બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Bombay blast mastermind terrorist Azam Cheema died in Pakistan

પાકિસ્તાન / ભારતના વધુ એક દુશ્મનનું પાકિસ્તાનમાં મોત, હતો મુંબઇ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ

Priyakant

Last Updated: 12:56 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Terrorist Azam Cheema Death Latest News: 26/11ના આતંકવાદી હુમલા અને જુલાઈ 2006ના મુંબઈ ટ્રેન બોમ્બ ધડાકા અને ભારતમાં થયેલા અન્ય કેટલાક આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરનું મોત

Terrorist Azam Cheema Death : પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનું મોત થયું છે. વાત જાણે એમ છે કે, લશ્કર-એ-તૈયબાના ઈન્ટેલિજન્સ ચીફ આઝમ ચીમા (70)નું પાકિસ્તાનના ફૈસલાબાદમાં હાર્ટ એટેકથી મોત થયું છે. ચીમા 26/11ના આતંકવાદી હુમલા અને જુલાઈ 2006ના મુંબઈ ટ્રેન બોમ્બ ધડાકા અને ભારતમાં થયેલા અન્ય કેટલાક આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો. 

મહત્વનું છે કે, ચીમાનું મૃત્યુ એવા સમયે થયું છે જ્યારે છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના ઘણા ઓપરેટિવ્સ રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા છે. પાકિસ્તાને લશ્કર-એ-તૈયબાના અનેક ઓપરેટિવ્સની હત્યા પાછળ ભારતીય એજન્સીઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે ભારતે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.

પાકિસ્તાની દાવાઓનો પર્દાફાશ
ચીમા 26/11ના આતંકવાદી હુમલા અને જુલાઈ 2006ના મુંબઈ ટ્રેન બોમ્બ ધડાકા અને ભારતમાં થયેલા અન્ય કેટલાક આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો. ભારતીય એજન્સીઓ માટે તેના મૃત્યુના સમાચાર માત્ર પાકિસ્તાનની ધરતી પર નિર્દિષ્ટ આતંકવાદીની હાજરીની પુષ્ટિ જ નથી કરતા પરંતુ તે ઈસ્લામાબાદના જૂઠાણાને પણ છતી કરે છે કે આતંકવાદીઓ તેની ધરતી પર નથી.

વધુ વાંચો: આઠમાં પૂર્વ ભારતીય નૌસૈનિકની કતારમાંથી ક્યારે થશે વાપસી? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું

લશ્કરનો કમાન્ડર હતો ચીમા 
સૂત્રોના જણાવ્યા અનુસાર 2000ના દાયકાની શરૂઆતથી ચીમા તેની પત્ની અને બે બાળકો સાથે પાકિસ્તાનના બહાવલપુરમાં રહેતો હતો. તે ઘણીવાર છ અંગરક્ષકો સાથે લેન્ડ ક્રુઝરમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો. ચીમા 2008થી પાકિસ્તાનના બહાવલપુરમાં એલઈટી કમાન્ડર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એલઈટીના વરિષ્ઠ કાર્યકારી ઝકી-ઉર-રહેમાન લખવીના ઓપરેશનલ સલાહકાર તરીકે નિયુક્ત થયો હતો. આ સાથે આઝમ ચીમાએ 26/11ના મુંબઈ હુમલામાં પ્રશિક્ષિત ભરતી કરવામાં અને 26/11ના મુંબઈ હુમલાની સમગ્ર યોજના પૂર્ણ કરવાની જવાબદારી ઉઠાવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ