બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / When will the eighth East Indian Navy return from the queue?

અપડેટ / આઠમાં પૂર્વ ભારતીય નૌસૈનિકની કતારમાંથી ક્યારે થશે વાપસી? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 02:56 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Qatar 8 Indian Nevi Officers Latest News: કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીય નાગરિકોમાંથી માત્ર 7 જ ભારત પરત આવી શક્યા, પરંતુ હજુ સુધી એક નાગરિક પરત ફરી શક્યા નથી

Qatar 8 Indian Nevi Officers : કતારમાં મૃત્યુદંડની સજા પામેલા ભૂતપૂર્વ ભારતીય સૈનિકોની સજા માફ કરવામાં આવી છે. આ સમાચારને ભારતની મોટી રાજદ્વારી જીત માનવામાં આવી રહી છે. અહીં એક નોંધનીય વાત એ છે કે, અત્યાર સુધી 8 ભારતીય નાગરિકોમાંથી માત્ર 7 જ ભારત પરત આવી શક્યા છે. 12 ફેબ્રુઆરીએ 7 નાગરિકો ભારત પરત ફર્યા હતા. પરંતુ હજુ સુધી એક નાગરિક પરત ફરી શક્યા નથી. હવે ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ આઠમા ભારતીય નાગરિકની વાપસી થશે.

શું હતો સમગ્ર મામલો?
કતારની અદાલતે 26 ઓક્ટોબરે ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આ તમામ કતારની કંપની અલ દહરામાં કામ કરતા હતા અને વર્ષ 2022માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ભારતે આ સજા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. કરાતની એપેલેટ કોર્ટે 28 ડિસેમ્બરે મૃત્યુદંડમાં ફેરફાર કર્યો હતો અને ભૂતપૂર્વ નૌકાદળના કર્મચારીઓને વિવિધ શરતોની કેદની સજા સંભળાવી હતી. આખરે આ ભારતીય નાગરિકોની સજા માફ કરવામાં આવી અને તેમાંથી 7 ભારત પરત ફર્યા.

વધુ વાંચો: શોર્ટ રેન્જની એર ડિફેન્સ સિસ્ટમનું કરાયું સફળ પરીક્ષણ, જે શત્રુઓના ડ્રોનને ગણતરીની જ સેકન્ડમાં કરી નાખશે નષ્ટ

જાણો શું કહ્યું વિદેશ મંત્રાલયે ? 
ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, આઠમા ભારતીય નાગરિકે કેટલીક ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની હોય છે. તે ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તે પરત ફરશે. તેમણે કહ્યું કે, જેમ તમે જાણો છો, અલ દહરા ગ્લોબલ કેસમાં સંડોવાયેલા તમામ આઠ ભારતીય નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. તેમાંથી સાત ભારત પરત ફર્યા છે. તમને જણાવી દઈએ કે, PM મોદીએ તાજેતરમાં કતારની મુલાકાત લીધી હતી અને 8 ભારતીયોની મુક્તિ માટે કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાનીનો આભાર વ્યક્ત કર્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ