ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / bsnl-to-deploy-1-lakh-wi-fi-hotspots-by-2018-end

NULL / JIOથી સસ્તો ડેટા આપશે આ ટેલિકૉમ કંપની લગાવી રહી છે 1 00 000 WiFi હોટસ્પોટ

Published By: vtvAdmin

Last Updated: 06:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રિલાયન્સ જિયોના આવવાથી ભારતમાં ઇન્ટરનેટ ક્નેક્ટિવિટી અને ડેટાના વપરાશમાં સુધારો થયો છે. જિયો અને ડિજિટલ ઇન્ડિયાના પ્રયત્નને કારણે આજે દેશના અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટનું સુવિધા પહોંચી રહી છે. આજ રસ્તો અપનાવીને દેશની સરકારી કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ વર્ષ 2018ના અંત સુધીમાં સમગ્રદેશમાં 1 00 000  WiFi હોટ-સ્પોટ લગાવવાની તૈયારી કરી લીધી છે. 

BNSLએ પ્લાનિંગ કર્યું છે કે 2018ના અંત સુધીમાં દેશના સાર્વજનિક સ્થાનોને પણ ઈન્ટરનેટની જાળમાં બાધવામાં આવે અને શહેરોની સાથે-સાથે ગ્રામીણ ક્ષેત્રોને પણ WiFiથી કનેકટ કરવામાં આવે. દેશમાં લાગનાર 1 00 000 WiFi હોટ-સ્પોટ ડિજિટલ ઈન્ડિયા ડ્રાઈવ અંતર્ગત ઉચિત દરો પર લોકોને ફાસ્ટ એક્સેસ વાળો ઈન્ટરનેટ ડેટા ઉપલબ્ધ કરાવશે. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે સરકારી કંપની હોવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા આ ઈન્ટરનેટ ડેટા જિયોથી પણ ઓછી કિંમતમાં લોકોને આપવામાં આવશે.

લાગી ચૂક્યા છે 18000 WiFi:

BSNLના ચેરમેનના જણાવ્યા અનુસાર કંપનીએ દેશના અલગ-અલગ રાજ્યોમાં 18000 WiFi સ્પૉટ પહેલાથી બનાવી ચુકી છે. આ જ સપ્તાહે આ આંકડો 18000એ પહોચ્યો છે અને ગુજરાતના વલસાડ જિલ્લાના ઉદવાડા ગામમાં WiFiની સેવા શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ગામની વસ્તી 6000ની નજીક છે અને લગાડવામાં આવેલા  WiFi હોટ-સ્પોટ વિસ્તારના 90% ભાગને આવરીને ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવે છે. 

રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ અને બજારોને ઈન્ટરનેટ સાથે જોડવાનો ટાર્ગેટ:

 BSNLની યોજના પ્રમાણે ડિસેમ્બર 2018 સુધી ભારતના વિવિધ જિલ્લાઓમાં WiFiની સુવિધા લાવવામાં આવશે. તેની સાથે રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને બજારોને પણ ઈન્ટરનેટથી કનેકટ કરવા પર સરકાર કામ કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ