઝ જહાજની મદદએ ભારતીય કોસ્ટકાર્ડના જવાનો પહોંચ્યા હતા. ચાઈનીઝ જહાજના એક કૃ મેબ્બરને અડધી રાત્રે હાર્ટ અટેક આવતા મેડિકલ ઈમરજન્સીની જરૂર જણાઇ  હતી. આથી ચાઈનીઝ જહાજે ભારતીય કોસ્ટ ગાર્ડની મદદ માગી હતી. ત્યારબાદ અડધી રાત્રે દમણ અને પોરબંદરના કોસ્ટ ગાર્ડના જવાનોએ દરિયામાં 200 કિલોમીટર દૂર રાતના અંધકારમાં જઈ અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું.આ સમગ્ર ઓપરેશનમાં મેડિકલ ટીમને એક મહિલા અધિકારીએ લીડ કરી હતી. આમ ઇમરજન્સીના સમયે ચાઈનીઝ જહાજની મદદએ ભારતીય કોસગાર્ડના જવાનો એ પહોંચી અને એક ચાઈનીઝ ક્રુ મેમ્બર નો જીવ બચાવ્યો હતો. 

ચાઇનીઝ જહાજે ભારતીય કોસ્ટ ગાર્ડની મદદ માગી
ભારતીય કોસગાર્ડની માનવતાનો કિસ્સો સામે આવ્યો છે.જેમાં ભારતીય સીમાથી 200 કિલોમીટર દૂર મધદરિયે ચીનથી યુએઈ જઈ રહેલા એક ચાઈનીઝ રિસર્ચ જહાજમાં સવાર એક કૃ મેમ્બરને હાર્ટ એટેક આવ્યો હતો. આ દરમિયાન હાર્ટએટેકની સારવારની જરૂરી સુવિધા ચાઈનીઝ જાહાજમાં નહીં હોવાથી તાત્કાલિક ચાઇનીઝ જહાજે ભારતીય કોસ્ટ ગાર્ડની મદદ માગી હતી.  પ્રથમ મુંબઈ કોસ્ટગાર્ડને તેનો સંદેશો મળતા જ તાત્કાલિક પોરબંદર અને દમણના કોસ્ટગાર્ડને એલર્ટ કરવામાં આવ્યા હતા.

ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોનું પરાક્રમ
આથી અડધી રાત્રે દમણ અને પોરબંદરના જવાનોએ ભારતીય બનાવટના ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા 200 કિલોમીટર દૂર દરિયામાં પહોંચ્યા હતા. જો કે અડધી રાત્રે રાતના અંધકારમાં ચાઇનાના જહાજ પર હેલિકોપ્ટર લેન્ડ થઈ શકે તેવી પરિસ્થિતિ ન હોવાથી ભારતીય જવાનોએ ચાઈનીઝ મેમ્બરને એરલિફ્ટ કર્યા હતા. ત્યારબાદ તેમને હેલિકોપ્ટરમાં જ પ્રાથમિક સારવાર આપી હતી.  દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન લાવી અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઓપરેશન અંગે દમણ કોસગાર્ડના કમાન્ડિંગ ઓફિસર એસ વાજપાઈએ મીડિયાને માહિતગાર કર્યા હતા અને ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોના પરાક્રમને બિરદાવ્યું  હતું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ