બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Change in sea speed between Mandvi Naliya during cyclone Bhankara landfall in Kutch

સાવધાન / કચ્છમાં વાવાઝોડાના લેન્ડફોલના ભણકારા વચ્ચે માંડવી-નલિયા વચ્ચેના દરિયાની ગતિમાં થયો ફેરફાર, મોજા અલગ દિશામાં ફંટાયા

Kishor

Last Updated: 11:15 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 જૂને કચ્છમાં ચક્રવાત લેન્ડફોલ કરે તેવા અણસાર વચ્ચે માંડવી-નલિયાના દરિયાના મોજાની ગતિમાં ફેરફાર થયો છે.

  • ચક્રવાતી અસરથી કચ્છમાં લેન્ડફોલની શક્યતાનો મામલો
  • માંડવી-નલિયા વચ્ચેના દરિયાની ગતિમાં ફેરફાર 
  • દરિયાના મોજા અલગ દિશામાં જોવા મળ્યા 

ગુજરાત પર સૌથી મોટી આફત સમાન વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે. 15 જૂન એ કચ્છમાં ચક્રવાત લેન્ડફોલ કરશે. ત્યારે કચ્છમાં વાવાઝોડાની અસરથી લેન્ડફોલની શક્યતાનો મામલો માંડવી-નલિયા વચ્ચેના દરિયાની ગતિમાં ફેરફાર થયો છે. દરિયાના મોજા અલગ દિશામાં ઉછળતા જોવા મળ્યા હતા. વાવાઝોડાના જોખમ વચ્ચે ઉત્તર દિશામાં આવતા મોજા પશ્ચિમ તરફ ફંટાયા હતા. જ્યારે માંડવી દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. મહત્વનું છે કે માંડવી દરિયાકાંઠે ચક્રવાતની અસરથી અંધારપટ છવાયો છે.


14 અને 15 જૂને વાવાઝોડુ કચ્છને ટકરાવાની સંભાવના
વાવાઝોડાની અસરને લઈ કચ્છના કંડલા પોર્ટ પરની કામગીરી બંધ કરાઈ છે. વાવાઝોડાની અસરને લઈ કામ કરતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા    છે. જ્યારે બંદર પર કરવામા આવતી લોડિંગ અને અનલોડિંગની કામગીરી હાલ બંધ કરવામાં આવી હતી.બિપરજોય વાવાઝોડાની અસરને લઈ પોર્ટની કામગીરી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. તા. 14 અને 15 જૂનના રોજ વાવાઝોડુ કચ્છને ટકરાવાની સંભાવના સેવાઇ રહી છે.

માંડવીમાં ભારે પવન સાથે વરસાદ

બિપોરજોય વાવાઝોડાની કચ્છના માંડવીમાં ભારે અસર વર્તાઈ રહી છે. માંડવીમાં ભારે પવન સાથે  વરસાદ ખાબકતા માર્ગો પરથી પાણી ચાલતા થયા હતા. બીજી બાજુ તોફાની પવન ફૂંકાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. તો કચ્છ જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસરને લઈને માંડવીનો દરિયો તોફાની બન્યો હતો. ગાંડાતુર દરિયા વચ્ચે માંડવીમાં ધીમીધારે પણ ખાબક્યો હતો. સાથે સાથે ભારે પવન અને વરસાદના કારણે માંડવીમાં વીજળી ગુલ થતા ચારેકોર અંધારું વાર્તાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ