બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / Chhattisgarh Assembly Election result shocked everyone, know what factors arose due to which the Congress was defeated.
Last Updated: 09:32 AM, 4 December 2023
ADVERTISEMENT
ગઇકાલે ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણી પરિણામ સામે આવ્યા હતા અને આજે મિઝોરમમાં મતગણતરી ચાલી રહી છે. ગઇકાલના પરિણામો વિશે વાત કરીએ તો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવી રહી છે. જ્યારે તેલગણામાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે,
ADVERTISEMENT
ત્રણ રાજ્યોમાં ભાજપ તો એકમાં કોંગ્રેસ..
છત્તીસગઢમાં ભાજપના ખાતામાં 54 બેઠકો ગઈ છે જ્યારે કોંગ્રેસને 35 બેઠક મળી છે અને અન્યના ખાતામાં 1 છે. મધ્ય પ્રદેશમાં ભાજપને 163 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 66 બેઠક મળી છે જ્યારે અન્યના ખાતામાં 1 બેઠક ગઈ છે. રાજસ્થાનમાં ભાજપને 115 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 69 અને આઈ એન ડીને 8 તેમજ અન્યને 3 બેઠક મળી છે. તેલંગણામાં કોગ્રેસને 64 અને બી એચ આર એસને 39 તેમજ ભાજપને 8 જ્યારે એ આઈ એમ આઈ એમને 7 બેઠક મળી છે જ્યારે અન્યના ખાતામાં એક બેઠક ગઈ છે.
છત્તીસગઢમાં ભાજપની મહાજીત
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત હાસંલ કરી છે. અહીં બીજેપીને 54 સીટો મળી છે જ્યારે કોંગ્રેસ માત્ર 35 સીટો પર આવી છે. રાજ્યમાં જ બહુમતનો આંકડો 46 છે. આ રીતે છત્તીસગઢમાં ભાજપે સરકાર બનાવી છે. રાજ્યની 90 વિધાનસભા બેઠકો માટે 7 અને 17 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. માઓવાદી પ્રભાવિત રાજ્ય રાજકીય દૃષ્ટિકોણથી હંમેશા મહત્વનું રહ્યું છે. લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા જ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ પરિણામ લોકસભાની ચૂંટણી પહેલા જનતાનો મૂડ પણ જણાવશે. છેલ્લા 5 વર્ષથી અહીં કોંગ્રેસની સરકાર હતી, જેની મુખ્ય સ્પર્ધા ભાજપ સાથે હતી.
હવે જે પ્રદેશમાં કોંગ્રેસ સૌથી મજબૂત ગણવામાં આવતી હતી તે જ વિસ્તારના વિધાનસભા ચૂંટણીના પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે. આ છે છત્તીસગઢ વિધાનસભા બેઠકની, જેમાં કોંગ્રેસને બહુમતીથી દૂર રહેવાની નોબત આવી છે અને ભાજપને બહુમતી મળી છે. કોંગ્રેસની કારમી હાર પાછળ ભાજપના મૌન પ્રચારની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જેને કોંગ્રેસ સરકાર વિરુદ્ધ કરેલા પ્રચારનું ફળ મળ્યું છે.
મોદી હે તો મુમકીન હે
બઘેલ સરકાર સામે કોઈ નારાજગીના મુદ્દા ન હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી પીએમ મોદીએ છત્તીસગઢમાં આક્રમક પ્રચાર શરૂ કર્યો અને પરિણામ આજે આખો દેશ જોઈ રહ્યો છે. ચૂંટણીમાં ભાજપે સમગ્ર ચૂંટણી પ્રચાર મહાદેવ એપ પર રાખ્યો, જેના કારણે સીએમ ભૂપેશ બઘેલનું સામાજય સખળડખળ થઈ ગયું છે.
છત્તીસગઢમાં કોંગ્રેસ આ વાત પર ચૂકી
ગાયનું છાણ અને ગૌમૂત્ર ખરીદવાને કારણે મહિલાઓ કોંગ્રેસને વોટ આપશે તેવું માની છાણ અને ગૌમૂત્ર પણ ખરીદવામાં આવ્યું હતું. જોકે આ વલણ પણ કામ આવ્યું નથી. ભૂપેશ બઘેલે સોફ્ટ હિન્દુત્વનો રસ્તો પસંદ કર્યો હતો. છત્તીસગઢમાં હિન્દુઓની વસ્તી 96 ટકા છે. આ સોફ્ટ હિન્દૂત્વનો મુદ્દો પણ કામ આવ્યો ન હતો. છત્તીસગઢની કોંગ્રેસ સરકાર જૂની પેન્શન યોજના પણ ગેમ ચેન્જર સાબિત થઈ ન હતી.
હાર માટે આ તો કારણ નથી?
શું કોંગ્રેસની હાર માટે મહાદેવ બેટિંગ એપ તો જવાબદાર નથી? જાણકાર માને છે કે ચૂંટણી પ્રચાર વખતે જે પ્રકારે મહાદેવ બેટિંગ એપનો મામલો સામે આવ્યો અને સીએમ ભૂપેશ બધેલ સાથે તાર જોડાયા ત્યાર બાદ કોંગ્રસ માટે બચાવ કરવો મુશ્કેલ થઈ ગયો. બીજેપીના નેતાએ કહેતા હતા કે કોંગ્રેસ ભલે પોતાને ઈમાનદાર ગણાવે. પરંતુ હકીકત એજ છે કે કોંગ્રેસના નેતા ભ્રષ્ટાચારથી પીછો નથી છોડાવી શકતા.
ભાજપનું મૌન અભિયાન કામ કરી ગયું
છત્તીસગઢ ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઘણી રેલી યોજાઈ હતી. એટલું જ નહીં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ રેલીને શોભાવી હતી. જ્યારે PM નરેન્દ્ર મોદીએ જોરદાર પ્રચાર કરી સરકાર વિરુદ્ધ મેદાન પર વાતાવરણ ઊભું કર્યું હતું. જ્યારે ભાજપનું સમગ્ર ધ્યાન શહેરી વિસ્તારો તેમજ આદિવાસી વિસ્તારો પર હતું. ભાજપે આદિવાસીઓને બઘેલ સરકારની નિષ્ફળતાઓથી વાકેફ કર્યા હતા. કારણ કે 2018માં આદિવાસીઓએ કોંગ્રેસને એકતરફી મતદાન કર્યું હતું,જોકે આદિવાસી વર્ગ નારાજ હોવાનું દ્રશ્ય સર્જાતા ભાજપે પ્રચારમાં લાભ લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.