બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Changes in wire fencing plans, where and how to apply? What are the terms and conditions?

મહામંથન / તાર ફેન્સિંગની યોજનામાં ફેરફાર, અરજી ક્યાં અને કેવી રીતે કરવાની રહેશે? શરતો અને નિયમો શું?

Vishal Khamar

Last Updated: 10:26 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. ત્યારે ખેડૂતો પોતાનાં પાકનું રક્ષણ કરી શકે તે માટે સરકાર દ્વારા ખેતરમાં ખાસ ફેન્સિંગ માટેની યોજનાં અમલમાં મુકી છે. ખેતરમાં ઉભેલ પાકને જાનવર દ્વારા રક્ષણ મળી રહે તે માટે ખાસ આ યોજનાં સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે.

ખેતરમાં ફેન્સિંગ માટેની યોજનામાં ખેડૂતો જે સુધારા ઇચ્છતા હતા તે સુધારા પર મહોર લાગી ચૂકી છે. સરકારે 5 હેક્ટરની મર્યાદામાં ઘટાડો કરીને 2 હેક્ટર માટે સહાય આપવાનો નિર્ણય કરી લીધો છે.  ખેતરમાં જાનવરથી ઉભા પાકને ખૂબ મોટું નુકશાન થતું હતું. જેથી જાનવરથી પાકને રક્ષણ મળી રહે તે માટે ખેડૂતો દ્વારા ખેતરમાં ફેન્સિંગ કરવામાં આવે છે.  આ માટે ખેડૂતોને ખેતર ફરતે ફેન્સિંગ એટલે કે કાંટાળી વાડમાં સહાય આપતી યોજના સરકાર લાવી હતી. શરૂઆતમાં આ યોજના હેઠળ 10 હેક્ટર ખેતર ધરાવતા ખેડૂતોને સબ્સિડી અપાતી હતી તે બાદ સુધારો કરીને 5 હેક્ટર વિસ્તાર કરાયો હતો.

જો કે ખેડૂતો અને ખેડૂત સંગઠોએ કરેલી રજૂઆત બાદ હવે સરકારે આ વિસ્તાર ઘટાડીને 2 હેક્ટર કરી દીધો છે.એટલે કે નાના ખેડૂત અથવા ખેડૂતનો એક સમૂહ આ યોજનાનો લાભ લઇ શકશે. જેમને ખરેખર ફેન્સિંગ આર્થિક ભારણ રૂપ લાગતું હોય તેવા ખેડૂતોને લાભ મળતો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ખર્ચના 50ટકા સબ્સિડી મળવા પાત્ર છે. નિલગાય સહિતના જંગલી જનાવરોને અટકાવવા ખેડૂતો માટે ફેન્સિંગ એક માત્ર વિકલ્પ છે.સરકારે આ યોજના માટે 350 કરોડની જોગવાઇ રાખી છે. ખેડૂતોને પાકને બચાવવા માટે થતાં બોજનું ભારણ આ નિર્ણયથી જરૂર બચશે.ખેડૂતો આ યોજનાનો લાભ કઇ રીતે લઇ શકશે? ખેડૂતોએ ક્યા અરજી કરવાની છે? યોજના શું છે-શરત શું છે? ખેડૂતોને આ યોજનાની કેટલો ફાયદો થશે? 

તાર ફેન્સિંગ યોજના માટે શરતો શું છે?

ખેડૂત, ખેડૂતોએ જૂથ માટે વિસ્તાર બનાવી I-khedut  પોર્ટલ પર અરજી કરવાની છે.જેમાં જીલ્લાને ફાળવેલા લક્ષ્યાંક પ્રમાણે પહેલા તે પહેલાનાં ધોરણે અરજી સ્વીકારવામાં આવશે. ખેડૂતો માટે ઓછામાં આચટો ર હેક્ટર કટરનો વિસ્તાર માન્ય રહેશે. તેમજ સામુહિક ખેડૂતોની અરજી કરનારા તમામ ખેડૂતને જુથ લીડર બનાવવાનો રહેશે. ઓનલાઈન અરજી કરનાર તમામ ખેડૂતને જુથ લીડર બનાવવાનો રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ 10 દિવસમાં અરજી સાથે અરજદાર ખેડૂત- ખેડૂતોએ બેંક થાતાની વિગત આપવાની રહેશે. તેમજ 7/12 અને 8-અ તેમજ આધારકાર્ડની નકલ આપવાની રહેશે.  અરજદારે અગાઉ તાર/ સોલાર ફેન્સિંગ યોજનામાં લાભ નથી લીધો તેવું કબુલાતનાનું  આપવું પડશે. જે બાદ થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન માટે ખેતી નિયામકનાં વિભાગ મુજબ એજન્સી ટેન્ડર પદ્ધતિથી નિયત થશે.

  • જે જમીન પર ખેતી થતી હોય તેવી જમીનને લાભ મળવાપાત્ર થશે
  • જંગલ વિસ્તારમાં સમાવિષ્ટ ખેડૂતોએ વન અધિકાર પત્ર / સનદ રજૂ કરવાનાં રહેશે
  • આ યોજનાનો લાભ મળેલો હોય તેને પુનઃ લાભ મળશે નહીત

ખેડૂત/ ખેડૂતોની જૂથની અરજીની ચકાસણી કર્યા બાદ નક્કી કરાયેલા ઝોનવાઈઝ થર્ડ પાર્ટી દ્વારા સ્થળની મુલાકાત લઈ GPS  લોકેશન ટેગિંગ કરી મંજૂરી આપવાની રહેશે. તેમજ મળેલ અરજીઓની પૂર્વ મંજૂરી આપવાની તેમજ ચૂકવણાની પ્રક્રિયા ચાલુ વર્ષનાં બજેટ જોગવાઈ મુજબ કરવાની રહેશે. ત્યારે ઠરાવ નક્કી કરેલી ડિઝાઈન અને સ્પેસિફિકેશન મુજબની કામગીરી કરવાની રહેશે. વધુ ખર્ચે ફેન્સિંગ બનાવવામાં આવે તો નિર્ધારિત સહાય ઉપરાંતનો ખર્ચ ખેડૂતોએ પોતે કરવાનો રહેશે.  ખેતરનમી ફરતે મીટર દીઠ 200 રૂપિયા અથવા ખરેખર થનારા ખર્ચનાં 50 ટકા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મંજૂર થશે.  નિયત ડિઝાઈન અને નિયત સ્પેશિફિકેશન મુજબ તારની વાડ બનાવવાની કામગીરી 120 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. કામગીરી પૂર્ણ કરવામાં વિલંબ થવાની સંભાવનાં હોય તો પહેલા જ ખેતીવાડી અધિકારીને જાણ કરવાની રહેશે. મુદ્ત વધારવાનો નિર્ણય ખેતીવાડી અધિકારી કરશે અન્યથા મંજૂરી હુકમ રદ્દ ગણાશે.

  • અગાઉ ખેડૂતોને 5 હેક્ટરની મર્યાદામાં ફેન્સિંગ માટે સહાય મળતી હતી
  • ખેડૂતોની રજૂઆતને પગલે રાજ્ય સરકારે 5 હેક્ટરની મર્યાદા ઘટાડીને 2 હેક્ટર કરી
  • 2 હેક્ટરની મર્યાદા કરવાથી નાના ખેડૂતોને યોજનાનો લાભ મળી શકશે 

ખેડૂતોને શું ફાયદો થશે?
અગાઉ ખેડૂતોને 5 હેક્ટરની મર્યાદામાં ફેન્સિંગ માટે સહાય મળતી હતી.  ખેડૂતોની રજૂઆતને પગલે રાજ્ય સરકારે 5 હેક્ટરની મર્યાદા ઘટાડીને 2 હેક્ટર કરી. 2 હેક્ટરની મર્યાદા કરવાથી નાના ખેડૂતોને યોજનાનો લાભ મળી શકશે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મળશે.  રાજ્યના અંદાજિત 27 હજાર 700 હેક્ટર વિસ્તાર માટે સહાય અપાશે.  રનિંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા ખરેખર ખર્ચના 50 ટકા બંનેમાંથી જે ઓછું હશે તે અપાશે. ખેતરમાં પ્રાણીઓ દ્વારા ખેડૂતોના ઉભા પાકને થતા નુકસાન અટકાવવા ફેન્સિંગ જરૂરી છે. ખેડૂતો અને ખેડૂત સંગઠનોએ યોજનાની મર્યાદામાં સુધારો કરવાની રજૂઆત કરી હતી. વર્ષ 2005માં ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવાની યોજના અમલમાં મુકાયેલી હતી. યોજનાને વધુ અસરકારક બનાવવા સમયાંતરે સુધારા થતાં આવ્યા છે.

  • રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મળશે 
  • રાજ્યના અંદાજિત 27 હજાર 700 હેક્ટર વિસ્તાર માટે સહાય અપાશે 
  • રનિંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા ખરેખર ખર્ચના 50 ટકા બંનેમાંથી જે ઓછું હશે તે અપાશે

તાર ફેન્સિંગ યોજનાની વિગત
તારનાં ફેન્સિંગ અને માલ- મટીરીયલ્સનાં સ્પેસિફિકેશન. તેમજ થાંભલા માટે ખાડાનું માપ 0.40 મીટર પહોળાઈ X 0.40 મીટર લંબાઈ X 0.60 મીટર ઉંડાઈ હોવી જરૂરી છે. તેમજ બંને થાંભલા વચ્ચેનું વધુમાં વધુ અંતર 3.00 મીટર. તેમજ દર 15.00 મીટરે સહાયક થાંભલા બંને બાજુ મૂકવાનાં રહેશે. માપ/સાઈઝ મૂળ થાંભલા મુજબ જ રહેશે. થાંભલાનાં પાયામાં સિમેન્ટ કોક્રીટથી પુરાણ કરવાનું રહેશે. તેમજ કાંટાળા તાર માટેનાં લાઈન વાયર તથા પોઈન્ટ વાયરનાં મિનિમમ ડાયામીટ 2.50 મીટર. તેમજ જાતનવ ખેતરમાં પ્રવેશી ન શકે તે માટે ડિઝાઈનમાં નીચેનાં ભાગે લોખંડની જાળી રાખી શકાશે. 

  • જાળીની ઉંચાઈ ગ્રાઉન્ડ લેવલથી 0.92 મીટર તથા જાળીનાં વાયરનો વ્યાસ 3.2 મીમી. 
  • મેશ સાઈઝ 100 એમએમ X  100 એમએમ સુધી રાખી શકાશે.
  • તાર ફેન્સિંગનાં વિકલ્પ ઓછામાં ઓછા સેકન્ડ ગ્રે બેલાની દિવાલ બનાવી શકાશે

તાર ફેન્સિંગ સહાય યોજનાનો લાભ કઈ રીતે મળશે?

  • I khedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની છે
  • ગ્રામ પંચાયતમાંથી VCE  પાસેથી ઓનલાઈન કરી શકે છે
  • વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે online Form ભરાવી શકે છે

ઘરે બેઠા કઈ રીતે અરજી કરી શકાશે? 

  • Google serch માં  I khedut portal ટાઈપ કરો
  • અધિકૃત https://Ikhedut.gujarat.gov.in વેબસાઈટ ખોલવી
  • આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવું
  • યોજના પર Click  કર્યા પછી ક્રમ-1 પર આવેલી ખેતીવાડીની યોજનાઓ
  • ખેતીવાડીની યોજનાની વિવિધ યોજનાઓ બતાવશે
  • tarfencing yojna 2023 માં પર ક્લિક કરવાની રહેશે
  • જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે
  • રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાંખ્યા બાદ captcha image  સબમીટ કરવાની રહેશે.
  • ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈ પૂર્વક માહિતી ભર્યા બાદ application save  કરવાની રહેશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ