બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / budh gochar in kanya 2023 bhadra rajyog may increase bank balance of these zodiac people

બુધ ગોચર / ખૂબ થશે ધનલાભ, નોટો ગણતાં થાકી જશે આ 3 રાશિના જાતકો: કન્યા રાશિમાં બુધનો પ્રવેશ, જાણો કોને કોને થશે લાભ

Arohi

Last Updated: 01:05 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budh Gochar In Kanya 2023: બુધ ગ્રહ ગોચર કરીને પોતાની જ રાશિ કન્યામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. બુધ 1 વર્ષ બાદ ગોચર કરીને કન્યામાં આવશે અને તેનાથી ભદ્ર રાજયોગ બની રહ્યો છે. જે ખૂબ જ શુભ હોય છે.

  • બુધ ગ્રહ ગોચર કરી કન્યામાં કરશે પ્રવેશ 
  • 1 વર્ષ બાદ કરી કન્યામાં ગોચર કરશે બુધ 
  • બનવા જઈ રહ્યો છે ખૂબ જ શુભ ભદ્ર રાજયોગ 

વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ ધન, વ્યાપાર, વાણીનો દાતા છે. જ્યારે પણ બુધની સ્થિતિમાં પરિવર્તન થાય છે. લોકોની આર્થિક સ્થિતિ, કરિયર પર મોટી અસર પડે છે. આવનાર થોડા સમયમાં બુધની સ્થિતિમાં મોટુ પરિવર્તન થવા જઈ રહ્યું છે. 

21 ઓગસ્ટ 2023એ બુધ ગોચર કરીને કન્યા રાશિમાં પ્રવેશ કરવાનો છે. કન્યા રાશિનો સ્વામી બુધ છે અને 1 વર્ષ બાદ બુધ સ્વરાશિ કન્યામાં ગોચર કરી રહ્યો છે. બુધની રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વની છે. બુધનું સ્વરાશિ કન્યામાં પ્રવેશથી ભદ્ર રાજયોગ બનશે. 

ભદ્ર રાજયોગ અમુક રાશિના લોકો માટે નોકરી-વ્યાપારમાં પ્રગતિના યોગ બનાવી રહ્યો છે. સાથે જ તેમને ખૂબ ધન લાભ પણ કરાવશે. આવો જાણીએ બુધ ગોચરથી લાભ મેળવનાર રાશિઓ કઈ કઈ છે. 

બુધ ગોચર આપશે આ રાશિના લોકોને લાભ 
કન્યા 

બુધ ગોચર કરીને કન્યા રાશિમાં જ પ્રવેશ કરી રહ્યો છે અને 2 ઓક્ટોબર સુધી કન્યામાં રહેશે. તેની અસર તમારા પર પડશે. તમારી પર્સનાલિટી વધારે ચમકશે. તમારા જીવનમાં પ્રેમ વધશે. જીવનસાથીને પ્રગતિ મળી શકે છે. ભાગીદારીમાં કામ કરનારને લાભ થઈ શકે છે. સિંગલ જાતકોના લગ્ન નક્કી થઈ શકે છે. નોકરીમાં પ્રગતિ મળી શકે છે. 

મકર 
બુધ ગોચરથી બનેલો ભદ્ર રાજયોગ મકર રાશિના લોકોને ખૂબ જ લાભ આપશે. તમારી કિસ્મતનો સાથ મળશે. કામોમાં સફળતા મળતી જશે. કોર્ટના કેસનો નિવેડો આવશે. કોઈ વિવાદાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. તમે દાન-ધર્મમાં સક્રિય રહેશો અને તેનું સારૂ ફળ તમને મળશે. જીવનમાં સુખ-સુવિધાઓ વધશે. નોકરી કરિયરમાં પ્રગતિ થશે. 

ધન 
ધન રાશિના જાતકો માટે બુધ ગોચરથી બનેલો ભદ્ર રાજયોગ ખૂબ જ શુભ ફળ આપશે. આ સમય કરિયર માટે ખૂબ જ સારો સાબિત થઈ શકે છે. પદોન્નતિ-ઈક્રીમેન્ટ મળશે. બેરોજગાર લોકોને રોજગારી મળી શકે છે. ઓફિસમાં બધા સાથે સારી વાત થશે. ધન લાભ માટે સારો યોગ બનશે. વ્યાપારીઓને સારો ઓર્ડર મળી શકે છે. નવા કામ શરૂ થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ