બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Chandrayaan-1 Once India Deliberately Crashed a Spacecraft, Tricolor Reached the Moon, Know the Full Story

જાણવા જેવું / એકસમયે જ્યારે ભારતે જાણી જોઈને અવકાશયાનને કર્યું હતું ક્રેશ, તિરંગો છેક ચંદ્ર સુધી પહોંચ્યો હતો, જાણો શું છે સંપૂર્ણ કહાની

Megha

Last Updated: 10:18 AM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan-1: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ઈરાદાપૂર્વક ચંદ્ર પર એક અવકાશયાનને ક્રેશ કર્યું હતું જે બાદ ચંદ્ર પર ત્રિરંગો કાયમ માટે સ્થાપિત થઈ ગયો હતો.

  • ISRO એ ઈરાદાપૂર્વક ચંદ્ર પર અવકાશયાનને ક્રેશ કર્યું હતું 
  • ચંદ્રયાન-1માં લગાવવામાં આવ્યું હતું મૂન ઈમ્પેક્ટ પ્રોબ
  • અવકાશયાનને ચંદ્ર પર ક્રેશ કરીને ઈસરોએ ઇતિહાસ રચ્યો હતો 

Chandrayaan-1: 14 નવેમ્બર, 2008ની એ બપોર...એક તરફ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના કારણે દેશમાં ખુશીનો માહોલ હતો તો ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) મોટો ધમાકો કરવા જઈ રહ્યું હતું.  રાજકોટમાં ઇંગ્લેન્ડના બોલરો સામે યુવી પીચ પર રનનો વરસાદ કરી રહ્યો હતો. માત્ર 78 બોલમાં 138 રનની ધમાકેદાર ઇનિંગથી ભારતે ઈંગ્લેન્ડને 158 રનથી હરાવ્યું અને લોકો ખુશ હતા અને તે જ સમયે રાજકોટથી 1600 કિમી દૂર બેંગલુરુમાં વાતાવરણ તણાવભર્યું બન્યું હતું.

ઈરાદાપૂર્વક ચંદ્ર પર એક અવકાશયાનને ક્રેશ કરવા માટે મોકલ્યું 
ભારતીય ચાહકોને ખબર ન હતી કે ISRO મોટો ધમાકો કરશે. એ સમયે સ્પેસ એજન્સી ઈરાદાપૂર્વક ચંદ્ર પર એક અવકાશયાનને ક્રેશ કર્યું હતું.  22 ઓક્ટોબર 2008ના રોજ ચંદ્રયાન મિશન લોન્ચ કરીને ભારતે વિશ્વને બતાવી દીધું હતું કે ભારત પણ પૃથ્વીની ભ્રમણકક્ષાની બહારના કોઈપણ ખગોળીય જગ્યા પર મિશન મોકલી શકે છે. મહત્વનું છે કે તે સમય સુધી માત્ર ચાર અન્ય દેશો અમેરિકા, રશિયા, યુરોપ અને જાપાન ચંદ્ર પર મિશન મોકલવામાં સફળ થઈ શક્યા હતા. આવું કરનાર ભારત પાંચમો દેશ હતો.

ચંદ્રયાન-1માં હતું મૂન ઈમ્પેક્ટ પ્રોબ
ચંદ્રયાન-1 એક ટેક્નોલોજી પ્રદર્શન કરનાર મિશન હતું. તેને ચંદ્રની સપાટી પર પાણીની શોધ કરીને ઇતિહાસના પુસ્તકોમાં નામ નોંધાવ્યું હતું. જો કે આ મિશનથી ભારતને બીજા ઘણા ફાયદા થયા. અવકાશયાનની અંદર 32 કિલોનું પ્રોબ હતું, જેનો એકમાત્ર હેતુ ક્રેશ કરવાનો હતો. ઈસરોએ તેને મૂન ઈમ્પેક્ટ પ્રોબ નામ આપ્યું હતું. 17 નવેમ્બર 2008ની રાત્રે લગભગ 8:06 વાગ્યે ISROના મિશન કંટ્રોલ એન્જિનિયરોએ મૂન ઈમ્પેક્ટ પ્રોબને નષ્ટ કરવાનો આદેશ આપ્યો . એ સમયે ચંદ્રની શાંત દુનિયામાં વિસ્ફોટનો અનુભવ કરવા જઈ રહી હતી. મૂન ઈમ્પેક્ટ પ્રોબે ચંદ્રની સપાટીથી 100 કિમીની ઊંચાઈએથી તેની અંતિમ યાત્રા શરૂ કરી હતી.

મૂન ઈમ્પેક્ટ પ્રોબમાં શું હતું?
જેમ જેમ પ્રોબ ચંદ્રયાન ઓર્બિટરથી દૂર જવાનું શરૂ થયું, તેના ઓનબોર્ડ સ્પિન-અપ રોકેટ સક્રિય થયા અને ચંદ્ર તરફના મિશનને માર્ગદર્શન આપવા લાગ્યા. આ એન્જિન તેને વેગ આપવા માટે ન હતું પણ તેને ધીમું કરવા માટે હતું. ચંદ્રની સપાટી તરફ આગળ વધતાં શૂબોક્સના આકારનો આ પ્રોબ માત્ર ધાતુનો એક ટુકડો નહતો પણ તેની અંદર ત્રણ સાધનો વહન કરવા માટે એક જટિલ ડિઝાઇન કરેલ મશીન હતું. વિડિયો ઇમેજિંગ સિસ્ટમ, રડાર અલ્ટિમીટર અને માસ સ્પેક્ટ્રોમીટર, જેથી ISRO જાણે કે તેઓ ચંદ્રની સપાટી પર શું શોધવાના છે.

ચંદ્ર પર ભારતીય અવકાશયાન
આ વિડિયો ઇમેજિંગ સિસ્ટમ ચિત્રો લેવા અને તેમને બેંગલુરુ પરત મોકલવા માટે બનાવવામાં આવી હતી. ચંદ્રની સપાટીની નજીક આવતાની સાથે તેની ઘટતી ઝડપને ટ્રેક કરવા માટે રડાર અલ્ટિમીટર ફીટ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ચંદ્રના અત્યંત દુર્લભ વાતાવરણનું વિશ્લેષણ કરવાના હેતુથી માસ સ્પેક્ટ્રોમીટર ફીટ કરવામાં આવ્યું હતું. જેમ જેમ ચંદ્રની સપાટી નજીક આવી એમ એમ અંદર ભરેલા સાધનોએ ઓર્બિટર ઓવરહેડને ડેટા મોકલવાનું શરૂ કર્યું. આ પછીના ઊંડાણપૂર્વક વિશ્લેષણ માટે તેની રીડઆઉટ મેમરીમાં રેકોર્ડ કરવામાં આવ્યું. 

અવકાશયાનને ચંદ્ર પર ક્રેશ કરીને ઈસરોએ ઇતિહાસ રચ્યો 
ચંદ્રયાન છોડ્યાના લગભગ 25 મિનિટ પછી મૂન ઇમ્પેક્ટ પ્રોબને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચંદ્રયાનનું ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ થયું હતું અને ઈસરોએ એક અવકાશયાનને ચંદ્ર પર ક્રેશ કરીને ઈતિહાસ રચ્યો હતો.  નોંધનીય છે કે ચંદ્રયાન-1થી મોકલવામાં આવેલા આ ત્રણ સાધનોના ડેટાએ વર્ષ 2019માં ચંદ્રયાન-2 અને હવે ચંદ્રયાન-3 મિશનનો પાયો નાખ્યો હતો. હવે 23 ઓગસ્ટ 2023ના રોજ ભારત ચંદ્ર પર ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે. 

ઇમ્પેક્ટ પ્રોબમાંથી મળેલી માહિતીએ ચંદ્રની દુનિયાના રહસ્યને ઉજાગર કર્યું જે પહેલા ક્યારેય નહોતું. લગભગ 25 મિનિટના લાંબા ડાઇવ પછી ચંદ્રની સપાટી પર પાણીની હાજરી શોધવાનું તે પ્રથમ ઉપકરણ બન્યું. એ પછી નાસાના મૂન મિનરોલોજી મેપર દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવી હતી. 

સાથે જ એ પ્રોબ પર એક તિરંગો બનાવવામાં આવ્યો હતો, એટલે કે 14 નવેમ્બર 2008ની રાત્રે ચંદ્રની સપાટી પર ઈસરોએ અવકાશયાન ક્રેશ કર્યું કે તરત જ ચંદ્ર પર ત્રિરંગો કાયમ માટે સ્થાપિત થઈ ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ