બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ભારત / Politics / BJP will contest Lok Sabha elections on 4 castes, PM Modi has also mentioned

રણનીતિ / 4 જાતિ પર ભાજપ લોકસભાની ચૂંટણી લડશે, PM મોદી પણ કરી ચૂક્યા છે ઉલ્લેખ, 350 બેઠકોને સાધવા ભાજપનો માસ્ટર પ્લાન

Priyakant

Last Updated: 10:10 AM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: ભાજપે લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી 350 બેઠકો જીતવાનો નવો લક્ષ્યાંક નક્કી કર્યો

  • 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપનો પ્રચંડ વિજય 
  • હવે લોકસભાને લઈ જાણો ભાજપનું શું છે ગણિત ? 
  • ભાજપ આ 4 જાતિ પર ફોકસ રાખી લોકસભા લડશે 

Lok Sabha Election 2024 : દેશના ત્રણ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને પ્રચંડ જીત મળ્યા બાદ હવે લોકસભા ચૂંટણીને લઈ ગણિત બદલાયા છે. વાત જાણે એમ છે કે, ભાજપે લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી 350 બેઠકો જીતવાનો નવો લક્ષ્યાંક નક્કી કર્યો છે. પાર્ટીની યોજના છેલ્લી લોકસભા ચૂંટણીની સરખામણીમાં 12 કરોડ વધારાના મત મેળવવાની છે. આ ધ્યેય હાંસલ કરવા માટે વ્યૂહરચના ઘડવા માટે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ 22 અને 23 ડિસેમ્બરે રાષ્ટ્રીય અધિકારીઓ, પ્રદેશ પ્રમુખો, રાજ્ય પ્રભારીઓ, સંગઠન મંત્રીઓ અને તમામ મોરચાના પ્રમુખોની બેઠક બોલાવી છે. 

વડાપ્રધાન મોદી અગાઉ પણ ઉલ્લેખ કર્યો હતો કે, તેમના માટે મહિલાઓ, ખેડૂતો, યુવાઓ અને ગરીબો સિવાય બીજી કોઈ જાતિ નથી. જેથી હવે આગામી લોકસભા ચૂંટણી ભાજપ આ 4 જાતિઓને આધારે લડી શકે છે. હકીકતમાં ગત લોકસભા ચૂંટણીમાં પણ આ જ રણનીતિ અપનાવવામાં આવી હતી. ત્યારે પાર્ટીએ મિશન 50 ટકા (પ્રભાવ સાથે તમામ સીટો પર ઓછામાં ઓછા 50 ટકા વોટ)નું સૂત્ર આપ્યું હતું. પાર્ટીને ફાયદો થયો અને 2014ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં પાર્ટીના મતોમાં 5.8 કરોડનો વધારો થયો. બેઠકોની સંખ્યા 282 થી વધીને 303 થઈ, જ્યાં પાર્ટીને 50 ટકાથી વધુ મત મળ્યા તે બેઠકોની સંખ્યા 136 થી વધીને 224 થઈ.

ત્રણ ચૂંટણીમાં 15 કરોડ વોટ વધ્યા
પાર્ટીના એક જનરલ સેક્રેટરીએ જણાવ્યું કે, છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં વોટમાં લગભગ 15 કરોડનો વધારો થયો છે. 2009માં અમને 7.8 કરોડ મત મળ્યા, 2019માં આ સંખ્યા વધીને 22.9 કરોડ થઈ ગઈ.

પાર્ટીના રણનીતિકારોને લાગે છે કે, દેશભરમાં આયોજિત વિકાસ ભારત યાત્રા અને મોદી ગેરંટી વાહનની મદદથી પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં આ લક્ષ્યાંક હાંસલ કરશે. આ યાત્રા દ્વારા પાર્ટી તે વર્ગમાં પ્રવેશ કરવાની યોજના ધરાવે છે, જેને છેલ્લી ચૂંટણીઓમાં પાર્ટી માટે વ્યાપક સમર્થન મળ્યું ન હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ