બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / BJP may announce candidate for remaining 16 seats today

ચૂંટણીના પડઘમ / ભાજપ આજે બાકી 16 બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી શકે, ચહેરાઓ પણ નક્કી, જુઓ સંભવિત લિસ્ટ

Kishor

Last Updated: 06:00 PM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ચુંટણીને લઇને આજે ભાજપ દ્વારા બાકી રહેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

  • ભાજપ આજે બાકીની 16 બેઠકો માટે ઉમેદવારોના નામની કરી શકે છે ઘોષણા 
  • ભાજપે અત્યાર સુધીમાં 2 યાદી જાહેર કરી 
  • સીટ પર ઉમેદવારોના નામ નક્કી :સૂત્રો

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને ભાજપ દ્વારા ઉમેદવારોની બે યાદી જાહેર કરી 166 ઉમેદવારોના નામની  જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે ગમે ભાજપ દ્વારા તે ઘડીએ ત્રીજી યાદી પણ જાહેર કરવામાં આવી શકે છે.  જેમાં 16 સીટો પરના બાકી ઉમેદવારોના નામનું એલાન થઇ શકે છે. જાણવા મળતી વિગત અનુસાર આ સીટ પર ઉમેદવારોના નામ લગભગ નક્કી થઇ ગયા છે.

ભાજપ 16 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી શકે છે
ગુજરાતનો ગઢ જીતવા તમામ તમામ રાજકીય પક્ષો ચુંટણીમાં કમર કસી ગયા છે. રાજકીય ખેંચતાણ વચ્ચે તમામ પક્ષો દ્વારા સમયાંતરે ઉમેદવારોની યાદી જાહેર કરાઇ રહી છે.  જેમાં ભાજપે અત્યાર સુધીમાં 2 યાદી જાહેર કરી છે. આવી સ્થિતિ વચ્ચે  ભાજપ આજે બાકીની 16 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરે તેવી શક્યતાઑ રહેલ છે. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર ખેડા જિલ્લા માટે ભાજપ દ્વારા પાંચ ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે.

મહેમદાવાદ સીટ પરથી અર્જુન સિંહ ચૌહાણ
મહેમદાવાદ સીટ પરથી ઉમેદવાર તરીકે અર્જુનસિંહ ચૌહાણને ફોન કરીને જાણ કરવામાં આવી હોવાનું વધુમાં ગાંધીનગર ઉત્તર બેઠક પર પૂર્વ મેયર રીટા પટેલ, ખેરાલુ બેઠક પર રેખાબેન ચૌધરી, માણસા વિધાનસભા બેઠક પર જયેશ પટેલ અને કલોલ બેઠક પર ભાજપના કાર્યકર બલદેવ ઠાકોરના નામ નક્કી કરી લેવાયા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.  જોકે સત્તાવાર જાહેરાત બાકી હોવાથી તેમાં ફેરફાર પણ થઇ શકે છે. 
 
પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે  
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમની જાહેર કરાઈ હતી. ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે. ત્યારબાદ હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે. 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થશે તેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે.  

બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. એટલે કે બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકો પર ચૂંટણી યોજાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ