બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / વિશ્વ / China ignored the alert, Taiwan issued an alert and Corona came under control

સંક્રમણ / ચીને જે ચેતવણીને અવગણી તાઈવાને તેનાં પર જ અલર્ટ આપ્યું અને કાબૂમાં આવી ગયો કોરોના

Parth

Last Updated: 05:10 PM, 8 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના જે વુહાન શહેરથી કોરોના વાઇરસ ફેલાયો, ત્યાંથી માત્ર ૯૫૦ કિમીના અંતરે તાઇવાનની રાજધાની તાઇપેઇ આવેલી છે. જ્યારે વુહાનથી લગભગ ૧૨,૦૦૦ કિમીથી વધુ દુર છે અમેરિકાનું ન્યૂયોર્ક શહેર. એક બાજુ વુહાનથી આટલે દૂર આવેલા ન્યૂયોર્કમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩.૯૬ લાખથી પણ વધુ છે. મૃત્યુનો આંકડો પણ ૩૦ હજારની ઉપર પહોંચ્યો છે ત્યારે તાઇવાનમાં માત્ર ૪૫૩ કેસ અને માત્ર સાત મૃત્યુ થયાં છે.

  • વુહાનથી માત્ર 950 કિમી દૂર છતાં બચી ગયું તાઈવાન 
  • ચીને જે ડોક્ટરની ચેતવણીને અવગણી, તાઈવાને તેને માનીને એલર્ટ આપ્યું
  • તાઇવાનનાં પહેલાં મહિલા રાષ્ટ્રપતિએ તરત નિર્ણય લીધો અને મહામારી સામે લડ્યા

ખાસ વાત એ છે કે, કોરોનાને ફેલાતો રોકવા માટે અહીં ટોટલ લોકડાઉન લગાવાયું ન હતું. માત્ર સ્કૂલો-કોલેજો અને સાર્વજનિક કાર્યક્રમો પર જ પ્રતિબંધ લગાવાયો હતો. તે પણ ફક્ત થોડા સમય માટે. આ બધું કેવી રીતે થયું? તેનું મુખ્ય કારણ છે તાઇવાનનાં રાષ્ટ્રપતિ સાઇ ઇંગ-વેન. સાઇ તાઇવાનનાં પહેલાં મહિલા રાષ્ટ્રપતિ છે. સાઇ મે, ૨૦૧૬માં પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યાં અને જાન્યુઆરી, ૨૦૨૦માં બીજી વખત. સાઇએ તરત નિર્ણય લીધો અને કોરોના જેવી મહામારી સામે લડ્યા હતા. 

ડબ્લ્યુએચઓના જણાવ્યા મુજબ, કોરોના વાઇરસનો પહેલો દર્દી ૮ ડિસેમ્બરે ચીનના વુહાન શહેરમાં મળી આવ્યો હતો. તે સમયે જાણ નહોતી કે આ કોરોના વાઇરસ છે. તેથી તે સમયે તેને ન્યુમોનિયાની જેમ જોવાયો હતો. ડિસેમ્બરના અંતમાં વુહાનની એક હોસ્પિટલમાં ડોક્ટર લી વેનલિયંગે સૌથી પહેલા કોરોના વાઇરસ અંગે જણાવ્યું હતું. ચીનની સરકારે તેને નજરઅંદાજ કર્યું અને બાદમાં લીનું મૃત્યુ કોરોનાથી થયું. તે સમયે લીની ચેટના સ્ક્રીનશોટ પણ વાઇરલ થયા હતા. જેમાં તેમણે ન્યુમોનિયાની જેમ એક નવી બિમારી અંગે સાવચેત કર્યા હતા. ચીનની સરકારે તેમની વાત ન માની અને તેમના પર અફવાઓ ફેલાવાનો પણ આક્ષેપ કર્યો. બાદમાં લીનું મૃત્યુ કોરોનાથી થઇ ગયું. 

જ્યારે આખી દુનિયા ૩૧ ડિસેમ્બરની ઉજવણીની તૈયારી કરી રહી હતી ત્યારે તાઇવાન સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલે નવી બીમારીને લઇને એલર્ટ જારી કર્યું. તાઇવાને એડવાઇઝરી જારી કરીને વુહાનથી આવનારા દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ શરૂ કર્યું. આ સાથે જે લોકો છેલ્લા ૧૫ દિવસમાં વુહાનથી પાછા ફર્યા હતા તેમના પર નજર રાખી. તાઇવાનમાં ૨૧ જાન્યુઆરીએ કોરોનાનો પહેલો દર્દી મળ્યો હતો. ત્યારબાદ તાઇવાન સરકારે ચીનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી. ચીનમાંથી આવતી દરેક વ્યક્તિ માટે ક્વોરન્ટાઇન એડવાઇઝરી જારી કરી અને લોકોને બિનજરૂરી બહાર ન ફરવાની અપીલ કરી. 

માસ્કની જરૂરિયાતને સમજતાં સરકારે ૨૪ જાન્યુઆરીએ જ માસ્કના એક્સપોર્ટ પર ટેમ્પરરી બેન લગાવી દીધો. માસ્કની એક્સપોર્ટ રોકાઇ અને કોરોનાના કેસ વધવાના કારણે લોકોમાં માસ્ક ખરીદવાની હોડ લાગી. સરકારે ઓડ ઇવન ફોર્મ્યુલા પણ જારી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ