ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Politics / વિશ્વ / China's boycott in India, when China said to India, "Welcome India ..."

ઉલટપ્રવાહ / ભારતમાં ચીનનું બૉયકોટ જ્યારે બીજી બાજુ મહામારીને કારણે ચીનમાં ભારતથી ઈમ્પોર્ટ વધ્યું

Published By: Nirav

Last Updated: 06:08 PM, 22 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CRISIL Reportના અનુસાર જે આંકડાઓ સામે આવ્યા છે તેનાથી માહિતી મળે છે કે વિશ્વના જે દેશોને કોરોના પર કાબૂ પામવામાં સફળતા મળી છે ત્યાં આર્થિક ગતિવિધિઓ વધતાં માલ સામાનનું ઇમ્પોર્ટ પણ વધ્યું છે. આ જ પ્રકારનું તથ્ય ભારત અને ચીન વચ્ચેના વેપારમાં પણ જોવા મળ્યું છે.

ADVERTISEMENT

  • ચીનમાં ભારતીય માલસામાનનું ઈમ્પોર્ટ વધ્યું 
  • ભારતમાં યથાવત છે ચીની માલસામાનની બહિષ્કાર
  • ક્રિસિલના રીપોર્ટમાં થયો મહત્વપૂર્ણ ખલાસો

પૂર્વી લદ્દાખમાં ચીન સાથે થયેલા લોહિયાળ સંઘર્ષ પછી સમગ્ર ભારતમાં જાણે કે ચીન વિરુદ્ધ બહિષ્કારની મોસમ જામી છે, જો કે બીજી બાજુ ચીનમાં જાણે કે ઠીક આનાથી ઊલટ પ્રવાહ દ્રશ્યમાન થઈ રહ્યો છે. ચીને  છેલ્લા થોડા સમયમાં ભારતમાંથી ખૂબ જ મોટા પાયે આયાતમાં વધારો કર્યો હોવાનું નોંધાયું છે. અને આ તથ્ય ક્રિસિલની રિપોર્ટમાંથી સામે આવ્યું છે. એપ્રિલ મહિનામાં આ આંકડાઓ 60.2 ટકાની ઘટ દર્શાવતા હતા જ્યારે કે જુલાઈમાં આમાં 10 ટકાનો વધારો નોંધાયો છે. 

જો કે એક તથ્ય ઉડીને આંખે વળગે તેવું એ સામે આવ્યું છે કે જે દેશોમાં કોરોના વાયરસને કાબૂમાં કરી લેવામાં આવ્યો છે ત્યાં તે દેશોએ પોતાને ત્યાં આયાત વધારી છે. ભારતનું નિર્યાત ચીન સિવાયના એશિયાઈ દેશોમાં પણ વધ્યું છે. ભારત તેના કુલ નિર્યાતનો 16 ટકા હિસ્સો એશિયન અર્થવ્યવસ્થાઓને નિર્યાત કરે છે. જો કે ચીનમાં ભારત મોટા પાયે લોખંડ, સ્ટીલ, કાચું ખનીજ અને જૈવિક પદાર્થો મુખ્યત્વે નિર્યાત કરે છે. 

આ પ્રમુખ અર્થવ્યવસ્થાઓમાં ભારતીય નિકાસ ઘટી છે

આ લિસ્ટમાં મલેશિયા, વિએટનામ અને સિંગાપોર છે. આ ત્રણેય દેશોમાં ભારતીય નિકાસ ક્રમશ: 76 ટકા, 43 ટકા અને 37 ટકા છે. આ દેશોએ છેલ્લા થોડા સમયમાં કોરોના મહામારી પર નિયંત્રણ મેળવી લીધું છે. એટલે ત્યાં ભારતીય નિકાસ વધી છે જો કે સામે બીજી બાજુએ પશ્ચિમી દેશોમાં ભારતની નિકાસ ઘટી છે, ખાસ કરીને અમેરિકા, બ્રાઝિલ, બ્રિટન જેવા દેશોમાં જ્યાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યાં છે. 

ચીનને મળ્યો જલ્દી કોરોના પર કાબૂ મેળવવાનો ફાયદો 

ક્રિસિલ રીપોર્ટથી એ તથ્ય ઉજાગર થાય છે કે એવા દેશોમાં બીજા દેશોથી નિકાસ વધી છે જ્યાં કોરોનાના કેસો કાબૂમાં આવી ગયા છે અથવા ઓછા થઈ રહ્યા છે. ખાસ કરીને જ્યાં કોરોના કાબૂમાં આવવા ને લીધે આર્થિક  ગતિવિધિઓ ફરી ચાલુ થઈ ગઈ છે. ચીન એવા દેશોમાં પ્રમુખ છે, જેનો રીપોર્ટમાં ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેમ કે ત્યાં કોરોના વાયરસ સૌથી પહેલા ફેલાયો હતો અને સૌથી પહેલા ત્યાંજ તેની પર કાબૂ પણ મેળવાયો, જેનો ફાયદો હવે ચીનને મળી રહ્યો છે. એક બાજુ જ્યાં ઘણી અર્થવ્યવસ્થાઓ મંદી સામે ઝઝૂમી રહી છે, ત્યારે એપ્રિલ - જૂન ક્વાર્ટરમાં ચીનનો વૃદ્ધિ દર 3.2 ટકા જેટલો રહ્યો હતો. 

ચીન સાથેની વેપારી ખાધ ઘટાડવામાં આ મદદરૂપ સાબિત થશે

ભારતમાં કોરોનાના કારણે આમ પણ આર્થિક ગતિવિધિઓમાં ઘટાડો નોંધાયો છે જેના લીધે ઘરેલું માંગ પ્રભાવિત થઈ છે, જેના લીધે ઓવરઓલ ઈમ્પોર્ટ પણ ઘટી છે અને ચીનનું ઈમ્પોર્ટ પણ ઘટ્યું છે. જો કે અહીએક બીજું કારણ પણ છે કેમ કે ચીન સાથેના તણાવ પછી ભારતમાં ચીન વિશે વ્યાપક વિરોધનો મત પ્રવર્તી રહ્યો છે, જેના લીધે પણ ચીની પ્રોડક્ટ્સની ડિમાન્ડમાં ઘટાડો નોંધાતા ચીનથી આયાતમાં ઘટાડો થયો છે, જેના લીધે ચીન સાથેનું વ્યાપારિક અસંતુલન ઘટાડવામાં મદદ મળી છે, અને વેપાર ખાધ ઘટી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

CRISIL China India અર્થતંત્ર અર્થવ્યવસ્થા ઇમ્પોર્ટ ચીન ભારત વેપાર Inversion

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ