બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

VTV / ગુજરાત / વડોદરા / CCTV footage shows the students of New Sunrise School in Vadodara lining up outside the Harni lake zone, which ended in a boat tragedy.

વડોદરા બોટ ટ્રેજેડી / VIDEO : હરણી બોટ ટ્રેજેડી પહેલાનો વીડિયો, ભૂલકાંઓને ક્યાં ખબર હતી કે મરવા જઈ રહ્યાં છે?

Hiralal

Last Updated: 03:00 PM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા હરણી તળાવ બોટ ટ્રેજેડી દુર્ઘટના પહેલાનો વીડિયો સામે આવ્યો છે જેમાં ભૂલકાંઓ લાઈનસર બોટમાં બેસતા જોવા મળી રહ્યાં છે.

  • વડોદરા હરણી બોટ ટ્રેજેડીની અતિ કરુણતા
  • 17 વર્ષે આવેલી છોકરી પણ ડૂબી
  • છોકરીનો એકમાત્ર કઝિન ભાઈ પણ ડૂબી ગયો

18 બાળકો અને શિક્ષકોનો ભોગ લેનારી વડોદરા હરણી બોટ ટ્રેજેડીમાં કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થયાં છે. બે પરિવારો તો એવા હતા કે જેમને સંતાનમાં એક છોકરી અને એક છોકરો જ હતો અને તેઓ બન્ને ડૂબેલા 18માં સામેલ હતા. બંને પિતરાઈ ભાઈ-બહેન હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેમની પુત્રીનો જન્મ 17 વર્ષના લાંબા ગાળા બાદ થયો હતો જેને માટે પરિવારે અનેક માનતા અને બાધા રાખી હતી જે પછી તેનો જન્મ થયો હતો અને હવે તેનું ડૂબી જતાં મોત થયું. 

છોકરીના માતાપિતાએ શું કહ્યું 

છોકરીના માતા-પિતા ફારૂક અને રાહીમાએ જણાવ્યું હતું કે, તેમણે સંતાન માટે 17 વર્ષ જેટલી રાહ જોઈ હતી અને ત્યારે પુત્રીનો જન્મ થયો હતો. બીજા એક પરિવારનો એકનો એક છોકરો પણ ડૂબી ગયો છે પરિવાર નિસંતાન બન્યો છે.

વડોદરામાં કેવી રીતે થયો આ અકસ્માત?
વડોદરાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના બાળકો પિકનિક માટે હરણી તળાવ ગયા હતા. આ બાળકો સાથે શાળાના કેટલાક શિક્ષકો પણ હાજર રહ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલી બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો સવાર હતા. બોટ પલટી ગયા બાદ તળાવમાં ડૂબી જવાથી અનેક બાળકો અને શિક્ષકોના મોત થયા હતા. બાળકો પાસે લાઈફ જેકેટ ન હોવાની માહિતી મળી છે. શરૂઆતી તપાસમાં માલુમ પડ્યુ હતુ કે બોટ ઓવરલોડ હતી. વડોદરા મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, બોટમાં જીવનજરૂરી સાધન નથી. આ ઘટનાની તપાસ કરવામાં આવશે અને ગુનેગારોને કડક સજા કરવામાં આવશે.

18 સામે એફઆઈઆર, 6ની ધરપકડ 
વડોદરા પોલીસે આ ઘટના મામલે 6 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં કોટિયા પ્રોજેક્ટ્સના ત્રણ ભાગીદારો, મેનેજરો અને બે બોટ ઓપરેટરોનો સમાવેશ થાય છે. કોટિયા પ્રોજેક્ટ્સ એ જ કંપની છે જેને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હરણી તળાવ વિસ્તાર ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. અકસ્માત બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેકફ્રન્ટના સંચાલન અને જાળવણી માટે કોટિયા પ્રોજેક્ટ્સનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ